Manoj Tiwari 51 ની ઉંમરમાં ફરી બન્યા પિતા, હોસ્પિટલના રૂમમાંથી શેર કર્યો ફોટો

Manoj Tiwari Becomes Father: ભોજપુરી એક્ટર અને રાજનેતા મનોજ તિવારીના ઘરે એક નાની પરીએ જન્મ લીધો છે. તમને જણાવી દઇએ કે એક્ટરે પોતાની પુત્રીના જન્મની ખુશખબરી એક સુંદર અને પર્સનલ ફોટો શેર કરીને આપી છે. 

Manoj Tiwari 51 ની ઉંમરમાં ફરી બન્યા પિતા, હોસ્પિટલના રૂમમાંથી શેર કર્યો ફોટો

Manoj Tiwari Wife Gives Birth: મનોજ તિવારી (Manoj Tiwari) ભોજપુરી ઇંડસ્ટ્રીનું એક મોટું નામ છે અને તે એક એક્ટર અને સિંગર હોવાની સાથે-સાથે એક રાજનેતા પણ છે. તમને જણાવી દઇએ કે મનોજ તિવારીની પર્સનલ લાઇફ પણ ખૂબ ચર્ચિત છે. 1999 માં મનો તિવારીએ 'રાની તિવારી' (Rani Tiwari)સાથે લગ્ન કર્યા હતા. જેને એક પુત્રી પણ છે. 2012 માં મનો પોતાની પત્નીથી અલગ થઇ ગયા હતા અને પછી તેમણે 'સુરભિ તિવારી' (Surabhi Tiwari) સાથે લગ્ન કરી લીધા હતા. સુરભિથી પણ મનોજ તિવારીને એક પુત્રી છે. થોડા સમય પહેલાં મનોજ તિવારીને એનાઉન્સ કર્યું હતું કે તેની પત્ની પ્રેગ્નેંટ છે અને સાથે જ બેબી સેરેમનીની ફોટા શેર કર્યા. હવે મનોજ તિવારીએ સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું કે તેમની પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. 

Manoj Tiwari 51 ની ઉંમરમાં ફરી બન્યા એક પુત્રીના પિતા
12 ડિસેમ્બર 2022 ના રોજ મનોજ તિવારીએ સોશિયલ મીડિયા દ્વારા ઇંસ્ટાગ્રામ પર પોતાના ફોલોવર્સની સાથે પોતાની ખુશખબરી શેર કરી છે. તેમણે બધાને જણાવ્યું કે તે એકવાર ફરી પિતા બની ગયા છે અને પહેલાંની માફક આ વખતે પણ તેમના ઘરે 'સરસ્વતી જી' આવી છે. મનોજ તિવારીએ પોસ્ટની કેપ્શનમાં કહ્યું કે તેમના ઘરે 'લક્ષ્મી જી' આવી ગયા છે અને હવે આ વખતે તેમના પરિવારમાં 'સરસ્વતી જી' પધારી છે. 

હોસ્પિટલના રૂમમાંથી શેર કર્યો ફોટો
તમને જણાવી દઇએ કે મનોજ તિવારી ઇંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે જેમાં તે સેલ્ફી લઇ રહ્યા છે. આ સેલ્ફીને હોસ્પિટલના રૂમમાંથી લેવામાં આવી છે. મનોજ તિવારી ત્યાં ઉભા છે અને તેમની બાજુમાં તેમની પત્ની સુરભિ તિવારીની પથારી બાજુમાં છે, તે તેના પર સુતી છે. મનોજ તિવારીની આ પોસ્ટમાં તેમની પુત્રીની ઝલક જોવા મળી નથી. 

મનોજ તિવારીએ નવેમ્બર 2020 માં પોતાની પત્નીના બેબી સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને બધાને જણાવ્યું હતું કે તે ફરી એકવાર પિતા બનવાના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news