ચીન 30, પાકિસ્તાન 31 અને ભારત 7..... આ રેન્કિંગ જોઈને ગદગદ થઈ જશો તમે

US VISA rejection : ઘણા દેશો માટે યુએસ વિઝા મેળવવા ખૂબ મુશ્કેલ છે. વર્ષ 2022માં અમેરિકાએ માઇક્રોનેશિયા નામના દેશની 100 ટકા વિઝા અરજીઓ રદ કરી દીધી હતી. ચીનની 30 ટકા અને પાકિસ્તાનની 31 ટકા વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. તે જ સમયે, ભારતની માત્ર 7 ટકા વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.
 

ચીન 30, પાકિસ્તાન 31 અને ભારત 7..... આ રેન્કિંગ જોઈને ગદગદ થઈ જશો તમે

નવી દિલ્હીઃ અમેરિકાના વિઝા મેળવવા (US Visa)ભારતીયો માટે સરળ છે. પરંતુ ઘણા એવા દેશ છે, જ્યાંના લોકો માટે અમેરિકાના વિઝા મેળવવા ખુબ મુશ્કેલ છે. કેટલાક દેશો માટે તો આ અશક્યને શક્ય કરવા જેવું છે. વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટિક્સે યૂએસએ વિઝા રિજેક્શન રેટ 2022 લિસ્ટ (USA VISA rejection) જારી કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાએ ક્યા દેશની દેશની કેટલા ટકા વિઝા અરજી (Visa Application) રિજેક્ટ કરી છે. આ લિસ્ટમાં ટોપ પર મોનાકો છે. વર્ષ 2022માં મોનોકોના 0 ટકા યૂએસ વિઝા અરજી રદ્દ થઈ હતી. એટલે કે મોનોકોના જે વ્યક્તિએ અમેરિકાના વિઝા માટે અરજી કરી તેને વિઝા મળી ગયા છે. ત્યારબાદ બીજા સ્થાને ઈઝરાયલ છે. ઈઝરાયલના માત્ર બે ટકા વિઝા રદ્દ થયા છે. તો જાપાનના 6 ટકા, હોંગકોંગના 5 ટકા અને આર્જેન્ટીનાની ચાર ટકા વિઝા અરજી રદ્દ થઈ છે. 

આ દેશની દરેક વિઝા અરજી થઈ રદ્દ
વર્ષ 2020માં એક દેશ એવો પણ છે જેની 100 ટકા યુએસ વિઝા અરજી રિજેક્ટ કરી દેવામાં આવી છે. આ દેશ હતો માઇક્રોનેશિયા (Micronesia) અહીંના કોઈ વ્યક્તિને અમેરિકાના વિઝા મળી શક્યા નહીં. ત્યારબાદ મોરિટાનિયાના 90 ટકા, સોમાલિયાના 74 ટકા, રવાન્ડાના 36 ટકા અને કેનેડાની 58 ટકા વિઝા અરજી રદ્દ થઈ હતી. 

ઇરાક-અમેરિકાના લોકોને મુશ્કેલીથી મળે છે વિઝા
અમેરિકાએ ઇરાક, ઈરાન અને અફઘાનિસ્તાનની વિઝા અરજી મોટા પ્રમાણમાં રદ્દ કરી છે. અમેરિકાએ ઈરાનની 54 ટકા, અફઘાનિસ્તાનની 53 ટકા અને ઈરાકની 54 ટકા વિઝા અરજી રદ્દ કરી હતી. એટલે કે ઇરાનના જેટલા લોકોએ યુએસ વિઝા માટે અરજી કરી હતી તેમાંથી અડધા કરતા વધુ લોકોને વિઝા મળ્યા નહીં. 

🇲🇨Monaco → 0%
🇮🇱Israel → 2%
🇦🇷Argentina → 4%
🇭🇰Hong Kong → 5%
🇯🇵Japan → 6%
🇲🇽Mexico → 6%
🇮🇳India → 7%
🇨🇿Czechia → 8%
🇵🇹Portugal → 9%
🇿🇦South Africa → 10%
🇦🇪UAE → 10%
🇸🇬Singapore → 10%
🇪🇸Spain → 11%
🇵🇭Philippines → 12%
🇩🇪Germany →…

— World of Statistics (@stats_feed) June 20, 2023

પાકિસ્તાન-ચીન પણ પાછળ
પાકિસ્તાન અને ચીનના લોકો પણ યુએસ વિઝા મેળવવામાં પાછળ છે. અમેરિકાએ વર્ષ 2022માં ચીનની 30 ટકા વિઝા અરજી રદ્દ કરી હતી. તો પાકિસ્તાનની 31 ટકા વિઝા અરજી રદ્દ કરી છે. આ સિવાય સીરિયાના 43 ટકા અને બાંગ્લાદેશના 30 ટકા એપ્લીકેશન રદ્દ કરવામાં આવી હતી. 

ભારત ટોપ-10માં
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આ લિસ્ટમાં ભારત ટોપ-10માં છે. વર્ષ 2022માં અમેરિકાએ માત્ર ભારતની સાત ટકા વિઝા અરજી રદ્દ કરી હતી. એટલે કે ભારતના 100 લોકોએ વિઝા માટે અરજી કરી તો 93 લોકોને વિઝા મળી ગયા હતા. આ લિસ્ટમાં ભારતની નીચે ઘણા મોટા દેશ છે. જેમ કે યુકેના 16 ટકા, સાઉદી અરબના 14 ટકા, ઓસ્ટ્રેલિયાના 13 ટકા, ન્યૂઝીલેન્ડના 13 ટકા, ફ્રાન્સના 13 ટકા, જર્મનીના 12 ટકા અને સ્પેનની 11 ટકા યુએસ વિઝા અરજી રિજેક્ટ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news