આ રાજ્યમાં સરકારે શરૂ કરી યોજના, પૂજારી સાથે લગ્ન કરનાર યુવતીને મળશે 3 લાખ રૂપિયા

કર્ણાટક (Karnataka) ની યેદિયુરપ્પા સરકારે બ્રાહ્મણોના સમુદાયને આગળ વધારવા માટે 'કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડ'ની રચના કરી હતી અને તે હેઠળ આર્થિક રીતે નબળા (EWS) બ્રાહ્મણોની મદદ માટે બે સ્કીમ શરૂ કરી છે.

આ રાજ્યમાં સરકારે શરૂ કરી યોજના, પૂજારી સાથે લગ્ન કરનાર યુવતીને મળશે 3 લાખ રૂપિયા

બેંગલુરુ: કર્ણાટક (Karnataka) ની યેદિયુરપ્પા સરકારે બ્રાહ્મણોના સમુદાયને આગળ વધારવા માટે 'કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડ'ની રચના કરી હતી અને તે હેઠળ આર્થિક રીતે નબળા (EWS) બ્રાહ્મણોની મદદ માટે બે સ્કીમ શરૂ કરી છે. પહેલી સ્કીમ અરુંધતિ (Arundhati) અને બીજી સ્કીમ મૈત્રેયી Maitrey) છે. અત્રે જણાવવાનું કે કર્ણાટકની 6 કરોડની વસ્તીમાં લગભગ 3 ટકા બ્રાહ્મણ છે. 

પૂજારીઓ સાથે લગ્ન કરવાથી મળશે 3 લાખ રૂપિયા
કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડના જણાવ્યાં મુજબ અરુંધતિ(Arundhati) યોજના હેઠળ 550 ગરીબ બ્રાહ્મણ યુવતીઓના લગ્ન માટે 25-25 હજાર રૂપિયા આપવામાં આવશે. આ બાજુ મૈત્રેયી યોજના હેઠળ કર્ણાટકમાં ગરીબ બ્રાહ્મણ પૂજારી સાથે લગ્ન કરવા બદલ 25 યુવતીઓને 3-3 લાખ રૂપિયાના  બોન્ડ આપવામાં આવશે. જેનો ઉપયોગ ત્રણ વર્ષ સુધી કરી શકાશે. 

આ શરતો પૂરી કરવી પડશે
બોર્ડના અધ્યક્ષ એચએસ સચિદાનંદ મૂર્તિએ કહ્યું કે આ યોજનાનો લાભ મેળવવા માટે યુવતીઓએ કેટલીક શરતો પૂરી કરવી પડશે. જે મુજબ બ્રાહ્મણ પરિવાર આર્થિક રીતે નબળા વર્ગનો હોવો જોઈએ અને વિવાહ  કરનારી યુવતીના તે પહેલા લગ્ન હોવા જોઈએ. આ ઉપરાંત એક નિશ્ચિત સમય સુધી પરણિત રહેવું પડશે. 

કેવી રીતે મળશે મૈત્રેયી યોજનાનો લાભ
બોર્ડના જણાવ્યાં મુજબ મૈત્રેયી યોજનાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે પરણિત કપલે 3 વર્ષ સુધી સાથે રહેવું પડશે. ત્યારે જ તેમને પૂરા ત્રણ  લાખ રૂપિયા મળશે. આ યોજના હેઠળ કોઈ ગરીબ બ્રાહ્મણ પૂજારી સાથે લગ્ન કર્યા બાદ દરેક વર્ષના અંતમાં એક લાખ રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. 

UPSC ની તૈયારી માટે પણ બ્રાહ્મણોને મદદ
બોર્ડના અધ્યક્ષ એચએસ સચિદાનંદ મૂર્તિએ જણાવ્યું કે આ બે યોજનાઓ ઉપરાંત UPSC ની પ્રારંભિક પરીક્ષા પાસ કરનારા ગરીબ બ્રાહ્મણ વિદ્યાર્થીઓની મદદ માટે પણ 14 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે. આ રકમમાંથી અભ્યર્થીઓને સ્કોલરશીપ, ફી, અને ટ્રેનિંગ આપવામાં આવશે. 

કેવી રીતે મળશે UPSC યોજનાનો લાભ
કર્ણાટક સરકાર દ્વારા યુપીએસસી અભ્યર્થીઓ માટે ચલાવવામાં આવનારી યોજના ફક્ત ગરીબ બ્રાહ્મણ વિદ્યાર્થીઓને જ આપવામાં આવશે. આ માટે તેમના પરિવાર પાસે 5 એકરથી વધુ ખેતીની જમીન અને 1000 વર્ગ ફીટથી મોટો ફ્લેટ હોવો જોઈએ નહીં. આ ઉપરાંત તેમની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયાથી પણ ઓછી હોવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news