કોલકાતા ડોક્ટર કેસ: CBI તપાસમાં આરોપી સંજય રોય વિશે થયો અત્યંત ચોંકાવનારો અને ડરામણો ખુલાસો

સાઈકોએનાલિસ્ટ્સની ટીમે પૂછપરછ દરમિયાન જાણ્યું કે 31 વર્ષના આ સંજયને કોઈ પસ્તાવો નહતો. તેણે કોઈ પણ ભાવ દર્શાવ્યા વગર જ ક્રાઈમ સીન પર શું થયું હતું તે અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

કોલકાતા ડોક્ટર કેસ: CBI તપાસમાં આરોપી સંજય રોય વિશે થયો અત્યંત ચોંકાવનારો અને ડરામણો ખુલાસો

કોલકાતાના આરજી આર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસમાં આરોપી સંજય રોય વિશે એવા એવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે કે જાણીને હચમચી જશો. આ વ્યક્તિ એક 'યૌન વિકૃત' છે જેનામાં 'પશુઓ જેવી પ્રવૃત્તિ' છે. સીબીઆઈએ તેની જે સાઈકોએનાલિટિક પ્રોફાઈલ તૈયાર કરી છે તે આ જ તસવીર રજૂ કરે છે. સાઈકોએનાલિસ્ટ્સની ટીમે પૂછપરછ દરમિયાન જાણ્યું કે 31 વર્ષના આ સંજયને કોઈ પસ્તાવો નહતો. તેણે કોઈ પણ ભાવ દર્શાવ્યા વગર જ ક્રાઈમ સીન પર શું થયું હતું તે અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો. 

રેડલાઈટ એરિયામાં ગયો હતો
કોલકાતા પોલીસના જણાવ્યાં મુજબ હોસ્પિટલમાં સિવિલ વોલિએન્ટર તરીકે કામ કરતો સંજય રોય ઘટનાવાળી રાતે બે રેડલાઈટ વિસ્તારમાં ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સંજય રોય 8 ઓગસ્ટની રાતે રેડ લાઈટ એરિયા સોનાગાછી ગયો હતો. ત્યાં તેણે દારૂ પીધો અને એક પછી એક બે રેડલાઈટ વિસ્તારમાં ગયો. ત્યારબાદ તે અડધી રાત પછી હોસ્પિટલ ગયો. 

સીબીઆઈની તપાસમાં સામેલ થયેલા એક્સપર્ટ્સે સંજય રોયના નિવેદનોની પણ ચકાસણી કરી. જેથી કરીને સુરાગને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પુરાવા સાથે જોડી શકાય. સીબીઆઈના જણાવ્યાં મુજબ ક્રાઈમ સીન પર રોયની હાજર ટેક્નિકલ અને સાયન્ટિફિક પુરાવાથી પુષ્ટ થાય છે. પરંતુ તે ડીએનએ ટેસ્ટના પરિણામોને લઈને કઈ કહી શક્યા નહીં. સીબીઆઈના કેસ હાથમાં લેતા પહેલા કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે પીડિતાના નખ નીચે મળી આવેલા લોહી અને ત્વચાના નિશાન સંજય રોયના હાથ પર થયેલી ઈજા સાથે મેળ ખાતા હતા. 

આજે સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરશે સીબીઆઈ
સીબીઆઈ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીની તપાસ પર સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં સીબીઆઈના સૂત્રોના હવાલે કહેવાયું છે કે આરજી કર પાસેથી પ્રાપ્ત સીસીટીવી ફૂટેજમાં રોય 8 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ચેસ્ટ ડિપાર્ટમેન્ટ વોર્ડ પાસે જોવા મળ્યો હતો. 31 વર્ષની પીડિતા તે સમયે ઓછામાં ઓછા ચાર અન્ય જૂનિયર ડોક્ટરો સાથે વોર્ડમાં હતી. જતા પહેલા રોય થોડા સમય સુધી  તેને ઘૂરતો જોવા મળ્યો હતો. 

પૂછપરછ દરમિયાન રોયે દાવો કર્યો છે કે તે સાંજ પહેલા જ વોર્ડમાં દાખલ થઈ ગયો હતો. સીબીઆઈ મુજબ પીડિતા અન્ય જૂનિયર ડોક્ટરો સાથે ડિનર માટે વોર્ડથી બહાર નીકળી અને 9 ઓગસ્ટની રાતે 1 વાગ્યા બાદ સેમિનાર હોલમાં પાછી ફરી. એક જૂનિયર ડોક્ટર લગભગ 2.30 વાગે હોલમાં દાખલ થયો અને પીડિતાએ સૂતા પહેલા તેની સાથે થોડી વાત કરી હતી. 

સીસીટીવી ફૂટેજમાં રોય સવારે 4 વાગે હોસ્પિટલ પરિસરમાં ફરીથી દાખલ થતો જોવા મળ્યો હતો. તપાસકર્તાઓનું માનવું છે કે ત્યારબાદ તે ત્રીજા માળે આવેલા સેમિનાર હોલમાં ગયો જ્યાં પીડિતા સૂતી હતી. 

રોયને શુક્રવારે ફરીથી કોર્ટમાં હાજર કરવાનો છે. જ્યાં રાજ્ય દ્વારા નિયુક્ત બચાવ પક્ષના વકીલ તેને પહેલીવાર મળશે. કોર્ટમાં તેની ગત પેશી દરમિયાન કોઈ પણ વકીલ તેનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર નહતા. સીબીઆઈ સુરક્ષા કારણોસર વર્ચ્યુઅલ સુનાવણી પર વિચાર કરી રહી છે. 

સીબીઆઈએ સ્થાનિક કોર્ટ પાસેથી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની મંજૂરી લીધી હતી. રોયને આ મામલે સંડોવણીના આરોપમાં ધરપકડ કરાયો છે. કોલકાતા હાઈકોર્ટના નિર્દશ પર સીબીઆઈએ ગત સપ્તાહે આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી પોતાની હાથમાં લઈ લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news