Kerala HC નો ચુકાદો, સોશિયલ મીડિયા પર કરાયેલી અપમાનજનક ટિપ્પણી  પર લાગૂ થશે SC/ST એક્ટ

Kerala High Court on Social Media: જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવ તો આ ખબર તમારે જાણવી  ખુબ જરૂરી છે. કેરળ હાઈકોર્ટે સોશિયલ મીડિયા પર મોટો ચુકાદો આપ્યો છે. 

Kerala HC નો ચુકાદો, સોશિયલ મીડિયા પર કરાયેલી અપમાનજનક ટિપ્પણી  પર લાગૂ થશે SC/ST એક્ટ

Kerala High Court on Social Media: જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવ તો આ ખબર તમારે જાણવી  ખુબ જરૂરી છે. કેરળ હાઈકોર્ટે સોશિયલ મીડિયા પર મોટો ચુકાદો આપ્યો છે. કેરળ હાઈકોર્ટે કહ્યું કે અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) ના કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ઓનલાઈન કરાયેલી અપમાનજનક ટિપ્પણી કરવા બદલ SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણય સાથે કોર્ટે એક યુટ્યુબરની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી. 

વાત જાણે એમ છે કે અરજીકર્તાએ એક ઈન્ટરવ્યુમાં એસટી સમુદાયની એક મહિલા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ઈન્ટરવ્યુ બાદ સોશિયલ મીડિયામાં તે અપલોડ પણ કરાયો હતો. ધરપકડના ડરથી યુટ્યુબરે આગોતરા જામીન માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આરોપીએ એવો તર્ક આપ્યો હતો કે પીડિતા સાક્ષાત્કાર દરમિાયન હાજર નહતી. આથી એસસી એસટી એક્ટની જોગવાઈ લાગૂ પડતી નથી. આરોપીએ એમ પણ કહ્યું કે અપમાનજનક ટિપ્પણી ત્યારે જ માનવી જોઈએ જ્યારે તે પીડિતની હાજરીમાં કરવામાં આવે. 

અરજીનો વિરોધ કરતા ફરિયાદી પક્ષે દલીલ રજુ કરી કે ફક્ત પીડિતની હાજરીમાં કરાયેલી ટિપ્પણી જ અપમાનજનક ટિપ્પણી હશે, એવું કહેવું અસંગત છે. ડિજિટલ યુગમાં આ પ્રકારની વ્યાખ્યા અપનાવવામાં આવી તો તે કાયદાકીય રીતે બેઈમાની હશે. પીડિતાના વકીલે અરજીનો વિરોધ કરતા કહ્યું કે આરોપી જાણી જોઈને જાહેરમાં અનુસૂચિત જનજાતિના સભ્યનું અપમાન કરી રહ્યો હતો. 

તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે ઈન્ટરવ્યુનું અવલોકન કરવા પર એ મહેસસ થાય છે કે અનેક જગ્યાએ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આરોપીએ પીડિતાને એસટી સ્વરૂપમાં સંદર્ભિત પણ કર્યા. જેનાથી ખબર પડે છે કે આરોપી જાણતો હતો કે તે એક અનુસૂચિત જનજાતિની સભ્ય છે. કોર્ટે કહ્યું કે ઈન્ટરવ્યુમાં અરજીકર્તા દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દ પ્રથમ દ્રષ્ટિએ અપમાનજનક, અપમાનજનક અને અપમાનજનક છે. જાણી જોઈને આ પ્રકારની ટિપ્પણી કરાઈ હતી. આરોપીને એ વાતની ખબર હતી કે પીડિત એક અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી આવે છે. 

કોર્ટે કહ્યું કે ઈન્ટરનેટ આવ્યા પહેલા જો કોઈ ઈન્ટરવ્યુ થયો હોત તો તેને સીમિત લોકો જ જોઈ કે સાંભળી શક્યા હોત. પરંતુ હવે એવું નથી. સોશિયલ મીડિયા પર જો કોઈ કન્ટેન્ટ અપલોડ કરવામાં આવે તો તેને કોઈ પણ ગમે ત્યારે જોઈ કે સાંભળી શકે છે. એવું જરાય જરૂરી નથી કે જ્યારે તેને અપલોડ કરાય ત્યારે જ લોકો જોઈ શકે. 

કોર્ટે કહ્યું કે ડિજિટલ યુગમાં કોઈ વ્યક્તિની હાજરી ઓનલાઈન કે ડિજિટલ રીતે માનવામાં આવશે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર અપલોડ કન્ટેન્ટ સુધી પહોંચી જાય છે ત્યારે તે પ્રત્યક્ષ કે રચનાત્મક રીતે ઉપસ્થિત થઈ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news