ચિંતા કરવાની જરૂર નથી, ભારતના આટલા રાજ્યોમાં છુપાયેલો છે મોટો ખજાનો...

પ્રાચીન ભારત વૈશ્વિક વેપારનું કેન્દ્ર હતું. આ જ કારણ હતું કે અંગ્રેજોએ ભારત પર કબજો કર્યો. જ્યારે અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારે ભારતનું અર્થતંત્ર ભાંગી પડ્યું, પરંતુ આજે પણ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં અબજો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે. એવી પાંચ જગ્યાઓ છે જ્યાં અપાર સંપત્તિ હોવાનો દાવો છે...

ચિંતા કરવાની જરૂર નથી, ભારતના આટલા રાજ્યોમાં છુપાયેલો છે મોટો ખજાનો...

નવી દિલ્લીઃ એક સમય હતો જ્યારે ભારતને ‘સોને કી ચીડિયા..’ કહેવામાં આવતું હતું. કારણકે પ્રાચીન ભારતમાં ઘણી સંપત્તિ હતી. આ જ કારણ હતું કે ભારત પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવતા હતા. કેટલાક લોકો માને છે કે ભારત માત્ર મસાલાની નિકાસમાં આગળ હતું, પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી. ભારત માત્ર મસાલા જ નહીં પરંતુ અન્ય ઘણી વસ્તુઓની નિકાસમાં અગ્રણી દેશ હતો.

પ્રાચીન ભારત વૈશ્વિક વેપારનું કેન્દ્ર હતું. આ જ કારણ હતું કે અંગ્રેજોએ ભારત પર કબજો કર્યો. જ્યારે અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારે ભારતનું અર્થતંત્ર ભાંગી પડ્યું, પરંતુ આજે પણ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં અબજો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે. એવી પાંચ જગ્યાઓ છે જ્યાં અપાર સંપત્તિ હોવાનો દાવો છે, એવું કહેવામાં આવે છે કે જો કોઈને આ મિલકતનો થોડો ભાગ મળે તો તે રાતોરાત અમીર બની શકે છે.

કેરળમાં પદ્મનાભસ્વામી મંદિર-
કેરળના તિરુવનંતપુરમ સ્થિત ભગવાન વિષ્ણુનું પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિર ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. આ સાથે, તે દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. આ મંદિર તેની ભવ્યતા અને સંપત્તિ માટે જ નહીં પણ તેના રહસ્યોને કારણે પણ ચર્ચામાં રહે છે. અહીં એક ગુપ્ત ખજાનો છુપાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે અહીં ભોંયરામાં એટલો ખજાનો છુપાયો છે જેનો અંદાજ પણ લગાવી શકાતો નથી. 2011માં કોર્ટના આદેશ બાદ આ મંદિરના ભોંયરાના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે આ દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે દરેકને તેમાં રત્ન, કિંમતી હીરા અને ઝવેરાત જોઈને આશ્ચર્ય થયું. આમાંથી મળેલી સંપત્તિની કિંમત અંદાજે 22 અબજ રૂપિયા એટલે કે લગભગ 1.3 લાખ કરોડ રૂપિયા છે. આ મિલકત મંદિરના ટ્રસ્ટને આપવામાં આવી હતી. હાલમાં, આજે પણ આ મંદિરના સાત દ્વારા બંધ છે. સુપ્રીમ કોર્ટે તેને ખોલવાનો આદેશ પણ આપ્યો હતો, પરંતુ આ મંદિરમાં આસ્થા રાખનારા પુજારીઓ કહે છે કે આ ખજાનો ભગવાન વિષ્ણુના અવતારથી સુરક્ષિત છે, અને જો આ દરવાજો ખોલવામાં આવે તો ભારે વિનાશ થઈ શકે છે.

બિહારમાં સોનાના ભંડારની ગુફાઓ-
પાંચમી સદીમાં બિમ્બિસાર મગધનો રાજા હતો. રાજા બિમ્બિસાર પછી જ મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર થયો. એવું માનવામાં આવે છે કે બિમ્બિસારનો ખજાનો અહીં છુપાયેલો છે. તેમનું નામ સૂચવે છે તેમ, સોન ભંડાર ગુફાઓ એટલે સોનાનાં ભંડારની ગુફાઓ. બિહારના રાજગીરમાં બે ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ વિશે દાવો કરવામાં આવે છે કે અહીં સોનાનો ભંડાર છુપાવવામાં આવ્યો છે. આ ગુફાઓમાં છુપાયેલા ખજાનાને સુરક્ષિત રાખવા માટે, ખાસ પ્રકારનો દ્વાર બનાવવામાં આવ્યો છે. તેના પર એક ખાસ લિપી કોતરવામાં આવી છે. જે આજ સુધી કોઈ વાંચી શક્યું નથી. આ ગુફાઓ વિશે કહેવામાં આવે છે કે, જો કોઈ ગુફા પર કોતરેલી લિપીને સમજી શકે તે જ તેના દ્વારાને ખોલી શકે છે.

આંધ્રપ્રદેશની કૃષ્ણા નદીનો ખજાનો-
ઘણા સમય પહેલા, આંધ્રપ્રદેશના ગુંટૂરમાં વહેતી કૃષ્ણા નદીનો તટ વિસ્તાર ત્યાંના હીરા માટે પ્રખ્યાત હતો. હિન્દુ ધર્મમાં માનનારા લોકો કૃષ્ણા નદીને પવિત્ર નદી માને છે. આ સિવાય, કૃષ્ણા નદી વિશ્વના સૌથી કિંમતી અને પ્રખ્યાત કોહિનૂર હીરા માટે પણ જાણીતી છે. અહીંની જ ગોળકુંડા ખાણમાંથી કોહિનૂર હીરો કાઢવામાં આવ્યો હતો. આ નદી હીરાની ચોથી સૌથી મોટી ખાણ હોવાનું માનવામાં આવે છે. આ નદી વિશે કહેવામાં આવે છે કે એક સમય હતો જ્યારે આ નદી હીરાનો મુખ્ય સ્ત્રોત હતી અને વિશ્વના દર દસમાંથી સાત હીરા આ નદીમાંથી મળ્યા હતા. આ નદી આંધ્રપ્રદેશમાંથી પસાર થતા ચાર રાજ્યો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે.

કર્ણાટક મોક્કમ્બિકા મંદિરનો ખજાનો-
કર્ણાટકના પશ્ચિમ ઘાટના કોલ્લૂરમાં મોક્કમ્બિકા મંદિર આવેલું છે. આ મંદિરમાં ખજાનો છુપાવવામાં આવ્યો હોવાનો પણ દાવો છે. લોકો માને છે કે સાપ અહીં છુપાયેલા ખજાનાની રક્ષા કરે છે. અહીં સાપનું પ્રતીક પણ છે. એવું માનવામાં આવે છે કે પહેલાના સમયમાં, જ્યાં ખજાનો છુપાવ્યો હોય, ત્યાં ઓળખ માટે કેટલાક ખાસ ચિહ્નો બનાવવામાં આવ્યા હતા. હાલમાં, ખજાનો અહીં દફનાવવામાં આવ્યો હોવાના દાવા સિવાય, મંદિરમાં રાખવામાં આવેલા ઝવેરાતની કિંમત આશરે 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

રાજસ્થાનનો જયગઢ કિલ્લો-
રાજસ્થાન કિલ્લાઓનો ગઢ છે, અહીં ઘણાં કિલ્લાઓ બાંધવામાં આવ્યા છે અને દરેક કિલ્લાનો પોતાનો ઈતિહાસ છે. ઐતિહાસિક સ્તોત્ર મુજબ, જયપુરના રાજા માનસિંહ દ્વારા બાંધવામાં આવેલા જયગઢ કિલ્લામાં ખજાનો છુપાવવામાં આવ્યો છે. અકબરની સેનામાં માનસિંહ પણ કમાન્ડર હતા. અકબરની સેનાનું નેતૃત્વ કરતી વખતે તેણે ઘણા યુદ્ધો જીત્યા. એવું કહેવાય છે કે એક વખત તે આ જ રીતે અફઘાનિસ્તાન ગયા હતા, જ્યાં તેણે વિદ્રોહીઓને ખદેડી મૂક્યા એટલું જ નહીં, ત્યાંથી મૂલ્યવાન સોનું અને ચાંદી પણ લઈ આવ્યા. પરંતુ આ ખજાનોને તેમણે મુઘલ સામ્રાજ્યને સોંપવાના બદલે કિલ્લામાં ક્યાંક પોતાની સાથે છુપાયેલો રાખ્યો. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન અહીં ખજાનો શોધવાના આદેશો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આજ સુધી અહીં ખજાના વિશે કોઈ નક્કર માહિતી નથી. જોકે લોકો માને છે કે આજે પણ ખજાનો અહીં ક્યાંક છુપાયેલો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news