assembly elections

હાઈકોર્ટ વિરુદ્ધ ચૂંટણી પંચની અરજી પર સુપ્રીમે કહ્યું- જજ પણ માણસ છે

મદ્રાસ હાઈકોર્ટની આકરી ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટ પહોંચેલા ચૂંટણી પંચને અહીં પણ કોઈ રાહત મળી નહી. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે હાઈકોર્ટની પ્રતિષ્ઠા ઓછી થાય તેવા કોઈ કામ નહીં કરે.

May 3, 2021, 02:08 PM IST

Assembly elections: નડ્ડાના ઘરે ભાજપની કોર ગ્રુપની બેઠક, ઉમેદવારોના નામ પર ચર્ચા

ચાર રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણી (Assembly elections) ને ધ્યાનમાં રાખતા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક યોજાશે.

Mar 13, 2021, 12:33 PM IST

Opinion Poll: આ રાજ્યોમાં ભાજપને થઈ શકે છે ફાયદો, જાણો પ.બંગાળના મતદારોને CM તરીકે કોણ છે પસંદ 

IANS-C Voter ઓપિનિયન  પોલ: આસામમાં સીએમ સોનોવાલ (Sarbananda Sonowal) ને સર્વેમાં 43.3 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ 26.4 ટકા સાથે બીજા સ્થાને છે.

Feb 28, 2021, 08:11 AM IST

Assembly Elections 2021: 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ આપશે ચૂંટણી પંચ, બુધવારે બોલાવી બેઠક

દેશના પાંચ રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી કાર્યક્રમની અંતિમ રૂપરેખા તૈયાર કરવા માટે ચૂંટણી પંચે બુધવારે બેઠક બોલાવી છે. 

Feb 23, 2021, 11:17 PM IST

બિહાર ચૂંટણી પહેલા કેન્દ્રએ ચૂંટણી ખર્ચની મર્યાદામાં કર્યો 10 ટકાનો વધારો

બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પેટાચૂંટણી પહેલા લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા ચૂંટણી પંચની ભલામણ પર 10 ટકા વધારી દેવામાં આવી છે. 
 

Oct 20, 2020, 09:47 PM IST

ઝારખંડ વિધાનસભા ચુંટણી: ચોથા તબક્કાનું મતદાન શરૂ, 15 સીટો પર થઇ રહ્યું છે મતદાન

ચાર જિલ્લાની 15 વિધાનસભા સીટો પર યોજાનારા ચોથા તબક્કાની ચુંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ચોથા તબક્કામાં કુલ 221 ઉમેદવાર છે, જેમાં 23 મહિલાઓ સામેલ છે. 15 સીટોમાંથી ત્રણ અનુસૂચિત જાતિ માટે અનામત છે. જ્યારે બાકી 12 સામાન્ય વર્ગની સીટો છે.

Dec 16, 2019, 08:27 AM IST

Jharkhandની રેલીમાં PM મોદીએ નાગરિકતા બિલ અને અસમ હિંસાને લઈને આપ્યું નિવેદન

એક તરફ જ્યાં ઝારખંડ ઈલેક્શન (Jharkhand Assembly Election 2019) ના ચોથા ચરણનું મતદાન સોમવારે થવાનું છે. ત્યાં પાંચમા અને અંતિમ ચરણ માટે ઈલેક્શન પ્રચારે જોર પકડી લીધું છે. અલગ અલગ પાર્ટીઓના તમામ દિગ્ગજો પ્રચારમાં લાગી ગયા છે. બીજેપીના પ્રચાર અભિયાનને ગતિ આપવા માટે ખુદ પીએમ મોદી (Narendra Modi) આજે એકવાર ફરીથી ઝારખંડ પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હું જ્યાં પણ જઈ રહ્યો છું, ત્યાંની જનસભા પહેલાની રેલીનો રેકોર્ડ તોડી દે છે. અહીં પણ જ્યાં સુધી મારી નજર પહોંચે છે, ત્યાં ત્યાં લોકો આર્શીવાદ આપવા આવ્યા છે. 

Dec 15, 2019, 04:16 PM IST

Jharkhand Election LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી મતદાન, પોલીસ ફાયરિંગ એકનું મોત, 6 ઘાયલ

Jharkhand Election News: ઝારખંડ વિધાનસભા ચૂંટણી મતદાન દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. સિસઇ બુથમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું છે. જેમાં એકનું મોત નીપજયું છે જ્યારે પોલીસ સહિત છ લોકો ઘાયલ થયા છે. 

Dec 7, 2019, 12:57 PM IST

PM મોદીએ કહ્યું- છળ અને સ્વાર્થનું રાજકારણ કરે છે કોંગ્રેસ, રામ મંદિરને લાંબા સમય સુધી લટકાવ્યો

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના વરિષ્ઠ નેતા સતત પ્રવાસ કરી રહ્યા છે. આજે પીએમ મોદી પોતે ઝારખંડ વિધાનસભા માટે પ્રચાર કરવા ઝારખંડ ગયા છે. પીએમ મોદીને ખૂંટી અને જમશેદપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે.  

Dec 3, 2019, 03:15 PM IST

રાજનાથ સિંહે કહ્યું- રામ મંદિર બનાવતાં દુનિયાની કોઇ તાકાત ન રોકી શકે

કેંદ્વીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે ગઢના પ્રવાસે છે. રાજનાથ સિંહ પાણ્ડુના બ્લોક મેદાનમાં વિશ્રામપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રામચંદ્વ ચંદ્રવંશીના પક્ષમાં ચુંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. 

Nov 24, 2019, 04:26 PM IST

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ બેઠકોના પરિણામ આવી ચુક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેચ ટાઇ રહી હતી બંન્નેને 3-3 બેઠકો મળી હતી, જો કે ભાજપનો વોટશેર ઘટ્યો હતો અને કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો હતો

Oct 24, 2019, 10:16 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત

અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા. 

Oct 24, 2019, 05:10 PM IST

ઊત્તર ગુજરાતમાં જીત માટે એડીચોટીનું જોર લગાવવાના ચક્કરમાં પરંપરાગત થરાદ બેઠક પણ ભાજપે ગુમાવી

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે, અને ત્રણ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. સમગ્ર 6 બેઠકો પર નજર કરીએ તો, 6માંથી 4 બેઠકો ઉત્તર ગુજરાતની હતી. થરાદ, ખેરાલુ, બાયડ, રાધનપુર સીટ ઉત્તર ગુજરાતની હતી. માત્ર એક લુણાવાડા જ મધ્ય ગુજરાતની હતી. હાલ પરિણામોને તારવીએ તો સ્પષ્ટ દેખાય છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપને પોતાની જીતનો દાવો ભારે પડ્યો છે. રાધનપુર અને બાયડમાં આયાતી ઉમેદવાર લાવવા છતા પણ ભાજપ જીત્યું ન હતુ, ઉપરથી પરંપરાગત ગણાતી થરાદ બેઠક પણ હાથમાંથી ગઈ છે. 

Oct 24, 2019, 04:50 PM IST

ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.

Oct 24, 2019, 04:14 PM IST

લીલી પેનથી સહી કરવાના સપના રગદોળાયા, રાધનપુરની જનતાએ અલ્પેશ ઠાકોરને જાકારો આપ્યો

કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. 

Oct 24, 2019, 03:36 PM IST

થરાદ બેઠક પર ‘કમળ’નો નહિ, પણ ‘ગુલાબ’નો જાદુ છવાયો, ભાજપની મોટી હાર

બાયડ બાદ ભાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે. છેલ્લા 20 વર્ષથી આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે 20 વર્ષ બાદ કોંગ્રેસે ભાજપનો ગઢ જીત્યો છે. જે ભાજપ માટે પેટાચૂંટણીની સૌથી મોટી હાર કહી શકાય. 

Oct 24, 2019, 02:24 PM IST

બાયડમાં કોંગ્રેસની જંગી જીત : એક પણ રાઉન્ડમાં જશુભાઈએ ધવલસિંહ ઝાલાને આગળ આવવા ન દીધા

ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. 

Oct 24, 2019, 01:43 PM IST

ખેરાલુ બેઠક પર ભાજપે જીતનું ખાતુ ખોલાવ્યું, અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં

આજે ગુજરાતમાં 6 પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે સૌથી પહેલા ખેરાલુ (Kheralu) બેઠકનું પરિણામ સામે આવ્યું છે. ખેરાલુમાં જીત મેળવીને ભાજપે ખાતુ ખોલાવ્યું હતું. ઉત્તર ગુજરાતની આ બેઠક પર ભાજપ (BJP) ના અજમલજી ઠાકોર અને કોંગ્રેસ (Congress) ના બાબુજી ઠાકોર વચ્ચે સીધી જંગ હતી. જેમાં અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં છે. 

Oct 24, 2019, 01:11 PM IST

બંને પક્ષપલટુઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપને ન ફળ્યા, બે રાઉન્ડમાં કોંગ્રેસથી પાછળ

ગુજરાત (Gujarat) ની તમામ 6 બેઠકો (ByElectionsResults) પર કોણ જીતશે તેની આતુરતાનો અંત થોડા જ કલાકમાં આવી જશે. 6 બેઠકોમાંથી બે બેઠકો બંને પક્ષો માટે કાંટે કી ટક્કર જેવી છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર હાલ સૌની નજર છે. ત્યારે શરૂઆતના રાઉન્ડમાં જ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavasinh Zala) ને પછડાટ મળતી દેખાઈ રહી છે. પ્રથમ રાઉન્ડમાં જ બંને બેઠકો પર ભાજપ (BJP) ના આ પક્ષપલટુ નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે. રાધનપુર અને બાયડ બંને બેઠકો પર કોંગ્રેસ (Congress) આગળ ચાલી રહ્યું છે, ત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાની બેઠકમાં આ બાબત હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 

Oct 24, 2019, 09:16 AM IST

પેટાચૂંટણી પરિણામ: કોંગ્રેસની ‘દિવાળી’ સુધરી, 3 બેઠકો પર જીત મેળવી, તો 3 બેઠક ભાજપને ફાળે 

આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત ભાજપ-કોંગ્રેસના 12 મહારથીઓનું ભાવિ નક્કી થશે.

Oct 24, 2019, 07:53 AM IST