Indian Railways : બદલાઈ ગયા ટ્રેનમાં રાત્રે મુસાફરી કરવાના નિયમ, હવે મોબાઈલ લવરની ખૈર નહી

ભારતીય રેલવે (Indian Railways) દ્વારા સમયાંતરે ટ્રેનમાં મુસાફરીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. રેલવે દ્વારા બદલાઈ રહેલા આ નવા નિયમો વિશે તમારી પાસે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.

Indian Railways : બદલાઈ ગયા ટ્રેનમાં રાત્રે મુસાફરી કરવાના નિયમ, હવે મોબાઈલ લવરની ખૈર નહી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways) દ્વારા સમયાંતરે ટ્રેનમાં મુસાફરીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. રેલવે દ્વારા બદલાઈ રહેલા આ નવા નિયમો વિશે તમારી પાસે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. આ વખતે રેલવેએ રાત્રે મુસાફરોને (Night Journey) ઊંઘમાં થનાર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવ્યા છે. ત્યારબાદ રાત્રે મુસાફરોની ઊંઘ ખરાબ થશે નહી.

તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા નવા નિયમો
અમારી સહયોગી વેબસાઈટ india.com માં પ્રકાશિત સમાચાર અનુસાર નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, હવે તમારી આસપાસ કોઈ પણ પેસેન્જર (Train Passenger) મોબાઈલ પર મોટેથી વાત કરી શકશે નહીં અને ન તો મોટા અવાજમાં ગીતો સાંભળી શકશે. મુસાફરોની ફરિયાદ મળતાં રેલવે આવા લોકો સામે કાર્યવાહી કરશે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન સ્ટાફની જવાબદારી રહેશે
નવા નિયમો હેઠળ એવી જોગવાઈ પણ છે કે જો ટ્રેનમાં મુસાફર તરફથી મળેલી ફરિયાદનું નિરાકરણ ન આવે તો ટ્રેન સ્ટાફની જવાબદારી નક્કી કરી શકાય છે. રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા તમામ ઝોનને આ નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

યાત્રીઓ દ્રારા મળતી હતી ફરિયાદો
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘણીવાર મુસાફરો બાજુની સીટ પર હાજર યાત્રી દ્રારા મોબાઈલ પર મોટેથી વાત કરવાની અથવા સંગીત સાંભળવાની ફરિયાદ કરતા હતા. આ ઉપરાંત અમુક ગ્રુપ રાત્રે મોટેથી વાતો કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. રેલવેના સ્કોટ અથવા મેઇન્ટેનન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટેથી વાત કરે છે ત્યારે આવા કિસ્સાઓ પણ ધ્યાન પર આવ્યા હતા. જેના કારણે મુસાફરોની ઉંઘ બગડી છે. રાત્રીના સમયે લાઇટો ચાલુ રાખવાને લઇને ઝઘડા થતા હતા.

હવે આ છે રાત્રે 10 વાગ્યાની ગાઇડલાઇન
- કોઈપણ મુસાફર મોટેથી વાત કરશે નહીં કે મોબાઈલ પર મોટેથી સંગીત સાંભળશે નહીં.
- રાત્રિના સમયે નાઇટ લાઇટ સિવાયની તમામ લાઇટો બંધ કરવી પડે છે, જેથી સહ-પ્રવાસીઓની ઊંઘમાં ખલેલ ન પડે.
- ગ્રૂપમાં દોડનાર મુસાફરો ટ્રેનમાં મોડી રાત સુધી વાત કરી શકશે નહીં. સહ-યાત્રીની ફરિયાદ પર કાર્યવાહી થઈ શકે છે.
- ચેકિંગ સ્ટાફ, આરપીએફ, ઇલેક્ટ્રિશિયન, કેટરિંગ સ્ટાફ અને મેઇન્ટેનન્સ સ્ટાફ રાત્રે શાંતિથી કામ કરશે.
- રેલવે સ્ટાફ 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો, દિવ્યાંગજન અને એકલી મહિલાઓને રેલવે સ્ટાફ જરૂર પડતાં તાત્કાલિક મદદ પૂરી પાડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news