જેલમાં બંધ વીકે શશિકલાના પતિનું નિધન, છાતીમાં હતું ઇંફેક્શન
Trending Photos
નવી દિલ્હી: તમિલનાડુમાં સત્તાધારી AIDMK માંથી સસ્પેંડેડ નેતા વીકે શશિકલાના પતિ નટરાજન મરૂથપ્પાનું સોમવારે મોડી રાત્રે ચેન્નઇમાં નિધન થયું છે. નટરાજન 76 વર્ષના હતા. ગંભીર બિમારીના લીધે તેમના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ચેન્નઇના ગ્લેનૈગલ્સ ગ્લોબલ હોસ્પિટલમાં રાત્રે 1:35 વાગે નટરાજનનું મોત નિપજ્યું હતું.
ગ્લેનૈગલ્સ ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેશન ઓફિસર સનમુગા પ્રિયાન (Shanmuga Priyan) એ જણાવ્યું હતું કે છાતીમાં સંક્રમણની સમસ્યા બાદ નટરાજનને પાંચ દિવસ પહેલાં ભરતી કરાવવામાં આવ્યા હતા. છેલ્લા બે-ત્રણ દિવસોથી તેમની હાલત નબળી હતી. તે આઇસીયૂમાં ભરતી હતા અને વેંટિલેટર પર હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે ગત ઓક્ટોબરમાં નટરાજનનું લીવર અને કિડની ટ્રાંફસર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વીકે શશિકલા આવક કરતાં વધુ સંપત્તિના મામલે બેંગ્લોર સેંટ્રલ જેલમાં ચાર વર્ષની સજા ભોગવી રહી છે.
શશિકલાને ગત વર્ષે પાર્ટીમાંથી હટાવવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરીમાં ઓ પનીરસેલ્બમના ખેમામાંથી અન્નાદ્રમુક મહાસચિવ વીકે શશિકલા અને તેમના બે સંબંધીઓને પાર્ટીના સિદ્ધાંતો અને આદર્શો વિરૂદ્ધ જવા બદલ પાર્ટીમાં હટાવવામાં આવ્યા હતા. શશિકલા દ્વારા પ્રેસિડિયમ ચેરમેન પદથી દૂર કરવામાં આવેલા ઇ મધૂસૂદને એક વક્તવ્યમાં કહ્યું હતું કે શશિકલાના દિવંગત જયલલિતાને વાયદો કર્યો હતો કે તે રાજનિતીમાં નહી આવે અને સરકાર કે પાર્ટીનો ભાગ બનવામાં તેમને રસ નથી, તેમને આ વાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે