50 વર્ષનું સૌથી મોટું 'સોલર સ્ટોર્મ' : Aditya-L1એ કેપ્ચર કર્યાં ભયાનક દ્રશ્ય, સૂર્ય પર મહાકાય વિસ્ફોટો

Aditya L1 Mission: સૂર્યની સપાટી પર ઉભા થયેલા ભયાનક સૌર તોફાન તાજેતરમાં પૃથ્વીથી ટકરાયું હતું. ઈસરોના આદિત્ય-એલ1 પર લાગેલા પેલોડે આ ઈવેન્ટને કેદ કરી છે. 

50 વર્ષનું સૌથી મોટું 'સોલર સ્ટોર્મ' : Aditya-L1એ કેપ્ચર કર્યાં ભયાનક દ્રશ્ય, સૂર્ય પર મહાકાય વિસ્ફોટો

નવી દિલ્હીઃ સૂર્ય પર છેલ્લાં 3 દિવસમાં ભયાનકતાની તમામ હદો વટાવે તેવા મહાકાય વિસ્ફોટ થયા છે.. જી હાં, મોટા ભાગે એક જ સ્થળે આ વિસ્ફોટ થતાં પૃથ્વી પર સપ્તાહના અંતમાં ભયંકર વાવાઝોડું આવ્યું. વાવાઝોડું એટલું ભયાનક હતું કે તેમની તિવ્રતા પૃથ્વી પર પણ દેખાઈ હતી. પૃથ્વી પર શું થઈ આની અસર અને કેવી રીતે આદિત્ય L-1માં કેપ્ચર થયું સૂર્ય વાવાઝોડું જુઓ આ રિપોર્ટમાં.. 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ તાજેતરની સૌર વિસ્ફોટની ઘટનાને અવકાશમાં ત્રણ અલગ-અલગ સ્થળે કેપ્ચર કરી છે. આ ત્રણ લોકેશનમાં એક છે પૃથ્વી, પૃથ્વી અને સૂર્યની વચ્ચેનો L1 પોઈન્ટ અને ચંદ્ર. આ સૌર ઘટનાને સોલર સ્ટોર્મ પણ કહેવામાં આવે છે.

11થી 14 મેની વચ્ચે સૂર્યમાં ચાર મોટા વિસ્ફોટ થયા.
એના કારણે આ સપ્તાહના અંતે ભયંકર સૌર વાવાઝોડું આવ્યું. 
સૂર્યમાં હજુ પણ વિસ્ફોટ થઈ રહ્યા છે.. 
10 મે, 2024ના રોજ સૂર્યમાં એક એક્ટિવ ધબ્બો દેખાયો જેને AR3664 નામ આપવામાં આવ્યું હતું.. 

સૂર્યની એક લહેર ઝડપથી પૃથ્વી તરફ આવી. આ X5.8 વર્ગનો સૌર તરંગ હતો. આ તીવ્ર સૌર તરંગને કારણે પૃથ્વીના સૂર્યની સામેના ભાગમાં હાઇ ફ્રિકવન્સી રેડિયો સિગ્નલો સમાપ્ત થઈ રહ્યાં છે.. આ સમયે સૂર્ય પર જ્યાં એક મોટો સનસ્પોટ રચાયો છે એ જગ્યા પૃથ્વીની પહોળાઈ કરતાં 17 ગણી વધારે છે. સૂર્યની તીવ્ર સૌર તરંગોને કારણે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પ્રદેશનું વાતાવરણ સુપરચાર્જ થઈ ગયું, જેના કારણે સમગ્ર ઉત્તરી ગોળાર્ધમાં ઘણી જગ્યાએ નોર્ધન લાઈટ્સ જોવા મળી હતી.

સૌર વાવાઝોડાને સૂર્યની સપાટી પર થતા વિસ્ફોટો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે કલાકના કેટલાંક લાખ કિલોમીટરની ઝડપે વાતાવરણમાં ફેલાય છે.. આ સૌર વાવાઝોડા અવકાશમાંથી કણોને શોષીને આગળ વધે છે અને જ્યારે તેઓ પૃથ્વી પર પડે છે, ત્યારે તેઓ સેટેલાઇટ નેટવર્ક, ટીવી, રેડિયો સંચાર અને જીપીએસ સિસ્ટમને અસર કરે છે.. તેઓ બે વર્ગોમાં વહેંચાયેલા છે, એક એમ વર્ગ અને એક X વર્ગ, આને સૌર તરંગો પણ કહેવામાં આવે છે.

અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન જેને કેરિંગટન ઈવેન્ટના નામથી ઓળખાય છે. આ તોફાન સપ્ટેમ્બર 1859માં ધરતી સાથે અથડાયુ હતું. આ તોફાનની અસરથી ટેલિગ્રાફ લાઈનોમાં અત્યધિક કરંચના કારણે ટેકનિશિયનોને વીજળીને જોરથી ઝટકો લાગ્યો હતો અને કેટલાક ટેલિગ્રાફ સાધનોમાં આગ પણ લાગી ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news