Morbi Bridge News: મોરબી દુર્ઘટના પહેલાનો કથિત Video, પૂલ પર આવું કરતા જોવા મળ્યા કેટલાક લોકો
Morbi Bridge News: ઝૂલતો પુલ તૂટ્યો તે પહેલાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. રવિવારનો રજાનો દિવસ અને દિવાળીનું વેકેશન હોવાના કારણે અનેક લોકો પરિવાર સહિત બ્રિજ પર મજા માણવા માટે આવ્યા હતા.
Trending Photos
Morbi Bridge News: મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 132 લોકોના મોતની સત્તાવાર રીતે પુષ્ટી કરાઈ છે. આ આંકડો હજુ વધવાની આશંકા છે.
દુર્ઘટના પહેલાનો વીડિયો વાયરલ
ઝૂલતો પુલ તૂટ્યો તે પહેલાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. રવિવારનો રજાનો દિવસ અને દિવાળીનું વેકેશન હોવાના કારણે અનેક લોકો પરિવાર સહિત બ્રિજ પર મજા માણવા માટે આવ્યા હતા. લોકો પુલ પર મોજમસ્તી કરતા પણ જોવા મળ્યા. કેટલાક સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા તો કેટલાક યુવાનો પુલને હલાવીને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાય છે.
જુઓ Viral Video
વર્ષો જૂના આ પુલનું હાલમાં જ સમારકામ થયું હતું અને લોકો માટે ખુલ્લો મુકાયો હતો. રવિવારે બ્રિજ પર આશરે 500થી વધુ લોકો હોવાનું કહેવાઈ રહ્યું છે. બ્રિજની ખરેખર કેપેસિટી 100 લોકોનું વજન ઝીલી શકે એટલી જ હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવે છે. આમ કેપેસિટી કરતા વધુ લોકો ભેગા થવાથી આ દુર્ઘટના ઘટી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે આખરે કેપેસિટી કરતા વધુ લોકો બ્રિજ પર પહોંચ્યા કેવી રીતે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે