લતા દીના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક, જાણો કેમ અડધી કાંઠીએ ફરકાવવામાં આવે છે તિરંગો?
રાષ્ટ્રીય શોક દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં (Half Mast) આવશે. રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો અર્થ રાજકીય શોકનું પ્રતીક છે. કોઈ ખાસ વ્યક્તિના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: રવિવારે સવારે એક એવા સમાચાર આવ્યા જેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયાના માહોલને ગમગીન કરી દીધો છે. છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ લતા મંગેશકરનું રવિવારે સવારે નિધન થયું હતું. લતા દીને ફિલ્મફેર, 3 નેશનલ એવોર્ડ સહિત પદ્મ ભૂષણ અને ભારત રત્ન ઉપરાંત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar) ના નિધન પર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોક (National mourning) ની જાહેરાત કરી છે.
2 દિવસનો રાષ્ટ્રીય શોક
રાષ્ટ્રીય શોક દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં (Half Mast) આવશે. રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો અર્થ રાજકીય શોકનું પ્રતીક છે. કોઈ ખાસ વ્યક્તિના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. અમુક નિશ્ચિત હોદ્દાઓ ઉપરાંત અન્ય ખાસ વ્યક્તિના મૃત્યુ પર રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે કે કેમ તે નક્કી કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉદભવે છે કે રાષ્ટ્રધ્વજને અડધો નમાવવાને લઇને શું નિયમ છે, કયા લોકોના મૃત્યુ પછી આ કરવામાં આવે છે અને ભારત સિવાય અન્ય કયા દેશોમાં કરવામાં આવે છે. આવો અમે તમને આ તમામ પ્રશ્નોના જવાબો વિગતવાર જણાવીએ...
રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાને લઇને શું છે નિયમ?
જ્યારે પણ આમ કરવામાં આવે છે, તો પહેલાં ધ્વજને પહેલા સંપૂર્ણ ઉંચાઈ સુધી ઊંચો કરવામાં આવે છે અને પછી ધીમે ધીમે અડધી કાઠી સુધી નીચે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન માત્ર ત્રિરંગાને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. આ સિવાય જો ક્યાંક રાષ્ટ્રધ્વજ સાથે સંસ્થાનો ધ્વજ હોય તો તે સામાન્ય ઊંચાઈ પર રહે છે. તેને અડધી કાઠીએ ફરકાવવામાં આવતો નથી.
કોના દેહાંત પર આમ કરવામાં આવે છે?
ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, દેશની કેટલીક વ્યક્તિઓના મૃત્યુ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના સ્પીકર, દેશના ન્યાયાધીશ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી, રાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર, મુખ્યમંત્રી, રાજ્ય મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે કોઈ વિશિષ્ટ વ્યક્તિના મૃત્યુ પર કરવામાં આવે છે, પરંતુ તેના પર નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે. આ સંબંધિત માર્ગદર્શિકા ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે