હરિયાણામાં આપ સાથે ગઠબંધન ન કરી કોંગ્રેસે કરી મોટી ભૂલ!, ભાજપે માત્ર 1.18 લાખ મતથી પાડી દીધો સૌથી મોટો ખેલ!
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ જીતની હેટ્રિક ફટકારી દીધી છે. 90 વિધાનસભાવાળી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 સીટ જીતી છે. પરંતુ મતની ટકાવારીની દ્રષ્ટિએ એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી સામે આવેલા આંકડા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ 48 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 37 સીટ આવી છે. આ સિવાય અન્યને પાંચ સીટ મળી છે. ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં જીતની હેટ્રિક ફટકારી છે. પરંતુ રાજકીય પાર્ટીઓને મળેલા મતના આંકડાને જોતા ચોંકાવનારી વાત સામે આવી છે.
વોટ શેરના આંકડાએ ચોંકાવ્યા
ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં કુલ 39.94 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 39.09 ટકા મત મળ્યા છે. એટલે કે બંનેની મતની ટકાવારીનું અંતર માત્ર .85 છે. પરંતુ સીટના મામલામાં ભાજપને કોંગ્રેસ કરતા 11 સીટો વધુ મળી છે.
કુલ મતની વાત કરવામાં આવે તો ભાજપને 55 લાખ 48 હજાર 800 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 54 લાખ 30 હજાર 602 મત મળ્યા છે. એટલે કે ભાજપને કોંગ્રેસ કરતા માત્ર 1 લાખ 18 હજાર 198 મત વધારે મળ્યા છે. તેમ છતાં બંને પાર્ટીઓ વચ્ચે સીટનું અંતર 11નું છે. પરંતુ આ આંકડામાં આમ આદમી પાર્ટીને પણ હરિયાણામાં 1.79 ટકા મત મળ્યા છે. ભલે આમ આદમી પાર્ટી એકપણ સીટ ન જીતી હોય પરંતુ તેને 2 લાખ 48 હજાર 455 મત મળ્યા છે.
જો કોંગ્રેસ આપ સાથે ગઠબંધન કરી લીધું હોત તો
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ન થતાં ભાજપને ફાયદો થયો છે. જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું હોત તો કદાચ બંનેને ફાયદો થયો હોત. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા મતનો સરવાળો કરવામાં આવે તો તે ભાજપ કરતા વધી જાય છે. જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતનો સરવાળો કરવામાં આવે તો તે 56 લાખ 79 હજાર 057 થાય છે. જ્યારે ભાજપને હરિયાણામાં 55 લાખ 48 હજાર 800 મત મળ્યા છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ (કુલ 90 સીટ)
ભાજપ - 48 સીટ
કોંગ્રેસ- 37 સી
INLD- 2 સીટ
અન્ય- 3 સીટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે