ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદી, કુલ 30 કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ

નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લઈ રહ્યાં છે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 કલાકથી રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થશે. પીએમ મોદી સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેવાના છે. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે અનેક દેશના વડાઓ ભારત પહોંચી ગયા છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અફીફ, માલદીપના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ શપથ સમારોહમાં હાજર રહેશે. નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં કુલ 8000 જેટલા મહેમાનો હાજર રહી શકે છે. 

ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદી, કુલ 30 કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ
LIVE Blog

PM Modi Swearing in Ceremony LIVE UPDATES: નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લઈ રહ્યાં છે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 કલાકથી રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થશે. પીએમ મોદી સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેવાના છે. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે અનેક દેશના વડાઓ ભારત પહોંચી ગયા છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અફીફ, માલદીપના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ શપથ સમારોહમાં હાજર રહેશે. નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં કુલ 8000 જેટલા મહેમાનો હાજર રહી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

09 June 2024
21:15 PM

રાજ્યમંત્રી
રાવ ઈંદ્રજીત સિંહ (સ્વતંત્ર પ્રભાર)
જિતેન્દ્ર સિંહ (સ્વતંત્ર પ્રભાર)
અર્જુન રામ મેઘવાલ  (સ્વતંત્ર પ્રભાર)
પ્રતાપરાવ જાધવ  (સ્વતંત્ર પ્રભાર)
જિતિન પ્રસાદ  (સ્વતંત્ર પ્રભાર)
શ્રીપદ યશો નાઇક
પંકજ ચૌધરી
કૃષ્ણપાલ ગુર્જર
રામદાસ આઠવલે
રામનાથ ઠાકુર
નિત્યાનંદ રાય
અનુપ્રિયા પટેલ
વી સોમન્ના

20:33 PM

આ નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ

રાજનાથ સિંહ
અમિત શાહ
નીતિન ગડકરી
જેપી નડ્ડા
શિવરાજસિંહ ચૌહાણ
નિર્મલા સીતારમણ
એસ. જયશંકર
મનોહરલાલ ખટ્ટર
એચડી કુમારસ્વામી
પીયૂષ ગોયલ
ધર્મેન્દ્ર પ્રધાન
જીતનરામ માંઝી
લલન સિંહ
સર્વાનંદ સોનોવાલ
ડૉ. વીરેન્દ્ર કુમાર
રામ મોહન નાયડુ
પ્રહલાદ જોશી
જુએલ ઓરાંવ
ગિરિરાજ સિંહ
અશ્વિની વૈષ્ણવ
જ્યોતિરાદિત્ય સિંધિયા
ભૂપેન્દ્ર યાદવ
ગજેન્દ્ર સિંહ શેખાવત
અન્નપૂર્ણા દેવી
કિરેન રિજિજૂ
હરદીપસિંહ પૂરી
મનસુખ માંડવિયા
જી. કિશન રેડ્ડી
ચિરાગ પાસવાન
સી.આર. પાટીલ

20:13 PM

જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી
જીતનરામ માંઝી (હમ)
રાજીવ રંજન સિંહ (જેડીયૂ)
વીરેન્દ્ર ખટીક 
કે રામમોહન નાયડૂ (ટીડીપી)
પ્રહ્લાદ જોષી

અત્યાર સુધી આ નેતાઓએ લીધા શપથ
ઓડિશાના સુંદરગઢથી સાંસદ અને ભાજપના આદિવાસી ચહેરા જુએલ ઓરામ, બિહારના બેગૂસરાયથી સાંસદ ગિરિરાજ સિંહ, ઓડિશાથી રાજ્યસભા સાંસદ અશ્વિની વૈષ્ણવ, મધ્ય પ્રદેશના ગુનાથી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. 

19:50 PM

આ નેતાઓએ કેન્દ્રીય મંત્રી તરીકે લીધા શપથ
જેપી નડ્ડા
શિવરાજ સિંહ ચૌહાણ
નિર્મલા સીતારમણ
એસ જયશંકર
મનોહર લાલ ખટ્ટર
એચડી કુમારસ્વામી
પીયુષ ગોયલ
ધર્મેન્દ્ર પ્રધાન

19:32 PM

પ્રધાનમંત્રી બાદ રાજનાથ સિંહે લીધા શપથ
પીએમ બાદ રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરીએ મંત્રી પદે શપથ લીધા હતા. 

19:26 PM

ત્રીજીવાર પ્રધાનંમત્રી તરીકે લીધા શપથ
નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર દેશના પ્રધાનંમત્રી તરીકે શપથ લીધા છે. નરેન્દ્ર મોદી પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂ બાદ સતત ત્રીજીવાર પીએમ પદે શપથ લેનાર બીજા નેતા બની ગયા છે. 

19:01 PM

શપથ સમારોહમાં પહોંચ્યા વિવિધ મહાનુભાવો

 

18:22 PM

એસ જયશંકર પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન

 

18:21 PM

NDA Government Updates: મોદી મંત્રીમંડળમાં હાલ સામેલ નહીં થાય એનસીપી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ અજીત પવારે કહ્યું- પ્રફુલ્લ પટેલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને અમને સ્વતંત્ર પ્રભારવાળું રાજ્યમંત્રી લેવાનું યોગ્ય લાગ્યું નહીં. તેથી અમે (ભાજપ) ને કહ્યું કે થોડા દિવસ રાહ જોવા માટે તૈયાર છીએ, પરંતુ અમને કેબિનેટ મંત્રાલય જોઈએ. અમે આજે શપથ સમારોહમાં સામેલ થશું. 

17:21 PM

શપથ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન તૈયાર

 

 

17:20 PM

NDA govt formation: અનુરાગ ઠાકુર બોલ્યો- હું પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ
ભાજપના નેતા અનુરાગ ઠાકુરે મંત્રીમંડળમાંથી બહાર કરાયા બાદ પોતાની ભૂમિકા પર કહ્યું કે હું પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રીમંડળને શુભેચ્છા આપું છું. પોતાની ભૂમિકા પર કહ્યું કે હું પહેલા પણ સાંસદ હતો અને આજે પણ સાંસદ છું. હું પહેલા પણ પાર્ટીનો કાર્યકર્તા હતો અને પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ.

16:36 PM

લોકોનો ભરોસો જીતવાનો છે
શપથ પહેલા પોતાના સંભવિત મંત્રીઓ સાથે ચર્ચામાં પીએમ મોદીએ પોતાની સરકારના એજન્ડા બધાની સામે રાખ્યા છે. નરેન્દ્ર મોદીએ પોતાના ક્લાસમાં કહ્યું કે તમામ લોકોએ કોઈ પણ સ્થિતિમાં જનતાનો ભરોસો જીતવાનો છે. એના માટે તમારે જોરદાર મહેનત કરવી પડશે.

અનુભવી નેતાઓ અને ફ્રેશર્સનો સામંજસ્ય
તમને જણાવી દઈએ કે આ કેબિનેટમાં અનુભવી ચહેરાઓને લઈને ફ્રેશર્સને પણ મોદી કેબિનેટમાં મોકો આપવામાં આવી રહ્યો છે. નવા અને જૂના ચહેરાઓમાં સંતુલન બનાવી રાખવા માટે જાતિય સમીકરણોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કેબિનેટમાં પીએમ મોદીએ પોતાની પાસે અને સારા વર્ક રિપોર્ટવાળા નેતાઓને મોકો આપ્યો છે. રક્ષા ખડસે જેવા યુવા ચહેરાઓ અને ફ્રેશર્સને સ્થાન આપવામાં આવ્યું છે.

16:29 PM

આ નેતાઓના પત્તા કપાયા
1. અજય ભટ્ટ
2. સાધ્વી નિરંજન જ્યોતિ
3. મીનાક્ષી લેખી
4. રાજકુમાર રંજન સિંહ
5. જનરલ વીકે સિંહ
6. આરકે સિંહ
7. અર્જુન મુંડા
8. સ્મૃતિ ઈરાની
9. અનુરાગ ઠાકુર
10. રાજીવ ચંદ્રશેખર
11. નિશીથ પ્રામાણિક
12. અજય મિશ્રા ટેની
13. સુભાષ સરકાર
14. જ્હોન બાર્લા
15. ભારતી પંવાર
16. અશ્વિની ચૌબે
17. રાવસાહેબ દાનવે
18. કપિલ પાટીલ
19. નારાયણ રાણે
20. ભાગવત કરાડ

16:25 PM

રાજ્ય મુજબના સંભવિત મંત્રીઓ
ઉત્તર પ્રદેશ
1.હરદીપ સિંહ પુરી
2.રાજનાથ સિંહ
3.જયંત ચૌધરી
4.જિતિન પ્રસાદ
5.પંકજ ચૌધરી
6.બીએલ વર્મા
7.અનુપ્રિયા પટેલ
8.કમલેશ પાસવાન
9.એસપી સિંહ બઘેલ

બિહાર
1.ચિરાગ પાસવાન
2.ગિરિરાજ સિંહ
3.જીતન રામ માંઝી
4.રામનાથ ઠાકુર
5.લલન સિંહ
6.નિર્યાનંદ રાય
7.રાજ ભૂષણ
8.સતીશ દુબે

ગુજરાત
1. અમિત શાહ
2. એસ જયશંકર
3.મનસુખ માંડવિયા
4.સીઆર પાટીલ
5.નીમુ બેન બાંભણીયા
6.જેપી નડ્ડા

ઓડિશા
1.અશ્વિની વૈષ્ણવ
2.ધર્મેન્દ્ર પ્રધાન
3.જુલ ઓરમ

કર્ણાટક
1.નિર્મલા સીતારમણ
2.HDK
3.પ્રહલાદ જોષી
4.શોભા કરંડલાજે
5.વી સોમન્ના

મહારાષ્ટ્ર
1. પિયુષ ગોયલ
2.નીતિન ગડકરી
3.પ્રતાપ રાવ જાધવ
4.રક્ષા ખડસે
5.રામદાસ આઠવલે
6.મુરલીધર મોહોલ

ગોવા
1.શ્રીપાદ નાઈક

જમ્મુ અને કાશ્મીર
1.જિતેન્દ્ર સિંહ

મધ્યપ્રદેશ
1.શિવરાજસિંહ ચૌહાણ
2.જ્યોતિરાદિત્ય સિંધિયા
3.સાવિત્રી ઠાકુર
4.વીરેન્દ્ર કુમાર

અરુણાચલ
1.કિરેન રિજિજુ

રાજસ્થાન
1.ગજેન્દ્ર સિંહ શેખાવત
2.અર્જુન રામ મેઘવાલ
3.ભુપેન્દ્ર યાદવ
4.ભગીરથ ચૌધરી

હરિયાણા
1.એમએલ ખટ્ટર
2.રાવ ઈન્દ્રજીત સિંહ
3.કૃષ્ણ પાલ ગુર્જર

કેરળ
1.સુરેશ ગોપી

તેલંગાણા
1.જી કિશન રેડ્ડી
2. બંડી સંજય

તમિલનાડુ
1. એલ મુરુગન

ઝારખંડ
1.AJSU સાંસદ ચંદ્રશેખર ચૌધરી
2.અન્નપૂર્ણા દેવી

આંધ્ર પ્રદેશ
1.ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની
2.રામ મોહન નાયડુ કિંજરાપુ
3.શ્રીનિવાસ વર્મા

પશ્ચિમ બંગાળ
1.શાંતનુ ઠાકુર
2.સુકાંત મજમુદાર

પંજાબ
1.રવનીત સિંહ બિટ્ટુ

આસામ
1.સર્બાનંદ સોનોવાલ
2, પવિત્રા માર્ગેરિટા

ઉત્તરાખંડ
1.અજય તમટા

દિલ્હી
1.હર્ષ મલ્હોત્રા

છત્તીસગઢ
1.તોખાન સાહુ

16:24 PM

ગુજરાતમાંથી આ સાંસદો બનશે મંત્રી
મોદી મંત્રીમંડળમાં ગુજરાતના 5 સાંસદને સ્થાન મળી શકે છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ મંત્રી બનશે. રાજ્યસભા સાંસદ એસ.જયશંકર મંત્રી બનશે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ મંત્રી બનશે. પાટીલ રેકોર્ડબ્રેક 7.50 લાખથી વધુ મતોથી જીત્યા છે. તો પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પણ ફરી મંત્રી બનશે. નવા મંત્રીમંડળમાં કોળી ચહેરાને ફરી સ્થાન મળી શકે છે. ભાવનગરના સાંસદ નિમુબહેન બાંભણિયા મંત્રી બની શકે છે.   

Trending news