ઝારખંડમાં આજથી મળવા લાગ્યું 25 રૂપિયા સસ્તું પેટ્રોલ, બસ આ છે શરત...
મફત રાશન ઉપરાંત, લાભાર્થીઓને રાશન કાર્ડથી અન્ય ઘણી ખાસ સુવિધાઓ મળે છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે, તો તમે પેટ્રોલમાં સબસિડી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આ ખાસ સ્કીમ ઝારખંડ સરકારે શરૂ કરી છે.
Trending Photos
નવી દિલ્હી: મફત રાશન ઉપરાંત, લાભાર્થીઓને રાશન કાર્ડથી અન્ય ઘણી ખાસ સુવિધાઓ મળે છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે, તો તમે પેટ્રોલમાં સબસિડી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આ ખાસ સ્કીમ ઝારખંડ સરકારે શરૂ કરી છે. મુખ્યમંત્રી હેમંત સોરેને દુમકાથી સબસિડી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ, ગ્રાન્ટની રકમ લાભાર્થીના ખાતામાં ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે. આવો અમે તમને આ ખાસ પ્લાન વિશે જણાવીએ.
26 જાન્યુઆરીથી શરૂ થશે આ યોજના
સરકારના બે વર્ષ પૂરા થવા પર સીએમ હેમંત સોરેને રિપોર્ટ કાર્ડ રજૂ કરતા 26 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવાની વાત કરી હતી. હવે 26 જાન્યુઆરી પહેલા જ સરકારે (Jharkhand Govt) આ દિશામાં એક પગલું આગળ વધાર્યું છે. જોકે, રાજ્ય સરકારની 26 જાન્યુઆરીથી ટુ-વ્હીલર માટે પેટ્રોલ પર સબસિડી આપવાની યોજના છે. સરકારે કહ્યું કે આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક મહત્વપૂર્ણ કામ કરવા પડશે.
મુખ્યમંત્રીએ લોન્ચ કરી એપ
પેટ્રોલ પર સબસિડીનો લાભ આપવા માટે સીએમ હેમંત સોરેને (CM Hemant Soren) ગુરુવારે સીએમ સપોર્ટ (CMSUPPORTS) એપ લોન્ચ કરી છે. રાજ્યના રેશનકાર્ડ ધારકો આ યોજનાનો લાભ લેવા માટે એપ દ્વારા નોંધણી કરાવી શકે છે. નોંધણીની સુવિધા http://jsfss.jharkhand.gov.in વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. પેટ્રોલ સબસિડી યોજનાનો લાભ આવા રેશનકાર્ડ ધારકોને મળશે, જેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અથવા ઝારખંડ રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજનાનો લાભ મળે છે.
દર મહિને કેટલી સબસિડી?
રાજ્ય સરકારની યોજના હેઠળ, પાત્ર લોકોને પેટ્રોલ પર 25 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી એક મહિનામાં 10 લિટર પેટ્રોલ માટે માન્ય રહેશે. એટલે કે ટુ-વ્હીલર ધરાવનાર રેશનકાર્ડ ધારક દર મહિને 250 રૂપિયા સુધીની સબસિડી લઈ શકે છે. આ સબસિડીના નાણાં DBT દ્વારા લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ લોકોને મળશે લાભ
રાજ્ય સરકારના નિયમ અનુસાર, જેમની પાસે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અથવા ઝારખંડ રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજનાનું રેશન કાર્ડ છે, તેમને જ આ યોજનાનો લાભ મળશે. રેશનકાર્ડમાં પરિવારના તમામ સભ્યોનો આધાર નંબર દાખલ કરવો જરૂરી છે. સબસિડી માત્ર ઝારખંડમાં નોંધાયેલા ટુ-વ્હીલર માટે જ માન્ય છે.
આ ડોક્યુમેન્ટ હોવા જરૂરી
- અરજદાર રાજ્યના NFSA અથવા JSFSS નો રેશન કાર્ડ ધારક હોવો આવશ્યક છે.
- રેશનકાર્ડમાં પરિવારના તમામ સભ્યોનો વેરીફાઈડ આધાર નંબર હોવો જરૂરી છે.
- અરજદારના આધાર સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરવો જોઈએ.
- અરજદારનું વાહન તેના નામે રજીસ્ટર કરાવવું જરૂરી છે.
- અરજદારનું ટુ વ્હીલર ઝારખંડમાં નોંધાયેલ હોવું જોઈએ.
આ રીતે કરો રજિસ્ટ્રેશન
- સૌથી પહેલા CMSUPPORT એપ ખોલો અથવા http://jsfss.jharkhand.gov.in પર વિઝિટ કરો.
- અહીં રેશન કાર્ડ અને આધાર નંબર સંબંધિત માહિતી દાખલ કરો.
- સબમિટ કર્યા પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- OTP સબમિટ કર્યા પછી, વેરિફિકેશન પૂર્ણ થઇ જશે.
- લોગિન કરવા માટે, યુઝર આઈડીમાં રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- પરિવારના વડાના આધાર નંબરના છેલ્લા 8 અંક પાસવર્ડ હશે.
- લોગિન કર્યા પછી, રેશન કાર્ડમાં તમારું નામ સિલેક્ટ કરો.
- હવે વાહન નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર સબમિટ કરો.
- DTO આ માહિતીનું વેરિફિકેશન કરશે.
- વેરિફિકેશન પુરૂ થતાં તમારું નામ જિલ્લા પુરવઠા અધિકારી પાસે પહોંચી જશે.
- ત્યારબાદ, દર મહિને તમારા ખાતામાં પેટ્રોલની સબસિડી જમા થતી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે