Karnataka: હવે આ મસ્જિદ નીચેથી 'મંદિર' મળ્યું હોવાનો દાવો, જાણો કોર્ટે શું આપ્યો આદેશ
Karnataka News: હાલ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ગરમ છે. અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી હોવા પર અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જ્ઞાનવાપી મામલે કોર્ટ સુનાવણી પણ ચાલુ છે. હવે આ બધા વચ્ચે કર્ણાટકના મેંગ્લુરુથી એક એવા સમાચાર આવ્યા છે જ્યાં દાવો કરાયો છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.
Trending Photos
Karnataka News: હાલ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ગરમ છે. અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી હોવા પર અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જ્ઞાનવાપી મામલે કોર્ટ સુનાવણી પણ ચાલુ છે. હવે આ બધા વચ્ચે કર્ણાટકના મેંગ્લુરુથી એક એવા સમાચાર આવ્યા છે જ્યાં દાવો કરાયો છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. મલાલી વિસ્તારમાં એક જૂની મસ્જિદ નીચે કથિત રીતે હિન્દુ મંદિર જેવું માળખું મળી આવ્યું છે.
મસ્જિદ નીચે મંદિર મળ્યાનો દાવો
એક જૂની મસ્જિદ વિશે દાવો કરાયો છે કે તેની નીચે મંદિર મળી આવ્યું છે. હિન્દુ મંદિર જેવી વાસ્તુ ડિઝાઈન હોવાનું કહેવાય છે. મસ્જિદ મંદિરનો મામલો એ હદે ગંભીર થઈ રહ્યો છે કે હિન્દુ સંગઠન તો મસ્જિદ નજીક મંદિરમાં ખાસ પૂજા પણ કરી રહ્યું છે. આ ધમાચકડી જોતા પ્રશાસને સુરક્ષાની ચાકબંધ વ્યવસ્થા કરી છે. દક્ષિણ મંગલુરુના ધારાસભ્ય ભરત શેટ્ટી પણ આ પૂજામાં પહોંચ્યા. વિવાદિત મસ્જિદની યોગ્ય સ્થિતિ જાણવા માટે તામ્બુલ પૂજા શરૂ કરાઈ છે. આ પૂજા 3 વાગ્યા સુધી ચાલશે. વીએચપીનું એવું કહેવું છે કે આ સ્થળ પર કોઈ દેવતાનું મંદિર હતું એ સ્પષ્ટ થશે તો કાયદાકીય લડત લડવામાં આવશે. વિશેષ પૂજા માટે ખાસ કરીને કેરળથી પૂજારી પણ બોલાવાયા છે.
જો આ પૂજારી એવું કહી દે કે તે મંદિર છે તો પછી હિન્દુ સંગઠન જમીન મેળવવા માટે કાયદાકીય લડત લડશે. તામ્બુલ પૂજા દ્વારા સ્થિતિ જો સ્પષ્ટ થઈ જાય તો અશટ મંગલા પ્રશ્ન પૂજાનું આયોજન થઈ શકે છે. તેના દ્વારા એ જાણવામાં આવશે કે આ મસ્જિદનો શું ઈતિહાસ છે અને ક્યારે અસ્તિત્વમાં આવી. હાલ તો મસ્જિદ નજીક મંદિરમાં પૂજાની સ્થિતિમાં પ્રશાસન એકદમ અલર્ટ મોડ પર છે. કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો છે અને વિસ્તારમાં કલમ 144 લાગૂ છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીની તૈનાતી પણ કરાઈ છે.
અત્રે જણાવવાનું કે મલાલી વિસ્તારની એક મસ્જિદમાં પુર્નનિર્માણનું કામ ચાલુ હતું. આ દરમિયાન 21 એપ્રિલે જ્યારે કાટમાળ હટ્યો તો મંદિર જેવું માળખું મળી આવ્યું હતું. એવા કેટલાક પુરાવા પણ મળ્યા જે હિન્દુ કલાકૃતિઓ સાથે મેળ ખાતા હતા. જ્યાં સુધી હવે જમીન પર મસ્જિદ હતી કે પછી પહેલા કોઈ મંદિર હતું તેવું કઈ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મસ્જિદના પુર્નનિર્માણ પર રોક લાગી છે. હાલ આ મામલો કોર્ટમાં ગયો છે. જ્યાં કોર્ટે મસ્જિદની મરમ્મતનું કાર્ય રોક્યું છે. મસ્જિદનો એએસઆઈ દ્વારા સરવે કરાવવાની માગણી પણ ઉઠી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે