Maharashtra: મુંબઈ-ગોવા હાઈવે પર ભયંકર અકસ્માત, કારનો ખુડદો બોલાઈ ગયો, 9 લોકોના ઘટનાસ્થળે મોત

મુંબઈ-ગોવા હાઈવે પર એક કાર અને ટ્રકની ભીષણ ટક્કર થઈ જેમાં નવ લોકોના દર્દનાક મોત થયા છે. મળતી માહિતી મુજબ નવ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ મૃતકોમાં 5 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

રાયગઢ પોલીસે માહિતી આપતા કહ્યું કે રાયગઢ જિલ્લાના રેપોલી વિસ્તારમાં કાર અને ટ્રક અથડાતા 9 લોકોના મોત નિપજ્યાં જ્યારે એક બાળક ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ થયો. ટ્રક અને કારની ટક્કરમાં કારનો ખુડદો બોલાઈ ગયો. 

— ANI (@ANI) January 19, 2023

અત્રે જણાવવાનું કે આ પ્રકારની દુર્ઘટનાઓ અગાઉ પણ મુંબઈ-ગોવા હાઈવે પર ઘટી ચૂકી છે. ખાસ કરીને કોંકણ તરફ જતો જે રસ્તો છે ત્યાંથી અવારનવાર દુર્ઘટનાના સમાચાર આવતા રહે છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news