આ ખૂબસુરત બલા લોકોના 33,000 કરોડ લઈ ફરાર, વિશ્વની ટોચની એજન્સીનો આવી ગયો પરસેવો

ક્રિપ્ટોકરન્સી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહી છે.  વર્ષ 2014 માં રૂજા ઇગ્નાટોવાએ તેની નવી ક્રિપ્ટોકરન્સી 'OneCoin' રજૂ કરી. તેણે તેના મિત્ર ગ્રીનવુડ સાથે 'વનકોઈન'માં ડેબ્યૂ કર્યું હતું.

આ ખૂબસુરત બલા લોકોના 33,000 કરોડ લઈ ફરાર, વિશ્વની ટોચની એજન્સીનો આવી ગયો પરસેવો

તમને વિશ્વાસ નહીં આવે પણ વર્ષ 2014 માં રૂજા ઇગ્નાટોવાએ (Ruja Ignatova) તેની નવી ક્રિપ્ટોકરન્સી 'OneCoin' રજૂ કરી. પરંતુ થોડા મહિના પછી રૂજાએ તમામ રોકાણકારો સાથે છેતરપિંડી કરી અને $4 બિલિયન લઈને ભાગી ગઈ છે.

એક છોકરી જે તેના અભ્યાસ દરમિયાન એવા પુસ્તકો વાંચવાનું ટાળતી હતી, જેમાં ફક્ત પૈસા કેવી રીતે કમાવવા તે કહેવામાં આવે છે. જો કે, થોડા વર્ષો પછી, તે ક્રિપ્ટોક્વીન તરીકે જાણીતી થઈ. પરંતુ થોડા મહિના પછી તે એક મોટી છેતરપિંડીમાં ફસાઈ ગઈ અને આ ઘટનાથી દુનિયાને ચોંકાવી દીધી. ક્રિપ્ટોક્વીન તરીકે ઓળખાતી રૂજા ઇગ્નાટોવા પર ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ US $1,00,000નું ઇનામ રાખ્યું છે. તે FBIની ટોપ 10 ભાગેડુઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

ક્રિપ્ટોકરન્સી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહી છે.  વર્ષ 2014 માં રૂજા ઇગ્નાટોવાએ તેની નવી ક્રિપ્ટોકરન્સી 'OneCoin' રજૂ કરી. તેણે તેના મિત્ર ગ્રીનવુડ સાથે 'વનકોઈન'માં ડેબ્યૂ કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન બજારમાંથી અદૃશ્ય થઈ જશે અને 'વનકોઈન' ભવિષ્યની ક્રિપ્ટોકરન્સી હશે.

તેમણે વનકોઈનને 'બિટકોઈન' નો કિલર કહ્યો હતો. રુજા અને તેમની ટીમે લોકોને OneCoin તરફ આકર્ષવા માટે ખાસ મીટિંગ્સ અને વેબિનારનું આયોજન કર્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે યુએસથી લઈને યુરોપના વિવિધ દેશોમાં વનકોઈનમાં રોકાણ કરવામાં આવ્યું છે.

રોકાણકારોએ ભારે રોકાણ કર્યું
તેમના દાવાઓથી પ્રભાવિત થઈને, ઘણા દેશોના લોકોએ OneCoinમાં ભારે રોકાણ કર્યું. પરંતુ થોડા મહિના પછી રૂજા તમામ રોકાણકારો સાથે છેતરપિંડી કરીને ગાયબ થઈ ગઈ હતી. અમેરિકન તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ને જાણવા મળ્યું કે રૂજા $ 4 બિલિયન સાથે ફરાર છે, જેની કિંમત ભારતીય રૂપિયામાં લગભગ 33000 કરોડ છે.

છેલ્લે ગ્રીસમાં જોવામાં મળી
રૂજા 17 ઓક્ટોબર 2017ના રોજ બલ્ગેરિયાથી ફ્લાઈટમાં ગ્રીસ જવા રવાના થઈ હતી. ત્યારપછી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેના ઠેકાણા અંગે હજુ પણ રહસ્ય છે. આ દરમિયાન, મીડિયા રિપોર્ટ્સમાં ભૂતકાળમાં જાણવા મળ્યું હતું કે તે લંડનમાં એપાર્ટમેન્ટ વેચવાનો પ્રયાસ કરી રહી છે, જે કંપનીના નામે ખરીદ્યું હતું. જ્યારે તેને વેચાણ માટે લિસ્ટ કરવામાં આવ્યું ત્યારે મૂળ માલિકની જગ્યાએ રૂજાનું નામ અને વિગતો આપવામાં આવી હતી.

વિશ્વના સૌથી મોટા કૌભાંડોમાંનું એક
અમેરિકાની ફેડરલ એજન્સીઓ માને છે કે આ વિશ્વની સૌથી મોટી છેતરપિંડીની યોજનાઓમાંથી એક છે. વર્ષ 2014 થી વર્ષ 2016 ના અંત સુધીમાં કંપનીને 175 દેશોમાંથી $4 બિલિયનનું રોકાણ પ્રાપ્ત થયું છે. એકલા યુ.એસ.માંથી OneCoin માં $50 મિલિયનનું રોકાણ કરવામાં આવ્યું હતું. મલ્ટિલેવલ નેટવર્કિંગ માર્કેટિંગ મોડલ પર કામ કરવાનો દાવો કરતી કંપની પોન્ઝી સ્કીમ ચલાવી રહી હતી.

છેતરપિંડીનો પ્લાન પહેલેથી જ હતો
રૂજાએ શરૂઆતથી જ વિચાર્યું હતું કે તેણે છેતરપિંડી કરવી છે. તપાસ એજન્સીઓને ઈ-મેલના રૂપમાં આના પુરાવા મળ્યા છે. જેમાં તેણે OneCoinના સહ-સ્થાપક ગ્રીનવુડને કહ્યું હતું કે અમે વાસ્તવમાં કોઈપણ ક્રિપ્ટોકરન્સીની માઈન નથી. પણ લોકો આવી ખોટી વાતો કહે છે. કંપની ડૂબી જવાની સ્થિતિમાં અપનાવવામાં આવનારી વ્યૂહરચના તેમણે પહેલેથી જ તૈયાર કરી લીધી હતી. રૂજાએ એકવાર સહ-સ્થાપકને કહ્યું કે જો આવું થયું હોય, તો તેણે બધા પૈસા લઈને ભાગી જવું જોઈએ અને કોઈ બીજાને દોષી ઠેરવવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news