Italy: 10 વર્ષ પહેલા ચોરી થઈ હતી મૂર્તિ, રજાના દિવસે ફરવા ગયેલા પોલીસકર્મીએ શોધી કાઢી

10 વર્ષ બાદ ઓફ ડ્યૂટી અધિકારી આટો આરવા નિકળ્યા અને બેલ્જિયમમાં એક દુકાન પર પહોંચ્યા. ત્યાં તેની નજર મૂર્તિ પર પડી. જ્યારે બન્ને અધિકારી ઇટાલી પરત ફર્યા તો તેણે મૂર્તિ વિશે વધુ જાણકારી મેળવી.

Italy: 10 વર્ષ પહેલા ચોરી થઈ હતી મૂર્તિ, રજાના દિવસે ફરવા ગયેલા પોલીસકર્મીએ શોધી કાઢી

રોમઃ ઇટાલી પોલીસ (Italy Police) ના બે અધિકારીઓએ એક 10 વર્ષ જૂના કેસને ઉકેલી દીધો છે જે પોલીસ માટે પડકાર બનેલો હતો. ચોંકાવનારી વાત તે છે કે જે કેસને ઉકેલવા માટે પોલીસે દિવસ-રાત એક કર્યા તે ઓફ ડ્યૂટીમાં રહેતા એક ઝાટકામાં બે પોલીસ અધિકારીઓએ ઉકેલી લીધો. 

શું છે મામલો
હકીકતમાં રોમન શાતાબ્દીના વિલા મારિની ડેટ્ટિના પાર્કથી 1 શતાબ્દી ઈસા પૂર્વની એક સંગમરમસ મૂર્તિ 'તોગાટસ' લગભગ 10 વર્ષ પહેલા ચોરી થઈ ગઈ હતી. પોલીસ 10 વર્ષથી આ મૂર્તિ શોધી રહી હતી પરંતુ આટલા સમય સુધી પોલીસને સફળતા મળી નહીં. 

ઓફ ડ્યૂટીમાં ફરવા નિકળ્યા હતા પોલીસ અધિકારી
10 વર્ષ બાદ ઓફ ડ્યૂટી અધિકારી આટો આરવા નિકળ્યા અને બેલ્જિયમમાં એક દુકાન પર પહોંચ્યા. ત્યાં તેની નજર મૂર્તિ પર પડી. જ્યારે બન્ને અધિકારી ઇટાલી પરત ફર્યા તો તેણે મૂર્તિ વિશે વધુ જાણકારી મેળવી. આ દરમિયાન જાણવા મળ્યું કે તે મૂર્તિ 10 વર્ષ પહેલા મારિટી ડેટ્ટિના પાર્કમાંથી ચોરી થઈ હતી. 

શું છે કિંમત
ત્યારબાદ અધિકારીઓએ બેલ્જિયમ પોલીસને સૂચના આપી. તપાસમાં મોટો ખુલાસો થયો. મામલામાં એક ઇતાવલી વેપારીનું નામ આવ્યું જે મોટા પાયે મૂર્તિની તસ્કરીમાં સામેલ હતો. પોલીસ અધિકારીઓ પ્રમાણે મૂર્તિની કિંમત 119,668 ડોલર સુધી લાગી ચુકી હતી પરંતુ વેચાણ પહેલા તે પોલીસની પાસે પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news