અમરેલીઃ ધારી તાલુકાના વાવડી ગામમાં પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતનો આપઘાત

રાજ્યમાં આ વર્ષે પણ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતો પાણીને લઈને પરેશાન છે. 
 

 અમરેલીઃ ધારી તાલુકાના વાવડી ગામમાં પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતનો આપઘાત

અમરેલીઃ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામમાં એક ખેડૂતો પાક નિષ્ફળ જવાના ડરે આત્મહત્યા કરી છે. આપઘાત ખેડૂતનું નામ અનકભાઈ ગભરુભાઈ જેબલિયા (ઉંમર વર્ષ 35) જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જતા આ યુવાન ખેડૂત હિંમત હારી ગયો હતો. જેથી તેણે આ પગલું ભર્યું છે. આ ખેડૂતનું અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. નાના ગામમાં ખેડૂતે આપઘાત કરતા ગામમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news