26/11નો મુંબઈ હુમલો અને આતંકી કસાબનું એક અઠવાડિયાનું Holiday Package, જાણો શું છે મામલો

મુંબઈ પર હુમલાના પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા (Rakesh Maria)ના પુસ્તકમાં કરવામાં આવ્યો છે

26/11નો મુંબઈ હુમલો અને આતંકી કસાબનું એક અઠવાડિયાનું Holiday Package, જાણો શું છે મામલો

નવી દિલ્હી : 26/11ના મુંબઈ હુમલા (Mumbai Attack) માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI)એ અનેક ષડયંત્ર રચ્યા હતા. આ વાતનો ખુલાસો મુંબઈ પોલીસ કમિશનરે પોતાના પુસ્તકમાં કર્યો છે. રાકેશ મારિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ભારતમાં હુમલા માટે લશ્કમાં ત્રણ રાઉન્ડની ટ્રેનિંગ આપ્યા પછી આતંકી અજમલ કસાબને 1.25 લાખ રૂપિયા મળ્યા હતા. તેણે આ પૈસા પોતાની બહેનના લગ્ન માટે આપી દીધા હતા. આ સાથે જ તેને એક અઠવાડિયા માટે હોલિડે પેકેજ આપવામાં આવ્યું હતું. 

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ પોતાના પુસ્તક 'લેટ મી સે ઈટ નાઓ (Let me say it now)' માં લખ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગને કસાબને મારવાની સોપારી મળી હતી. પુસ્તકમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI મુંબઈ હુમલાના તમામ આતંકીઓને હિન્દુ સાબિત કરવા માંગતી હતી. પુસ્તકમાં દાવો કરાયો છે કે કસાબની પાસે એક નકલી આઈકાર્ડ પણ મળી આવ્યું હતું. જેના પર સમીર ચૌધરી લખેલું હતું. મારિયાના દાવા મુજબ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ આમિર કસાબ જો ઘટનાસ્થળે જ માર્યો ગયો હોત તો આજે દુનિયા કદાચ આ ઘટનાને હિન્દુ આતંકવાદ માની બેઠી હોત. 26/11ના હુમલાને ISIની છત્રછાયામાં અંજામ આપનાર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાએ ભારતના જ હિન્દુઓ તરફથી કરવામાં આવેલા આતંકી હુમલાનું સ્વરૂપ આપવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. આ માટે કસાબના કાંડા પર હિન્દુઓનો પવિત્ર દોરો પણ બાંધવામાં આવ્યો હતો. ઓળખ પત્ર પણ બેંગ્લુરુના રહિશ તરીકે સમીર દિનેશ ચૌધરી અપાયું હતું. આ ષડયંત્રમાં દાઉદ ઈબ્રાહિમ ગેંગની મિલીભગત હતી.

આ પુસ્તકમાં જણાવાયું છે કે જો આ પ્લાન સફળ થઈ ગયો હોત તો તમામ અખબારો અને ટીવી ચેનલો પર હિન્દુ આતંકવાદના હેડિંગ જોવા મળત. તેમણે લખ્યું કે ત્યારે અખબારોમાં હેડલાઈન હોત કે કેવી રીતે હિન્દુ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો પરંતુ કસાબ જીવતો પકડાઈ જતા પ્લાન પર પાણી ફરી વળ્યું. અત્રે જણાવવાનું કે મારિયાના પુસ્તક પહેલા આવેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ હુમલાઓમાં સામેલ આતંકીઓ પાસેથી હૈદરાબાદના અરુણોદય કોલેજના આઈડી કાર્ડ્સ મળ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news