zee news

શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા

આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહિ... કોઈને પણ ફોન લગાવો એટલે આવતી કોલરટ્યુટનમાં સૌથી પહેલુ વાક્ય આ જ હોય છે. કોરોના મહામારીમાં કોરોનાના દર્દી સાથે અછૂત જેવો વહેવાર ન કરવાની વારંવાર સરકાર તથા તબીબો દ્વારા સલાહ આપવામા આવે છે. તેમ છતાં લોકો લાગણી ભૂલી જાય છે. ગુજરાતમા એક મૃતદેહ છેલ્લાં 23 કલાકથી અંતિમ સંસ્કાર ઝંખી રહ્યું છે, પણ મોત બાદ પણ મલાજો લોકો સાચવી શક્યા નથી. લાગે છે કે, ગુજરાતીઓની માનવતા મરી પરવારી છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેનો વિવાદ એક દિવસ બાદ પણ શમ્યો નથી. પહેલા બે શહેરોના લોકોએ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા ના પાડી દીધી, જેથી પોલીસ તંત્ર દ્વારા જ્યારે નદી કિનારે દફનવિધિ કરવાનું નક્કી કર્યું તો ત્યાં પણ લોકો પહોંચી ગયા અને વિરોધ કર્યો. આમ, 23 કલાક બાદ પણ અંતિમવિધિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. 

Jul 4, 2020, 04:04 PM IST

ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવો વ્યવહાર કર્યો

ભરૂચમાં નર્મદા કાંઠે આવેલ દશાશ્વમેઘ ઘાટ પરના શાંતિવન સ્માશન ગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલ નિવૃત્ત પોલીસ કર્મચારીના મૃતદેહની અંતિમ ક્રિયાનો વિરોધ કરાયો હતો. આજે સતત બીજા દિવસે સ્થાનિક લોકોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી. આખરે નર્મદા નદી કિનારે મૃતકની દફનવિધિ કરવાનો સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર મૃતકના અગ્નિદાહ માટે તૈયાર ન થયો. વહીવટી તંત્રએ વચ્ચેનો રસ્તો કાઢી હાલ પૂરતો વિવાદ સંકેલ્યો છે. આમ અન્ય એક કોરોનાગ્રસ્ત દર્દીને નર્મદા નદી કિનારે અંતિમ સંસ્કાર અપાશે.

Jul 4, 2020, 02:33 PM IST

મોરબીમાં કોરોનાને ડામવા અનાજના વેપારીઓનો નિર્ણય, દુકાનો 8 થી 3 ખુલ્લી રખાશે

સૌરાષ્ટ્રભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા વેપારી એસોસિયેશને મોટો નિર્ણય લીધો છે. સોમવારથી મોરબી શહેરમાં કરિયાણાના જથ્થા બંધ વેપારીઓ પોતાની દુકાનો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખશે. 3 વાગ્યા પછી કોઇ વેપારી દુકાનો ખુલ્લી રાખશે તો ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ તેને દંડ કરશે તેવો એસોસિયેશને નિર્ણય લેવાયો છે. તેને ધ ગ્રેઇન એન્ડ સુગર એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ગઇ કાલ સુધી કોરોનાના કુલ મળીને 41 કેસ નોંધાયા છે. જેથી વેપારીઓએ સતર્કતા દાખવીને સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. 

Jul 4, 2020, 01:15 PM IST

કોરોના મહામારીમાં 1.40 લાખ સરકારી નોકરીઓની આવી બમ્પર તક, આજે જ ફોર્મ ભરો

કોરોના કાળમા પણ જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છો તો હવે તમને તક મળવા જઈ રહી છે. ભારતીય રેલવેએ લાખો વેકેન્સી કાઢી છે. રેલવેએ અંદાજે 1.40 લાખ વેકેન્સી કાઢી છે. જે સેફ્ટી અને નોન સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં છે. સાથે જ આ સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થશે. 

Jul 4, 2020, 12:45 PM IST

સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન, 100 કરોડના ખર્ચે કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે

સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં સુરતમાં કોરોનાના કેસ 650 થી વધુ થઈ ગયા છે. ત્યારે હવે સરકાર માટે સુરતમાં કોરોનાને કન્ટ્રોલમાં કરવુ જરૂરી બની ગયું છે. ત્યારે આ અંગે મહત્વના નિર્ણયો લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. તેઓ પોતાના કાફલા સાથે સુરત પહોંચી ગયા છે. કલેક્ટર કચેરીએ તેનો કાફલો પહોંચી ગયો હતો. જેના બાદ હવે બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરતના વિવિધ 12 ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન અને સુપરીટેન્ડન્ટ પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

Jul 4, 2020, 12:01 PM IST

ગુજરાત પોલીસ ચિંતામાં મૂકાઈ, વિવિધ પોલીસ તાલીમ સેન્ટરમાં 47થી વધુ જવાનોને કોરોના

રાજ્ય પોલીસ માટે ચિંતાનો નવો વિષય ઉભો થયો છે. રાજ્યભરના વિવિધ પોલીસ તાલીમ સેન્ટરોમાં મોટા પાયે કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગરના કરાઈ, જુનાગઢ, વડોદરા સહિત જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરોમાં 47 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ તમામ ટ્રેનિંગ સેન્ટરો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમાંથી 19 કેસ પોઝિટિવ આવ્યા છે. 

Jul 4, 2020, 11:39 AM IST

આજે સવારથી 8 તાલુકામાં વરસાદ, ગીર-સોમનાથના અનેક જિલ્લામાં મેઘ મહેરબાન

રાજ્યમાં આજે દિવસ દરમિયાન 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અમરેલીના જાફરાબાદમાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે તેવુ હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર માહિતી મળી છે.

Jul 4, 2020, 11:07 AM IST

ધર્મ ચક્ર દિવસ પર પીએમનું સંબોધન, 2020ને લઈને હું આશાવાદી છું, આ આશા યુવાઓ પાસેથી મળે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મ ચક્ર દિવસ પર બૌદ્ધ વિદ્વાનોને સંબોધન કર્યું છે. આજના દિવસે ભગવાન બુદ્ધએ પોતાના 5 શિષ્યોને દીક્ષા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે, દેશના યુવાઓએ ભગવાન બુદ્ધની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ. ભગવાન બુદ્ધએ આશા અને ઉદ્દેશ્ય વિશે વાત કરી હતી. હું વર્ષ 2020ને લઈને બહુ જ આશાવાદ છું. મને આ આશા દેશા યુવાઓ પાસેથી મળે છે. વિવિધ ક્ષેત્રોમા નવા સ્ટાર્ટઅપ જોઈને મને પ્રેરણા મળે છે.

Jul 4, 2020, 09:58 AM IST

Kanpur Shootout Case: હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેને શોધવા 25 ટીમ કામે લાગી, 500 નંબર ટ્રેસ કરાયા

ગુરુવાર અને શુક્રવારની રાતે દિલ ધડકાવી દે તેવી ઘટના સામે આવી હતી. મોડી રાત્રે હિસ્ટ્રી શિટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ પર બદમાશોએ જાળ પાથરીને હુમલો કર્યો અને આ હુમલામાં યુપી પોલીસના આઠ જવાન શહીદ થઈ ગયા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. હવે આ સમગ્ર મામલામાં યુપી પલીસ પ્રશાસને ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા માટે કાર્યવાહી ઝડપી કરી છે. પોલીસે લગભગ 500 મોબાઈલ નંબરને ટ્રેસ કરવા માટે સર્વિલંસ લગાવી દીધું છે. 

Jul 4, 2020, 09:35 AM IST

ચીનના પેટમાં તેલ રેડાય તેવું કામ ભારત અને જાપાને સાથે મળીને કર્યું

મોદી સરકારને વધુ એક સફળતા મળી છે. જાપાન (Japan) હવે ચીનની વિરુદ્ધ ભારતીય સેનાની સાથે સિક્રેટ ડીલ માટે તૈયાર થઈ ગયું છે. તેણે ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર માટે પોતાની કાયદા વ્યવસ્થા માટે બદલાવ કર્યો છે. આ ચેન્જિસ સાથે જ જાપાન અમેરિકા ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની સાથે ડિફેન્સ ઈન્ટેલિજન્સ (Defence Intelligence) કરાર કરશે. જાપાનના સિક્રેટ કાયદાના દાયરામાં આ વિસ્તાર ગત એક મહિનાથી આવ્યો છે. આ પહેલા જાપાન માત્ર પોતાના નજીકના સહયોગી અમેરિકાની સાથે જ ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર કરતું હતું. પરંતુ હવે આ લિસ્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનને સામેલ કરવામાં આવ્યું છે. 

Jul 4, 2020, 08:54 AM IST

વડોદરા પોલીસ બેડામાં હાહાકાર, તાલીમ લઈ રહેલા 19 જવાનોને કોરોના નીકળ્યો

ગુજરાતના અન્ય શહેરોમાં હવે કોરોના માથું ઉંચકી રહ્યો છે. વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની પોલીસ ટ્રેનિગ સ્કુલમાં હવે કોરોના પહોંચ્યો છે. પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમાંથી 19 કેસ પોઝિટિવ આવ્યા છે. સમગ્ર રાજ્યમાથી આવેલા 471 એલઆરડી જવાનો અહીં તાલીમ લઈ રહ્યા છે. ત્યારે એકસાથે 19 જવાનોમાં કોરોના પોઝિટિવ આવતા અન્ય તાલિમી જવાનોમાં ભય ફેલાયો છે. 

Jul 4, 2020, 08:34 AM IST

કોરોનાથી બગડતી પરિસ્થિતિનો તાગ મેળવવા CM વિજય રૂપાણી આજે જશે સુરત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં કોરોનાના વધતા જતા કેસોને તેઓ આજે સુરતમાં બેઠક યોજશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા  મુખ્ય સચિવ પણ હાજર રહેશે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

Jul 4, 2020, 08:02 AM IST

ભારતમાં બનેલી બંને કોરોના વેક્સીનને બનાવવામાં ગુજરાતનો મોટો રોલ

કોરોના વાયરસના કેહેર વચ્ચે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની કેડિલા ફાર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. કેડીલા ફાર્મા દ્વારા ઇનહાઉસ રસી તૈયાર કર્યા બાદ તેને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય હૈદરાબાદના ભારત બાયોટેક દ્વારા તૈયાર થયેલી રસીનું પણ ગુજરાત કનેક્શન છે. કારણકે આ રસી બનાવનાર કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અંકલેશ્વરમાં આવેલું છે. રાજ્યમા કેડીલા સિવાય પણ અન્ય કંપનીઓ વેકસીન અને એન્ટી વાયરલ દવાઓ બનાવવા પણ પ્રયોગ કરી રહી છે.

Jul 3, 2020, 03:39 PM IST

Breaking : સુરતમાં પાનના ગલ્લા બંધ, જાણો ક્યા સુધી

ગઈકાલે આરોગ્ય સચિવ સુરતમાં નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં વધુ કેસ આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે. ત્યારે સુરતમાં આજે આ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે. સુરતના ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવા આદેશ મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો છે. જાહેરનામા અનુસાર, સુરતના કતારગામ, વરાછા-એ અને બી ઝોનમાં સાત દિવસ સુધી પાનગલ્લાની દુકાનો બંધ રહેશે. જોકે, સુરતમાં અન્ય ઝોનમાં દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકશે.

Jul 3, 2020, 02:53 PM IST

ચીન વિરુધ ઉદ્યોગ સ્ટ્રાઈક કરવા રાજકોટના ઉદ્યોગપતિઓ તૈયાર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સરહદી વિવાદ બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદ્દાખ પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં અલગ અલગ 11 ઉદ્યોગોના 50 થી વધુ એસોસિએશનના હોદેદારો સાથે મળીને ચીન વિરુધ ઉદ્યોગ સ્ટ્રાઈક કરવા કેવી રીતે કરવી તે અંગે બેઠક મળી હતી.

Jul 3, 2020, 02:23 PM IST

રાજકોટ : કપાસની ખરીદી બંધ કરતા આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ કર્યો

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ઘણા તાલુકા 50 ટકાથી પણ વધુના ખેડૂતોની કપાસની ખરીદી બાકી છે. બીજી તરફ જે પણ ખરીદી થઈ રહીં છે તે ખૂબ ધીમી ગતિએ થઈ રહી હોવાનો કિસાન સંઘ આક્ષેપ કરી રહ્યા છે. હજી ઘણા ખેડૂતો એવા પણ છે કે, જેમના નામ નોંધણી થઈ ગયા છે. તેમનો પણ હજી વારો નથી આવ્યો, જેને લઈને કિસાન સંઘ દ્વારા આજે કલેકટરને આવેદન આપવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી. જોકે કિસાન સંઘમાં આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો.

Jul 3, 2020, 01:12 PM IST

વિધાનસભાની 18 સમિતિઓની જાહેરાત, પૂંજા વંશ જાહેર હિસાબ સમિતિના ચેરમેન નિમાયા

વિધાનસભાની 15 થી 17 વિવિધ સમિતિઓની આજે જાહેરાત થશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સત્તાવાર આ જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત થશે. બાંધકામ, પીએસી સહિતની નાણાકીય સમિતિઓના સભ્યોના નામ ડિકલેર કરાશે. સામાન્ય રીતે આ સમિતિઓના સભ્યોની ચૂંટણી થતી હોય છે, જોકે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અપાયેલી પેનલોને કારણે ચૂંટણી નહિ યોજાય. 

Jul 3, 2020, 12:36 PM IST

આ વર્ષે અમદાવાદમાં ગણપતિના મોટા પંડાલ નહિ લાગે, મૂર્તિઓ પણ 2 ફૂટની હશે

કોરોના મહામારીમાંથી સમગ્ર દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાનને તહેવારોની ઉજવણી સાદાઈથી કરવા આહ્વાન કર્યું છે. ત્યારે આગામી ગણેશ ઉત્સવને લઈ અમદાવાદમાં મોટા ગણપતિના પંડાલ નહિ લાગે. પરંપરાને જાળવવા માટે માત્ર 2 ફૂટની માટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેમજ અમદાવાદમાં કોરોના અવેરનેસના કાર્યક્રમો કરવાનો નિર્ણય અનેક યુવા મંડળોએ લીધો છે. અમદાવાદમાં મણિનગરમાં આવેલી દક્ષિણી સોસાયટી જ્યાં બહુ મોટા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે તે પણ આ વર્ષે સરકારની ગાઈડલાઈન ફોલો કરીને ગણેશ ઉત્સવ ઉજવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 2 ફૂટની ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. શિવશક્તિ યુવક મંડળના દક્ષિણ ચા રાજાના પ્રમુખ પરાગ નાઈકે કહ્યું કે, અમે સાદગીથી ગણેશ ઉત્સવ ઉજવીશું. 

Jul 3, 2020, 12:10 PM IST

દેશમાં પહેલીવાર લગ્નની વાડીમાં COVID સેન્ટર ઉભું કરાયું, સુરતે કરી બતાવ્યું...

પહેલા પાર્કિંગમાં અને હવે લગ્નની વાડીમાં કોવિડ સેન્ટર. સુરત શહેર કંઈક અવનવુ કરવામાં પ્રખ્યાત છે. ત્યારે હવે દેશમાં પ્રથમવાર લગ્નની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હોય તેવું સુરતમાં પહેલીવાર બન્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં 78 બેડનું કોવિડ સેન્ટર ઉભુ કરવામા આવ્યું છે. તેમજ અહીં તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ છે. તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે હવે કતારગામના કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને અહી લાવવામાં આવશે. 

Jul 3, 2020, 11:11 AM IST

અમરેલી કલેક્ટરનું જાહેરનામુ, જિલ્લામાં પ્રવેશતી દરેક બસનું ડિસ-ઈન્ફેક્શન નહિ થાય તો ફરિયાદ કરાશે

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કલેકટરે જાહેનામું બહાર પાડ્યું છે. જિલ્લા બહારથી આવતી તમામ ખાનગી બસોનું જિલ્લામાં પ્રવેશ કર્યા બાદ ફરજીયાત 1 % સોડિયમ હાઇપોક્લોરાઈટથી બસનું ડીસ ઇન્ફેશકશન કરવાનું રહેશે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. નોડલ અધિકારીએ સાંજે જિલ્લા સર્વેલન્સ અધિકારીને આ અંગેની તમામ માહિતી આપવાની રહેશે. આ માર્ગદર્શિકાનો ભંગ થશે અથવા ઉલ્લંઘન કરનારને કલમ 188 અને 269 મુજબ લેખિત ફરિયાદ કરવામાં આવશે તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. 

Jul 3, 2020, 10:36 AM IST