close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

article 370

કાશ્મીર મુદ્દે તુર્કીએ લીધો હતો પાકિસ્તાનનો પક્ષ, હવે PM મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત તુર્કી પ્રવાસ રદ કર્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને સપ્ટેમ્બરમાં થયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપ્યું હતું.

Oct 20, 2019, 07:44 AM IST

#AmitshahonZEE : કલમ-370 દૂર કરવાના નિર્ણય અંગે ગૃહમંત્રીએ જણાવી ઈનસાઈડ સ્ટોરી

અમિત શાહને જ્યારે પુછ્યું કે, કલમ-370 દૂર કરવાની સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરાઈ હતી? તેના અંગે તેમણે જણાવ્યું કે, જે લોકો દેશની ભલાઈનું વિચારે છે તેઓ આ બિલની તરફેણમાં રહેવાના હતા. જે લોકો વોટ બેન્કની રાજનીતિ કરે છે તેઓ તેનો વિરોધ કરવાના હતા. બે પક્ષ સ્પષ્ટ હતા. અનેક પાર્ટીઓ કે જે ચૂંટણીમાં અમારા વિરોધમાં હતી, તેમણે પણ કલમ-370 બાબતે સાથ આપ્યો હતો. અનેક લોકોએ પોતાની પાર્ટીની વાતને અવગણીને અમને વોટ આપ્યો હતો. બંને ગૃહમાં બે તૃતિયાંશથી વધુ બહુમત સાથે બિલ પસાર થયું હતું. 

Oct 15, 2019, 11:43 PM IST

કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા ફારૂક અબ્દુલ્લાના બહેન-પુત્રીની અટકાયત 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના બહેન સુરૈયા અને પુત્રી સાફિયાને પોલીસે અટકાયતમાં લીધા છે.

Oct 15, 2019, 03:16 PM IST

કાશ્મીરમાં 70 દિવસ પછી વાગી મોબાઈલની ઘંટડી, લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા

કાશ્મીર ઘાટીમાં લગભગ 60 લાખ મોબાઈલ કનેક્શન છે, જેમાંથી 40 લાખ પોસ્ટપેઈડ છે. રાજબાગના એક રહેવાસી બશીર અહેમદના ઘરે જાણે કે ઈદનો તહેવાર હતો. તે બપોરે 12 વાગ્યાથી જ પોતાના મિત્રો-સગા સંબંધીઓ સાથે વાતો કરવા લાગ્યો હતો. બશીરે કહ્યું કે, મોબાઈલ ફોન શરૂ થવાથી કાશ્મીરના રહેવાસીઓને ઘણી રાહત થશે. 
 

Oct 14, 2019, 09:41 PM IST

જમ્મુ-કાશ્મીરમાં Postpaid પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ, ઈન્ટરનેટ માટે હજુ રાહ જોવી પડશે

જમ્મુ અને કાશ્મીરમાં મોબાઈલ પોસ્ટપેડ સર્વિસ બહાલ કરી દેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર મોબાઈલ ફોન સેવાઓ અને ઈન્ટરનેટ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સમયગાળા દરમિયાન જો કે જમ્મુ અને લદાખમાં મોબાઈલ ફોન સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ કાશ્મીર ખીણમાં પાંચ ઓગસ્ટથી પ્રતિબંધ હતો. 

Oct 14, 2019, 01:28 PM IST

લોકોનાં હૃદયમાં 370 મુદ્દે જે આશંકા હતી તે PM મોદીએ ઉખાડી ફેંકી: શાહ

આ અગાઉ વડાપ્રધાન મોદીએ પણ જલગામ રેલીમાં 370નો ઉલ્લેખ કર્યો અને વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું

Oct 13, 2019, 05:37 PM IST

જમ્મુના મેયર ચંદ્રમોહનનું મહત્વનું નિવેદન, ‘અમારે જમ્મુમાં મિની ગુજરાત બનાવવું છે’

ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલ (All India Mayors Council) ના સભ્યોની એક બેઠકનું આયોજન સુરત (Surat)માં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ જમ્મુ-કાશ્મીરથી આવેલા જમ્મુના મેયર ચંદ્રમોહન ગુપ્તા (ChandraMohan Gupta)એ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. ચંદ્રમોહન ગુજરાત અને સુરતના વિકાસથી અભિભૂત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, સરકારે 370 ની (Article 370) કલમ હટાવીને ખૂબ મહત્વનું પગલું ભર્યું છે. જમ્મુ કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે, ત્યારે જમ્મુનો વિકાસ કરવો એ અમારા માટે મહત્વનું છે. ગુજરાતીઓ સૌથી વધુ જમ્મુ-કાશ્મીર (jammu Kashmir) ની મુલાકાત લે છે. ત્યારે અમારી ઇચ્છા છે કે અમારે જમ્મુમાં મિની ગુજરાત બનાવવું છે. ગુજરાતના લોકોના ઘર જમ્મુમાં હોય અને બિઝનેસ માટેની ઓફિસો પણ ત્યાં હોય તેવું અમે ઈચ્છીએ છીએ.

Oct 13, 2019, 02:29 PM IST

370 હટવાથી પાકિસ્તાન અને રાહુલ ગાંધી બે વ્યક્તિને જ દુખ થયું છે: યોગી

ભાજપ ઉમેદવાર સોનાલી ફોગાટ માટે યોજાયેલી રેલીમાં રાજ્યસભા સાંસદ ડીપી વત્સ, પૂર્વ મંત્રી સમ્પત સિંહ પણ હાજર રહ્યા હતા

Oct 12, 2019, 09:24 PM IST

જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ

કાશ્મીરના 99 વિસ્તારોમાંથી તમામ પ્રતિબંધો હટી ચુક્યા છે, જમ્મુ કાશ્મીરની પોસ્ટપેઇડ મોબાઇલ સેવા પણ સોમવારે બપોરે 12 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે

Oct 12, 2019, 08:08 PM IST

પાકિસ્તાનને જબરદસ્ત લપડાક, શી જિનપિંગ-પીએમ મોદી વચ્ચે શું વાતચીત થઈ? તે ખાસ જાણો 

ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન બીજા દિવસે ચેન્નાઈના કોવલમમાં જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે વાતચીત થઈ તેમાં કાશ્મીર મુદ્દો ઉઠ્યો નહતો. 

Oct 12, 2019, 02:41 PM IST

Breaking: જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર બપોરથી તમામ Postpaid મોબાઈલ સેવાઓ શરૂ થઈ જશે

કાશ્મીર (Kashmir)થી કલમ 370 હટાવાયા બાદ સુરક્ષા કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો ધીરે ધીરે હટાવી લેવામાં આવી રહ્યાં છે.

Oct 12, 2019, 12:50 PM IST

કોંગ્રેસ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે, રાહુલ ગાંધી જવાબ આપે: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ચૂંટણી સભામાં કોંગ્રેસ પર કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ. અમિત શાહે કહ્યું કે ગઈ કાલે એક ફોટો આવ્યો જેમાં કમલ ધાલીવાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના ઓવરસીઝ અધ્યક્ષ અને રાહુલ ગાંધીના નીકટ ગણાય છે તેમણે લેબર પાર્ટી સાથે ફોટો પડાવ્યો અને તેમને જણાવ્યું કે કાશ્મીરમાં સ્થિતિ ઠીક નથી. કાશ્મીર આપણો આંતરિક મુદ્દો છે પરંતુ કોંગ્રેસ તેનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી તમે સ્પષ્ટ કરો કે કાશ્મીર મામલે તમારું સ્ટેન્ડ શું છે. 

Oct 11, 2019, 01:11 PM IST

જમ્મુ-કાશ્મીરમાં આજથી પ્રતિબંધ હટતા પર્યટકો માટે 'દરવાજા ખુલ્લા'  સરકારે બહાર પાડી એડવાઈઝરી

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ની અર્થવ્યવસ્થાની લાઈફલાઈન એવા પર્યટકોની અવરજવર પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે હવે હટાવી દેવાયો છે.

Oct 10, 2019, 01:45 PM IST

કાશ્મીર: અટકાયતમાં લેવાયેલા 3 નેતાઓનો આજે થશે છૂટકારો, બોન્ડ સાઈન કરાવવામાં આવ્યાં

કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવવામાં આવી તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂપે કાશ્મીર ખીણના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જો કે હવે તેમના છૂટકારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Oct 10, 2019, 12:02 PM IST

જાહેરમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ ઈમરાન ખાનના જુઠ્ઠાણા ગણાવ્યા

પાકિસ્તાન (Pakistan) ની નવાઝ શરીફ સરકારમાં વિદેશ મંત્રી રહેલા મોહંમદ આસિફે વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) સરકારને જુઠ્ઠી સરકાર બતાવી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાની ભૂલ પર શરમ પણ નથી આવતી. એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા સમયે ખ્વાજાએ કહ્યું કે, ગત 12 મહિનામાં વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ખોટી ટ્વિટ કરી છે. સમુદ્રમાંથી તેલ કાઢવાનું હતું તેનું શું થયું. જ્યારે કે તેલની 12 ટકા જ શક્યતા હતા. હવે તો તેઓ ગણતરી પણ ભૂલી ચૂક્યા છે કે, પીએમએ કેટલી ખોટી ટ્વિટ કરી છે. ટ્વિટ કરીને ફરી ગયા છે. પોતાની ભૂલ પર તેઓને શરમ પણ નથી આવતી. 

Oct 6, 2019, 11:37 AM IST

200 ભાગલાવાદી નેતા હોટલમાં નજરકેદ, દરેક કાશ્મીરી દેશ વિરોધી નથી: રામ માધવ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે શુક્રવારે કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયુ છે. તે દેશના કોઈ પણ અન્ય રાજ્યની જેમ છે. બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાં છે.

Oct 5, 2019, 09:05 AM IST

કાશ્મીર અમારો આંતરિક મુદ્દો, મલેશિયા-તુર્કી તેનાથી દુર રહે: ભારત

મુંબઇ હુમલાના ગુનેગાર આતંકવાદી હાફિઝ સઇદ માટે પોકેટમનીની પરવાનગી માંગવા અંગે ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાકિસ્તાને આ પગલા અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે પાડોશી દેશના બેવડા ચરિત્રને દર્શાવે છે. ભારતે તુર્કી અને મલેશિયાને પણ કાશ્મીર મુદ્દે સલાહ આપતા કહ્યું કે, આ સંપુર્ણ પ્રકારે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતે મલેશિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમણે આ મુદ્દે બિનજરૂરી નિવેદનબાજીથી બચવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ રાષ્ટ્રમાં બંન્ને દેશોએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો અને તેની ભાષામાં કાશ્મીરીઓ પ્રત્યે હમદર્દી વ્યક્ત કરી હતી.

Oct 4, 2019, 07:30 PM IST

કલમ 370: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે આપ્યો 4 અઠવાડિયાનો સમય 

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ થઈ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.

Oct 1, 2019, 12:41 PM IST

370 હટ્યા બાદ J-K માં પહેલીવાર થશે BDC ચૂંટણી, સરપંચે કહ્યું 70 વર્ષ બાદ સપનું પૂર્ણ

અનુચ્છેદ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલી બીડીસી ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે

Sep 29, 2019, 11:50 PM IST

કાશ્મીરના વિકાસ માટે ઝડપથી કામ કરી રહી છે મોદી સરકાર, વેપારીઓનાં "અચ્છે દિન"

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ રાજ્યને કેન્દ્રની મોદી સરકાર તરફથી નવા નવા પ્રોજેક્ટની સોગાત મળી રહી છે

Sep 27, 2019, 06:31 PM IST