ગાય કાપીને ખાનારી કોંગ્રેસ હવે MPમાં ગાય બચાવી રહી છે: PMનો પ્રહાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વચનભંગ કરવું કોંગ્રેસના સ્વભાવમાં છે એટલા માટે દેશની જનતા હવે તેમના પર વિશ્વાસ નહી કરે
Trending Photos
છિંદવાડા : મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ગૌરક્ષાનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગાયનો સમાવેશ કર્યો છે. તે ખરાબ વાત નથી, પરંતુ સવાલ એ ઉઠે છે કે શું એમપી અને કેરળની કોંગ્રેસમાં ફરક છે. એમપીના ચૂંટણી ઢંઢેરામાં ગાયનું ગુણગાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કેરળમાં લોકો રસ્તા વચ્ચે ગાયને મારીને ખાય છે.
તસ્વીરો જાહેર કરીને કહે છે કે ગૌમાંસ ખાવું અમારો અધિકાર છે. આ બંન્ને રાજ્યોની કોંગ્રેસના મુખીયા નામદાર છે અને શું આ બંન્ને રાજ્યોની કોંગ્રેસમાં અંતર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે ચૂંટણી પૂર્વ વચન આપ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર દરેક ગ્રામ પંચાયતમાં ગૌશાળા બનાવવામાં આવશે. કારણ કે ગાયની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ગાયો માટે કંઇ જ નથી કર્યું. કમલનાથે કહ્યું કે, ભાજપ ગૌમાતા માટે મોટી મોટી વાતો કરે છે, જમીન પર કંઇ જ કરતી નથી. સેંકડો ગૌમાતા રોજ મરી રહી છે, પરંતુ તેની કોઇ ચિંતા નથી. ભાજપ ગૌમાતાના નામે તડપતી જોઇ શકે નહી.
કોંગ્રેસનો સ્વભાવ જ દગાબાજીનો છે
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હૂમલો કરતા કહ્યું કે, દગાબાજી કરવી કોંગ્રેસ પાર્ટીના સ્વભાવમાં છે. કોંગ્રેસ પાર્ટીનાં નેતા લોકોના સપના વેચે છે. તે જનતાને ગુમરાહ કરનારા લોકો છે એટલા માટે હવે દેશની જનતા તેમના પર વિશ્વાસ નહી કરે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશની આઝાદીતી અત્યાર સુધીમાં ખોટુ બોલવાની જબરદસ્ત પ્રેક્ટિસ કરી છે તેને ખોટુ બોલવામાં અને ખોટુ ગઢવામાં મહારથ પ્રાપ્ત થઇ ચુકી છે. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર હૂમલો કરતા કહ્યું કે, મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કહેવું છે કે ગુંડા- બદમાશ, લુંટારો ચોર કોઇ પણ ઉમેદવાર ચાલશે બસ જીતનારો હોવો જોઇએ. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નામદારે એવા લોકોને પસંદ કર્યા તેવા લોકોનાં હાથમાં મધ્યપ્રદેશ ન જવું જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે