પાકની જીત પર જશ્ન મનાવનારના સમર્થનમાં મહેબૂબાનું નિવેદન, 'કાશ્મીરીઓ વિરુદ્ધ ગુસ્સો કેમ?'

જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તી (mehbooba mufti) એ પાકિસ્તાનની જીત પર ટિપ્પણી કરી છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં વિજયની ઉજવણી કરી રહેલા લોકોને સમર્થન આપ્યું છે.

  • પોલીસે આ ઘટનામાં 6 લોકોને અટકાયતમાં લીધા છે.
  • ચક મંગા વિસ્તારમાં પાકિસ્તાનની જીત બાદ કેટલાક લોકો ઉજવણી કરી રહ્યા હતા
  • પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે કાશ્મીરીઓ સામે આટલો ગુસ્સો કેમ છે?

 

Trending Photos

પાકની જીત પર જશ્ન મનાવનારના સમર્થનમાં મહેબૂબાનું નિવેદન, 'કાશ્મીરીઓ વિરુદ્ધ ગુસ્સો કેમ?'

નવી દિલ્હી: વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાન (pakistan) ગદગદ થઈ ગયું છે. જ્યારે જમ્મુ-કાશ્મીર (J-K) ના સાંબામાં પાકિસ્તાન ટીમની વિજયની ઉજવણી કરતી વખતે કેટલાક લોકો પકડાયા છે. ચક મંગા વિસ્તારમાં પાકિસ્તાનની જીત બાદ કેટલાક લોકો ઉજવણી કરી રહ્યા હતા. આ માહિતી બાદ પોલીસે 6 લોકોની અટકાયત કરી છે, હાલતેમની પૂછપરછ ચાલુ છે.

બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તી (mehbooba mufti) એ પાકિસ્તાનની જીત પર ટિપ્પણી કરી છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં વિજયની ઉજવણી કરી રહેલા લોકોને સમર્થન આપ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે કાશ્મીરીઓ સામે આટલો ગુસ્સો કેમ છે? કેટલાક લોકો આ સમયે એવા પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે, "દેશના ગદ્દારોને ગોળી મારી દો ..." 

— Mehbooba Mufti (@MehboobaMufti) October 25, 2021

 

તેમણે વધુમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરને અલગ કરવા પર અને વિશેષ દરજ્જો છીનવીને મીઠાઈઓ વહેંચીને કેટલી ઉજવણી કરવામાં આવી હતી તે કોઈ ભૂલી શકે તેમ નથી. આવો તેને વિરાટ કોહલીની જેમ યોગ્ય ભાવનાઓથી લઈએ, જેમણે પાકિસ્તાની ક્રિકેટ ટીમને પ્રથમ અભિનંદન આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે રવિવારે દુબઈમાં રમાયેલ ટી -20 વર્લ્ડ કપની મેચમાં ભારતને પાકિસ્તાન સામે ઐતિહાસિક હાર મળી હતી. 2007થી 2016 સુધી ભારતે હંમેશા T20 વર્લ્ડ કપ મેચોમાં પાકિસ્તાનને હરાવ્યું છે. માત્ર ટી 20 વર્લ્ડ કપ જ નહીં પણ 50 ઓવર વર્લ્ડ કપ સહિત ભારત સામે પાકિસ્તાનની આ પહેલી જીત છે જે કોઈપણ વર્લ્ડ કપમાં આજદિન સુધી થઈ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news