ભાજપ માટે કરો યા મરો જંગ : 8 રાજ્યની 58 બેઠકો જીતવાની લડાઈ, ઘટતું જતું મતદાન

Lok sabha chunav phase 6: છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય મતદાતા કરશે. 58 લોકસભા સીટ પર 25 મેએ મતદાન થશે. આ તબક્કામાં પણ ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં છે. સૌથી વધુ 223 ઉમેદવાર હરિયાણામાં છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 સીટો પર પણ મતદાન થવાનું છે.
 

ભાજપ માટે કરો યા મરો જંગ : 8 રાજ્યની 58 બેઠકો જીતવાની લડાઈ, ઘટતું જતું મતદાન

નવી દિલ્હીઃ પાંચ તબક્કામાં મતદાન પૂરું થયા પછી હવે 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. જેમાં 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 58 બેઠક પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં કુલ 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેમાં 3 કેન્દ્રીય મંત્રી અને 3 પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં છે. અનેક ફિલ્મી સિતારાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે ત્યારે છઠ્ઠા તબક્કામાં કયા રાજ્યમાં મતદાન થશે?. પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષોએ શું દાવા કર્યા? જોઈશું આ અહેવાલમાં...

ક્યાંક સ્ટાર પ્રચારકનો પાર્ટી માટે જંગી પ્રચાર.... 
છઠ્ઠા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે જોવા મળ્યા. જેમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિત તમામ પાર્ટીઓએ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે એડીચોટીનું જોર લગાવ્યું. કેમ કે 26 મેના રોજ 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠક પર મતદાન થશે.. કયા રાજ્યમાં કેટલી બેઠક છે તેના પર નજર કરીએ તો..

ઉત્તર પ્રદેશની 14 બેઠક માટે 162 ઉમેદવાર વચ્ચે ટક્કર છે....
હરિયાણાની 10 બેઠક માટે 223 ઉમેદવાર મેદાનમાં છે...
બિહારની 8 બેઠક માટે 86 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે...
પશ્વિમ બંગાળની 8 બેઠક માટે 79 ઉમેદવાર વચ્ચે ટક્કર છે...
દિલ્લીની તમામ 7 બેઠક માટે 166 ઉમેદવાર મેદાનમાં છે....
ઓડિશાની 6 બેઠક માટે 65 ઉમેદવારો લડી રહ્યા છે....
ઝારખંડની 4 બેઠક માટે 93 ઉમેદવાર વચ્ચે જંગ છે....
જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે 20 ઉમેદવારો વચ્ચે ટક્કર છે...

દેશમાં આ વખતે લોકસભાની ચૂંટણી કાળઝાળ ગરમીની વચ્ચે ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી કુલ 5 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જેમાં કેટલાં ટકા મતદાન થયું તેના પર નજર કરીએ તો.

પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન...
બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન....
ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન...
ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન...
પાંચમા તબક્કામાં 62.20 ટકા મતદાન થયું છે....

છઠ્ઠા તબક્કામાં ત્રણ કેન્દ્રીય મંત્રી અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં છે. તો કેટલાંક ફિલ્મી સિતારાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે ત્યારે છઠ્ઠા તબક્કાની 15 હાઈ પ્રોફાઈલ બેઠક છે જેના પર આખા દેશની નજર રહેશે. હરિયાણાની કરનાલ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર લડી રહ્યા છે. અનંતનાગ-રાજૌરી બેઠક પરથી પીડીપીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની ડુમરિયાગંજ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી પૂર્વ મુખ્યમંત્રી જગદંબિકા પાલ લડી રહ્યા છે... 

ગુડગાંવ બેઠક પરથી કોંગ્રેસના નેતા રાજ બબ્બર ચૂંટણી મેદાનમાં છે. ઓડિશાની સંબલપુર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણી લડી રહ્યા છે. ઓડિશાની પુરી બેઠક પરથી ભાજપના સંબિત પાત્રા મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠક પરથી ભાજપના મેનકા ગાંધી લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશની આઝમગઢ બેઠક પરથી ભોજપુરી સુપર સ્ટાર નિરહુઆ ભાજપમાંથી લડી રહ્યા છે. હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી ભાજપના નવીન જિંદાલ ચૂંટણીના મેદાનમાં છે.

છઠ્ઠા તબક્કાનો પ્રચાર પૂરો
25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન
8 રાજ્યની 58 બેઠક પર મતદાન
NDA વર્સિસ ઈન્ડી ગઠબંધનની લડાઈ
2019માં કોંગ્રેસ ઝીરો તો BJP હતી હીરો
58 બેઠક પર 889 ઉમેદવારો વચ્ચે જંગ

હરિયાણાની રોહતક બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડા લડી રહ્યા છે. ઉત્તર પૂર્વ દિલ્લી બેઠક પરથી ભોજપુરી ગાયક અને સાંસદ મનોજ તિવારી ફરી મેદાનમાં છે. નવી દિલ્લી બેઠક પર ભાજપે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતારી છે. પૂર્વ ચંપારણ બેઠક પર ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ લડી રહ્યા છે.... 

2019ની ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો. કેમ કે ભાજપે 58માંથી 40 બેઠક જીતી હતી. જ્યારે બસપાના ખાતામાં 4, બીજેડીના ખાતામાં 4, ટીએમસી અને જેડીયુના ખાતામાં 3-3 બેઠક આવી હતી.. તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને આરજેડી ખાતું પણ ખોલી શક્યા નહોતા ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતની ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધન વધુ બેઠક જીતી શકશે કે પછી ભાજપ પોતાનો જાદુ યથાવત રાખશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news