મહારાષ્ટ્ર: ધુલેમાં બાળકની ચોરીની શંકામાં 5 લોકોની માર મારીને હત્યા કરી દેવાઇ
પોલીસે જણાવ્યું કે, વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અફવા ચાલી રહી હતી કે વિસ્તારમાં બાળક ચોરતી ટોળકી સક્રિય છે. આ અફવાના લોકો શિકાર બની રહ્યા છે
Trending Photos
મુંબઇ : ટોળા દ્વારા હત્યાની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. ખાસ કરીને બાળકોની ચોરીની અફવા પર છેલ્લા લાંબા સમયથી ટોળા દ્વારા માર મારવાની ઘટનાઓમાં વધારો થયો છે. હાલમાં જ સામે આવેલા એક ઘટનામાં મહારાષ્ટ્રનાં ઘુલે જિલ્લામાં ગ્રામીણો બાળકની ચોરી કરનારી ટોળકીના સભ્ય હોવાની શંકામાં રવિવારે 5 લોકોની માર- મારીને હત્યા કરી દીધી હતી. મૃતતકમાંથી એક સોલાપુર જિલ્લાનાં મંગલવેધા શહેરનાં નિવાસી છે.
પોલીસે કહ્યું કે કેટલાક અન્ય લોકોની સાથે આ પાંચેય લોકોને રેનપાડા વિસ્તારમાં રાજ્યની પરિવહનની બસથી ઉતરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, તેમાંથી એકે જ્યારે એક બાળકી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તે સાપ્તાહિક રવિવાર બજારનાં માટે ત્યાં હાજર લોકોએ તેમને માર મારવાનુ ચાલુ કરી દીધું હતું. પોલીસે જણાવ્યું કે ટોળા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી અફવા ચાલી રહી હતી કે વિસ્તારમાં બાળકોની ચોર ટોળકી સક્રિય છે. તેમણે કહ્યું કે, શબને નજીકનાં પિમ્પલનેર હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો છે.
મૃતકની હચી સુધી ઓળખ થઇ શકી નથી. પોલીસે જણાવ્યું કે ટોળા દ્વારા લોકોને માર મારવાનાં કેટલાક વીડિયો અને ફોટા પણ જપ્ત કર્યા છે. તેનાં આધારે આરોપીઓની ઓળખ કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક મૃતકની ઓળખ સોલાપુર જિલ્લાનાં મંગલવેધા શહેરનાં નિવાસી સ્વરૂપે થઇ છે. પોલીસે આ મુદ્દે 10 લોકોની ધપકડ કરી છે. મહારાષ્ટ્રનાં મંત્રી દીપક કેસરકરે આ મુદ્દે કહ્યું કે દોષીતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ આ પ્રકારની અફવાઓથી દુર રહે અને કાયદાને હાથમાં ન લે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે