મનોહર પર્રિકરનાં નિર્ણયથી મંત્રીઓ ધુંવાપુંવા, આજે પદપરથી હટાવ્યા કાલે પાર્ટીમાંથી

પર્રિકર સરકારમાંથી બે મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ ભાજપમાં ફરી એકવાર ભડકો થવાની શક્યતા છે

મનોહર પર્રિકરનાં નિર્ણયથી મંત્રીઓ ધુંવાપુંવા, આજે પદપરથી હટાવ્યા કાલે પાર્ટીમાંથી

પણજી : મનોહર પર્રિકર અને ગોવા કેબિનેટથી સોમવારે હટાવવામાં અંગે નાખુશી વ્યક્ત કરતા ભાજપ ધારાસભ્ય ફ્રાંસિસ ડિસૂજાએ સવાલ કર્યો કે શું 20 વર્ષ સુધી પાર્ટીની સાથે વફાદારી નિભાવવાનું તેમને આ ફળ મળ્યું છે. 
ગોવા કેબિનેટમાંથી બે  મંત્રીઓને બહાર કઢાયા.

મુખ્યમંત્રી મનોહર પર્રિકરે સોમવારે સવારે એખ ચુકાદામાં પોતાની કેબિનેટનાં બિમાર રહેલા બે મંત્રીઓ ડિસુજા અને પાંડુરંગ મડકઇકરને બહાર કર્યા. હાલ અમેરિકાની એક હોસ્પિટલમાં દાખલ ડીસુજાએ ફોન પર પીટીઆઇ ભાષા સાથે વાત કરતા જણાવ્યું કે, પાર્ટીની સાથે 20 વર્ષની વફાદારીનું તેમને આ પરિણામ મળ્યું છે. ડિસુજા છેલ્લા 20 વર્ષથી સતત ઉતરી ગોવા જિલ્લાની માપુસા સીટથી ભાજપની ટીકિટ પર જીતી રહ્યા છે. તેમનો દાવો છે કે કેબિનેટમાંથી બહાર કાઢવામાં આવતા પહેલા તેમને વિશ્વાસમાં પણ નથી લેવામાં આવ્યા. 

કાલે સાંજે થયેલી વાતમાં પણ નહોતા અપાયા સંકેત- ડિસૂજા
શહેરી વિકાસમંત્રીના પદ પરથી હટાવાયેલા ડિસૂજાનું કહેવું છે કે મે કાલે સાંજે જ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી પરંતુ તેમણે કોઇ સંકેત આપ્યો નહોતો. કેબિનેટથી હટાવવામાં આવ્યા હોવાની માહિતી મળ્યા બાદ આજે જ્યારે મે મુખ્યમંત્રીને ફોન કર્યો તો તેમણે કહ્યું કે, આ પાર્ટી હાઇકમાન્ડનો નિર્ણય છે. 

વિજમંત્રીને પણ કેબિનેટમાંથી બહાર કઢાયા
ડિસૂજા ઉપરાંત પર્રિકરના કેબિનેટના વિજમંત્રી મડકઇગરને પણ હટાવવામાં આવ્યા છે જુન મહિનામાં પેરાલિસિસનો હૂમલો આવ્યા બાદ બીમાર પૂર્વ મંત્રીનું મુંબઇની હોસ્પિટમલાં સારવાર ચાલી રહી છે. આ બંન્નેના સ્થાને મિલિંદ નઇક અને નિલેશ કાબરાલનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

આજે પદથી હટાવ્યા કાલે પાર્ટીમાંથી નિકળશે- ડિસુજા
ડિસૂજાએ દાવો કર્યો કે પાર્ટી ગત્ત એક વર્ષથી તેમને કેબિનેટથી હટાવવાનાં પ્રયાસમાં જોડાઇ હતી. અંતત તેમણે એવું કરી લીધું. તેમણે કહ્યું કે, તેમણે આજે મને કેબિનેટથી હટાવી દીધા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news