OMG! ભાજપની ટાસ્ક ફોર્સે UPમાં સજ્જડ હારના ચોંકાવનારા 4 કારણ ગણાવ્યા, તાબડતોબ કાર્યવાહી પણ શરૂ

OMG! ભાજપની ટાસ્ક ફોર્સે UPમાં સજ્જડ હારના ચોંકાવનારા 4 કારણ ગણાવ્યા, તાબડતોબ કાર્યવાહી પણ શરૂ

લોકસભા ચૂંટણીમાં ભાજપને જે સજ્જડ હાર મળી છે તેનાથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આ એકલા રાજ્યમાંથી ભાજપની 29 સીટો ઓછી થઈ ગઈ છે અને 2019ની 62 સીટોની સરખામણીમાં હવે 33 પર આવીને અટકી ગઈ છે. આ હાર પાછળના કારણો અંગે પાર્ટી ભારે મનોમંથન કરી રહી છે. આ બધા વચ્ચે ભાજપના નેતૃત્વ તરફથી હારના કારણો જાણવા માટે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી અને તેણે જે રિપોર્ટ આપ્યો તેના કારણો ચોંકાવનારા છે. આ રિપોર્ટ બાદ હવે લોકોની નજર એ વાત પર છે કે શું કાર્યવાહી થશે. જો કે આ બધા વચ્ચે હવે યોગી આદિત્યનાથ સરકારે એક મોટું પગલું ભર્યું છે. 

યોગી આદિત્યનાથ સરકારે 12 એવા જિલ્લાના ડીએમ બદલી નાખ્યા છે. જેમાંથી મોટાભાગના  જિલ્લાઓ એવા છે જ્યાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો. આ જિલ્લાઓમાં બાંદા, સંભલ, સહારનપુર, મુરાદાબાદ, હાથરસ, સીતાપુર, શ્રાવસ્તી અને બસ્તી સામેલ છે. એનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપે હાર માટે પ્રશાસન અને સરકારી અધિકારીઓના અસહયોગને પણ જવાબદાર ગણ્યું છે. અનેક જિલ્લાઓમાં મતગણતરી થઈ તેમાં બેલેટ પેપરમાં ભાજપને ઝટકો લાગ્યો છે. જેનાથી સંકેત મળે છે કે સરકારી કર્મચારીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો નથી. આ ઉપરાંત ખરાબ પરિણામોના બીજા પણ ત્રણ કારણો સામે આવ્યા છે. 

કારણોમાં બીજુ કારણ એ પણ છે કે ટિકિટોની વહેંચણીમાં ખામી. પાર્ટી કેડરને લાગે છે કે નેતૃત્વએ વધુ લોકસભા સીટો પર ઉમેદવારો બદલવા જોઈતા હતા. કે પછી જે લોકોને ટિકિટ મળી હતી તેમની જગ્યાએ કોઈ અન્ય નેતાને તક મળવી જોઈતી હતી. અયોધ્યામાં લલ્લુ સિંહ, સહારનપુરમાં રાઘવ લખનપાલ શર્મા, અને મોહનલાલ ગંજથી કૌશલ કિશોર જેવા નેતાઓને રિપિટ કરવા એ લોકોએ પસંદ કર્યું નહીં. જ્યારે  ઠાકુરોની નારાજગીએ પણ બાકીની કસર પૂરી કરી દીધી. સહારનપુરથી લઈને બસ્તી અને બલિયા સુધી તેની અસર જોવા મળી. આ ઉપરાંત ભાજપના કાર્યકરોમાં પણ જૂના સાંસદો પ્રત્યે નારાજગી હતી અને તેઓ એક્ટિવ થયા નહીં. ત્રીજુ કારણ એ છે કે વિપક્ષ તરફથી બંધારણ બદલવાનું અને અનામત ખતમ કરવાનું નેરેટિવ સફળ થવું. સપા અને કોંગ્રેસે સતત કેટલાક સાંસદોના નિવેદનોને પકડીને ચલાવી દીધુ  કે ભાજપ બંધારણ બદલવાની ફિરાકમાં છે અને દલિતો અને પછાતોને મળતું અનામત ખતમ કરી દેશે. 

ચોથું કારણ છે બસપાના મતોનું મોટા છટકી જવું અને તે સપા તથા કોંગ્રેસના ખાતામાં જતા ગયા તે. આ પ્રકારે અખિલેશ યાદવ તરફથી અપાયેલું પછાત, દલિતો અને અલ્પસંખ્યકોનું કાર્ડ ચાલી ગયું. વિશ્વાસઘાતને લઈને પાર્ટીના નેતા પણ માને છે કે તેનાથી નુકસાન થયું છે. મેરઠ અને સહારનપુર મંડળના અનેક ભાજપના નેતાઓએ સ્વીકાર્યું છે કે આપસી કલેશે માહોલ ખરાબ કર્યો. આ ઉપરાંત ટિકિટ ફાળવણી અને રાજપૂતોના ગુસ્સાઓ પણ બળતામાં ઘી હોમ્યું. હવે આંતરિક વિખવાદને દૂર કરવા પર પાર્ટી ફોકસ કરશે તેવું મનાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news