Jagannath Rath Yatra 2022: પુરીની રથયાત્રાનો પ્રારંભ, અહીં સોનાની ઝાડુથી રસ્તો સાફ કરાય છે

Jagannath Rath Yatra 2022 Date: વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા આજે નીકળી ચૂકી છે. આજે ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની સાથે રથમાં સવાર થીને ગુંડિચા મંદિર તરફ પ્રસ્થાન કરી ચૂક્યા છે 

Jagannath Rath Yatra 2022: પુરીની રથયાત્રાનો પ્રારંભ, અહીં સોનાની ઝાડુથી રસ્તો સાફ કરાય છે

Jagannath Rath Yatra 2022 Start Shubh Muhurat: જગન્નાથ રથયાત્રા આજે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ઓરિસ્સામાં પુરી સ્થિત જગન્નાથ મંદિરમાંથી નીકળે છે. આ ભવ્ય યાત્રામાં ભાગ લેવા માટે દેશ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચે છે. 1 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. જોકે, તેનો ઉત્સવ પુરીમાં 12 જુલાઈ સુધી ચાલશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની સાથે ત્રણેય ભવ્ય રથોમાં સવાર થઈને નીકળી પડ્યા છે. જેમાં પહેલો રથ ભગવાન જગન્નાથનો, બીજો ભાઈ બલરામનો અને ત્રીજો બહેન સુભદ્રાનો હોય છે. 

મામાને ઘરે જાય છે ભગવાન
દર વર્ષે ભગવાન જગન્નાથ 3 કિલોમીટર લાંબી યાત્રા કરીને પોતાના માસી ગુંડિચાના ઘરે એટલે કે ગુંડિચા મંદિર જાય છે. તેના બાદ તેઓ 7 દિવસ સુધી વિશ્રામ કરે છે અને ફરીથી જગન્નાથ મંદિર આવે છે. 3 કિલોમીટર લાંબી આ ભવ્ય યાત્રા માટે અનેક મહિનાઓથી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. 

બહુ જ ખાસ હોય છે જગન્નાથ યાત્રાના રથ
જગન્નાથ રથયાત્રામાં ઉપયોગમાં લેવાનાર ત્રણેય રથ ખાસ હોય છે. આ ત્રણેય રથમાં ન તો કોઈ ધાતુનો ઉપયોગ થાય છે, ન તો તેમાં એક પણ કિલ્લો ઠોકવામાં આવે છે. રથના રંગ અનુસાર લાકડાની પસંદગી કરવામાં આવે છે. જેમ ભગવાન જગન્નાથ માટે ગાઢ રંગના લીમડાનું લાકડુ અને તેમના ભાઈ-બહેન માટે હળવા રંગના લીમડાની લાકડીનો ઉપયોગ કરાય છે.

સોનાના ઝાડુથી સાફ કરાય છે રસ્તા
રથયાત્રા શરૂ કરતા પહેલા ભગવાનની સાથે સાથે ત્રણેય રથોની વિશેષ પૂજા અર્ચના કરવામા આવે છે. તેના બાદ જ્યારે રથયાત્રા કાઢવામાં આવે છે, તો યાત્રામાં રસ્તો સોનાની ઝાડુથી સાફ કરવામાં આવે છે. આ પરંપરા જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહી પહોંચે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news