Welcome 2020: ભારત સહિત વિશ્વએ કર્યાં નવા વર્ષના વધામણા, લોકોમાં અનેરો ઉત્સાહ

Welcome 2020: ભારત સહિત વિશ્વએ કર્યાં નવા વર્ષના વધામણા, લોકોમાં અનેરો ઉત્સાહ

નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં વર્ષ 2019ને વિદાય આપવામાં આવી છે. લોકોએ આનંદ-ઉમંગ સાથે નવા વર્ષ 2020નું સ્વાગત કરવામાં આવ્યું છે. ભારત સહિત વિશ્વના લોકો નવા અનેક આશાઓ સાથે નવા વર્ષના વધામણા કર્યાં છે. લોકોએ આતાશબાજી સાથે નવા વર્ષનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર લોકોએ કર્યું નવા વર્ષનું સ્વાગત.
 

— ANI (@ANI) December 31, 2019

છત્તીસગઢના રાયપુરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ કરી નવા વર્ષની ઉજવણી.

 

— ANI (@ANI) December 31, 2019

દેશ-દુનિયામાં નવા વર્ષનું સ્વાગત. દિલ્હી, મુંબઈ, ગોવા, લખનઉ, અમદાવાદ સહિત શહેરમાં જશ્નમાં ડૂબ્યા લોકો. 

થાઈલેન્ડમાં ચાઓ ફ્રયા નદીની આસપાસ લોકોએ આ રીતે કરી આતાશબાજી. 

ફિલિપાઇન્સથી મેટ્રો મનીલામાં 2020ના શેપમાં ચશ્મા લગાવેલી યુવતીઓ. કંઇક આવા અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યાં લોકો. 

ઈન્ડોનેશિયાના જકાર્તામાં મોનાસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા પર રંગબેરંગી વોટર શો. લોકો તેનો આનંદ ઉઠાવી રહ્યાં છે. 

મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા પર નવા વર્ષનું સ્વાગત કરવા લોકો એકઠા થયા છે. જુઓ તસવીરો

— ANI (@ANI) December 31, 2019

 

નવા વર્ષની પૂર્વ સંધ્યા પર સિંગાપુરના મરીના બેમાં કંઇક આ રીતે થઈ આતાશબાજી. 

મલેશિયાના પેટ્રોનાસ ટ્વિન ટાવરમાં નવા વર્ષનું સ્વાગત કંઇક આવા અંદાજમાં થયું. આ દરમિયાન આતાશબાજી જોવા લાયક હતી. 


ઈન્ડોનેશિયાના જકાર્તામાં નવા વર્ષનો જશ્ન મનાવવા માટે લોકો રેનકોટ પહેરીને એકઠા થયા છે. 

(તમામ ફોટો સાભારઃ ટ્વીટર)

હિમાચલ પ્રદેશઃ શિમલામાં નવા વર્ષની પૂર્વ સંધ્યા પર લોકો મોલ રોડ પર એકઠા થયા છે. જુઓ તસવીરો

— ANI (@ANI) December 31, 2019

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news