સિદ્ધૂની મુસ્લિમોને અપિલ, કહ્યું- સિક્સ મારો અને મોદીને બાઉન્ડ્રીથી બહાર મોકલી દો

કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ બિહારના કિશનગંજમાં વિવાદિત ભાષણ આપ્યું છે. સિદ્ધૂએ ધર્મના આધાર પર વોટ આપવાની અપિલ કરી છે. તેમણે મુસ્લિમ ધર્મના લોકોથી એકજૂટ થઇને મહાગઠબંધનના ઉમેદવારના પક્ષમાં વોટ આપવાની અપિલ કરી છે.

સિદ્ધૂની મુસ્લિમોને અપિલ, કહ્યું- સિક્સ મારો અને મોદીને બાઉન્ડ્રીથી બહાર મોકલી દો

બ્રજેશ મિશ્ર, કટિહાર: કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ બિહારના કિશનગંજમાં વિવાદિત ભાષણ આપ્યું છે. સિદ્ધૂએ ધર્મના આધાર પર વોટ આપવાની અપિલ કરી છે. તેમણે મુસ્લિમ ધર્મના લોકોથી એકજૂટ થઇને મહાગઠબંધનના ઉમેદવારના પક્ષમાં વોટ આપવાની અપિલ કરી છે. સાથે જ કહ્યું કે, સિક્સ મારો અને મોદીને બાઉન્ડ્રીથી બહાર મોકલી દો. જાણવા મળી રહ્યું છે કે કટિહરા લોકસભા બેઠકથી કોંગ્રેસની ટિકિટ પર તારિક અનવર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે.

એક ચૂંટણી સભાનું સંબોધન કરતા સિદ્ધૂએ કહ્યું કે, આજે ષડયંત્ર થઇ રહ્યું છે. હું તમને બધાને ચેતવણી આપવા આવ્યો છું. મુસ્લિમ ભાઇઓ તમારી આબાદી 54 ટકા છે. તમે જેટલા પણ મુસ્લિમ ભાઇઓ છો, મારી પાઘડી છો. તમે પંજાબમાં કામ કરવા જાઓ છો. તમને સન્માન મળે છે. તમને પંજાબમાં કોઇ તકલીફ હોય તો હું ત્યાંનો મંત્રી છું. તમે મને ત્યાં ઉભો જોશો.

સિદ્ધૂ ત્યાં ન રોકાતા વધુમાં કહ્યું કે, આજે ષડયંત્ર થઇ રહ્યું છે. હું તમને ચેતવણી આપી રહ્યો છું. તેઓ વિભાજિત કરી રહ્યાં છે. મુસ્લિમ ભાઇઓ ઓવેસી જેવા લોકોને ઉભા કરી તમારા વોટને તોડી આ લોકો જીતવા માગે છે. જો 54 ટકા એકજૂટ થઇને વોટ આપ્યો તો ઉકેલાઇ જશે.

સિદ્ધૂ કટિહાર સંસદીય ક્ષેત્રના બલરામપૂર વિધાનસભાના બારસોઇ પ્રખંડથી ઉચ્ચ વિદ્યાલય ઢઠ્ઠાના મેદાનમાં સોમવારે એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા. પૂર્વ ક્રિકેટર સહ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ ત્યાં ભડકાઉ ભાષણ આપ્યું છે. તેમણે કહ્યું કે, તમે અહીં લધુમતિ થઇને પણ બહુમતી છો. જો તમે એકજૂટતા દેખાડશો તો તમારા ઉમેદવાર તારીક અનવરને કોઇ હરાવી શકશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news