જાણો દેશના એવા મંદિર વિશે જ્યાં પરિણીત મહિલાઓને પૂજા કરવા પર છે પ્રતિબંધ

ચૈત્ર નવરાત્રિના પર્વ પર છતીસગઢના એવા મંદિર વિશે જાણો છે વર્ષમાં કેટલાક દિવસો માટે નહીં પર અમુક કલાક માટે જ ખુલે છે.  

Updated By: Apr 17, 2021, 10:12 PM IST
જાણો દેશના એવા મંદિર વિશે જ્યાં પરિણીત મહિલાઓને પૂજા કરવા પર છે પ્રતિબંધ

અમદાવાદઃ ભારત એટલે મંદિરના દેશ તરીકે તેની ઓળખ થાય છે. દરેક મંદિર પાછળ કોઈને કોઈ રહસ્ય હોય છે. કોઈ મંદિર આખુ વર્ષ ખુલ્લુ રહે છે જ્યારે કોઈ મંદિર ઉનાળામાં ખુલ્લુ રહે છે. ભારતમાં કુલ 51 શક્તિપીઠ આવેલા છે અને દરેકની અલગ વિશેષતા હોય છે.

વર્ષમાં માત્ર 5 કલાક જ રહે છે આ મંદિર ખુલ્લુ
છતીસગઢ રાજ્યના ગરિયાબાદ જિલ્લામાં આવેલી પહાડોમાં નિરઈ માતાનું મંદિરમાં માત્ર 5 કલાક માટે જ ખુલ્લુ રહે છે. અને આ 5 કલાકમાં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને માત્ર ચૈત્ર નવરાત્રિના સમયમાં મંદિર માટે મહત્વનો છે.

નિરઈ માતાના મંદિરમાં પરિણીત મહિલાઓ પૂજા કરી શકતી નથી
સામાન્ય રીતે કોઈ પણ મંદિરના દેવી-દેવતાઓ પૂજા માટે આવતા હોય છે. નિરઈ માતાના મંદિરમાં ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે માત્ર 5 કલાક માટે જ ખુલ્લુ રહે છે. તે સવારના 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી જ મંદિર ખુલ્લુ રહે છે. માતાના મંદિરમાં સિદૂર, કુમકુમ  અને શળગાર વગર ચઢાવવામાં આવશે નહીં. નારિયલ અને અગરબતી ચઢાવીને માતાને પ્રસન્ન કરવામાં આવે છે.

ધ લાસેન્ટનો ડરાવતો રિપોર્ટઃ હવામાં ફેલાઈ છે Corona, ઘર અને હોસ્પિટલ પણ અસુરક્ષિત

મંદિરમાં જાતે જ પ્રગટે છે જ્યોત
મંદિરની આજુબાજુમાં ઉપસ્થિત લોકકથાઓ અને લોકોના જણાવ્યા અનુસાર દર વર્ષે નિરઈ માતાના મંદિરમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન તેલ વગર આપમેળે જ્યોત પ્રગટ થાય છે. અને આ જ્યોત કેવી રીતે સળગે છે તે આજ સુધી એક રહસ્ય છે. આ સિવાય નિરઈ માતાના મંદિરમાં પરણીત મહિલાઓના પ્રવેશ અને પૂજા પર છે પ્રતિબંધ. આ મંદિરમાં માત્ર પુરૂષો જ કરી શકે છે પૂજા. એવી માન્યતાઓ છે કે આ મંદિરમાં માગવામાં આવેલ વ્રત અને ઈચ્છા પૂરી થાય છે.

નોંધ ( આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. ઝી 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube