close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

બિહાર

બિહારમાં મૉબ લિન્ચિંગની 2 ઘટના: 1નું મોત 3 ગંભીર

બિહારના હાઝીપુરમાં મૉબ લૉન્ચિંગની બેવડી ઘટના થઇ છે. આ ઘટનામાં ટોળાએ લુંટારાની મારી મારીને હત્યા કરી દીધી છે તો બીજી ઘટનામાં ટોળાએ ચોરીના આરોપમાં પતિ-પત્નીને માર મારીને અઘમુવુ કરી દીધા છે. હાઝીપુરમાં એક બેંકનુ સેવાકેન્દ્ર લુંટવા પહોંચેલા બે લુંટારુઓ ગ્રામીણોનાં હાથે ઝડપાઇ ગયા હતા. ટોળાએ બંન્નેને ઢોરમાર માર્યા બાદ તેની બાઇકમાં પણ તોડફોડ કરી હતી. 

Jul 19, 2019, 06:50 PM IST

બિહારનાં નવાદામાં મોટી દુર્ઘટના, વિજળી પડવાનાં કારણે 9 લોકોનાં મોત

બિહારનાં નવાદામાં એક મોટી દુર્ઘટના થઇ ગઇ છે. અહીના ધાનપુર ગામનાં મુસહરીમાં વિજળી પડવાનાં કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે વિજળી પડી તો બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. જ્યાં વિજળી પડવાનાં કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. તમામ ઇજાગ્રસ્તાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

Jul 19, 2019, 06:32 PM IST

બિહાર: છપરામાં ચોરીના શકમાં ભીડે યુવકોને ઢોર માર માર્યો, 3ના મોત

બિહારના છપરાના બનિયાપુર પોલીસ સ્ટેશનની હદના ચોરી નંદલાલ ટોલામાં ચોરી કરવા આવેલા 3 ચોરોને સ્થાનિકોએ પકડીને ઢોર માર માર્યો. એટલો માર માર્યો કે 3 યુવકોના મોત થઈ ગયાં.

Jul 19, 2019, 11:58 AM IST

બિહારમાં પુર અને DY.CM જોઇ રહ્યા છે ફિલ્મ: વિપક્ષે મોદીની ઝાટકણી કાઢી

પુરનો માર સહી રહેલ બિહારની સ્થિતી હાલ બેહાલ છે. તેવા સમયે નાયબ મુખ્યપ્રધાન સુપર-30 જોવા જતા વિપક્ષનાં નિશાન પર આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ જોઇ રહેલા સુશીલ મોદીની તસ્વીર વાઇરલ થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં અત્યાર સુધી પુરનાં કારણે 60 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એ સુશીલ કુમારની ફિલ્મ જોતી તસ્વીરના અનુસંધાને નિશાન સાધ્યું છે. 

Jul 18, 2019, 05:03 PM IST

બિહાર પૂરઃ સરકાર પૂર પીડિત દરેક પરિવારને આપશે 6000, નીતિશ કુમારની જાહેરાત

બિહારના 12 જિલ્લામાં 25 લાખથી વધુ વસ્તી પુરથી પ્રભાવિત છે અને રાજ્યમાં મોટાપાયે નુકસાન થયું છે 
 

Jul 16, 2019, 11:34 PM IST

આસામ પૂરઃ 15નાં મોત, 43 લાખ લોકો પ્રભાવિત, કેન્દ્રએ આપ્યા 251 કરોડ

આસામમાં મંગળવારે પણ પૂરની સ્થિતિ વણસેલી રહી. રાજ્યના 33માંથી 32 જિલ્લાઓમાં પૂરના પાણી ફરી વળ્યાં છે અને કાઝિરંગા નેશનલ પાર્કનો 90 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે 
 

Jul 16, 2019, 11:00 PM IST

ઉત્તરથી પૂર્વમાં પૂરનો કહેર, આસામમાં 15 અને બિહારમાં 34ના મોત

બિહાર, આસામ સહિત ઉત્તર પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. માત્ર આસામ અને બિહારમાં 49થી વધારે લોકોના મોત થયા છે. ત્રિપુરા અને આસામમાં ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે.

Jul 16, 2019, 08:04 AM IST

BPSCની મુખ્ય પરિક્ષામાં વિચિત્ર સવાલ! શું બિહારના રાજ્યપાલ કઠપુતળી છે ?

: બિહારમાં બીપીએસસી (બિહાર લોક સેવા પંચ) મુખ્ય પરીક્ષા ચાલી રહી છે. બીપીએસસી મેઇન્સ પરીક્ષા મુદ્દે પરીક્ષાર્થી ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જે હવે ચાલુ થઇ ચુકી છે. જો કે પરીક્ષામાં બીપીએસસી દ્વારા પુછાયેલા એક સવાલનાં કારણે હાલ વિવાદમાં આવી ગઇ છે અને વિદ્યાર્થીઓ પણ વિમાસણમાં મુકાઇ ચુક્યા છે. એક એવો સવાલ પુછાયો જે અંગે તેમણે ક્યારે વિચાર્યું પણ નહી હોય. 

Jul 15, 2019, 06:18 PM IST

બિહાર: પૂરના કારણે સ્થિતિ ખુબ ગંભીર, અત્યાર સુધી 13 લોકોના મોત 

નેપાળથી આવતી નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર જોવા મળી રહ્યાં છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે.

Jul 15, 2019, 10:45 AM IST

જ્યારે ડ્રમની નાવમાં બેસાડીને નવદંપત્તીને આપવી પડી વિદાય, નદીઓ ગાંડીતુર

બિહારમાં મુશળધાર વરસાદના કારણે પુર જેવી સ્થિતી પેદા થઇ છે, પૂર્વી બિહારમાં નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે

Jul 14, 2019, 07:27 PM IST
Flood situation at Bihar PT3M23S

ભારે વરસાદને પગલે બિહારમાં ભારે પુરની સ્થિતિ

ભારે વરસાદને પગલે બિહારમાં ભારે પુરની સ્થિતિ

Jul 14, 2019, 10:35 AM IST

બિહારમાં મોટી દુર્ઘટના: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે જાનૈયાઓને કચડ્યા, 8 લોકોના મોત

બિહારના લખિસરાયમાં મોડી રાત હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના હલસી બજારમાં અકસ્માતમાં આઠ લોકો મોત થયા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘટના બાદ આક્રોશિત લોકોએ હલસી બજાર સ્થિત આંબેડકર ચોકની નજીક વળતર કરવાની માગને લઇને રોડ જામ કરી ભારે હંગામો કર્યો હતો.

Jul 11, 2019, 09:06 AM IST

DMCH : 50 બાળકોના મોત મામલે BJP ધારાસભ્યનું અત્યંત શરમજનક નિવેદન

ઉત્તર બિહારની સૌથી મોટી હોસ્પિટલ ડીએમએસીએચમાં જૂન મહિનામાં 50 બાળકોના મોત થયા.

Jul 4, 2019, 12:16 PM IST

PM મોદી આ યુવા MPથી ખુબ પ્રભાવિત, સાંસદોને પણ કહ્યું-'તેમની પાસેથી શીખો'

ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નવા સાંસદોને જૂના સાંસદો પાસેથી શીખવાની શિખામણ આપી.

Jul 3, 2019, 01:17 PM IST

મગજનો તાવ: સ્વાસ્થ્ય મંત્રી વિરુદ્ધ ફરિયાદ, CJM કોર્ટે આપ્યાં તપાસના આદેશ

બિહારમાં એક્યુટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ (AES) જેને મગજનો તાવ પણ કહે છે, તેનાથી 168 બાળકોના મોતના મામલે મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ તપાસના આદેશ આપ્યાં છે. વાત જાણે એમ છે કે મુઝફ્ફરપુરના એક સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. 

Jun 24, 2019, 02:25 PM IST

બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમમાં અરજી, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપી નોટિસ

બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.

Jun 24, 2019, 11:43 AM IST

SKMCHમાં નીતિશકુમારની મુલાકાત અગાઉ જ મોટી સંખ્યામાં મૃતદેહો બાળવામાં આવ્યા હતાં, સ્થાનિકોનો દાવો

બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી શ્રી કૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલમાં મગજના તાવથી દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. આ બધા વચ્ચે હોસ્પિટલના  પરિસરમાંથી હાડપિંજર મળી આવ્યાં છે. ત્યારબાદથી સમગ્ર હોસ્પિટલ મેનેજમેન્ટના હાથપગ ફૂલી ગયા છે. આ મામલે તપાસના આદેશ પણ અપાયા છે. 

Jun 23, 2019, 02:40 PM IST

બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર

ચારા કૌભાંડના અલગ અલગ કેસોમાં સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની બેનામી સંપત્તિ જપ્ત કરાશે. આવકવેરા વિભાગના First appellate authorityએ તેના પર અંતિમ મહોર લગાવી દીધી છે. હવે પટણા એરપોર્ટ પાસે આવેલા બંગલા અને અવામી બેંકમાં નોટબંધી સમયે ખુલેલા અનેક ખાતાઓ પર જપ્તીની મહોર લાગી ગઈ છે. 

Jun 22, 2019, 12:11 PM IST

બિહારમાં તાવનો કાળા કેર વચ્ચે ગાયબ છે તેજસ્વી, RJD નેતા કહે છે વર્લ્ડ કપ જોવા ગયા

બિહારના મુજફ્ફરપુર અને આસપાસનાં વિસ્તારમાં અક્યૂટ ઇંસેફલાઇટિસ સિંડ્રોમ એટલે કે ચમકી તાવનાં કારણે અત્યાર સુધીમાં આશરે 112 બાળકોનાં મોત થઇ ચુક્યા છે. પ્રદેશનું રાજકારણમાં સત્તા અને વિપક્ષની વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપ વચ્ચે રાજ્યની સૌથી મોટી રાજનીતિક પાર્ટી રાષ્ટ્રીય જનતા દળનાં નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામાન્ય લોકો વચ્ચેથી ગાયબ છે. બિહારમાં બાળકોનાં મોત વચ્ચે તેજસ્વીની ગેરહાજરી જ્યાં અનેક સવાલો પેદા કરી રહી છે, બીજી તરફ પાર્ટીનાં નેતાઓએ પણ તેજસ્વી અંગે કોઇ માહિતી નહી હોવાની વાત કરી છે. 

Jun 19, 2019, 04:35 PM IST

બિહારઃ શક્તિસિંહનું રાજીનામું બન્યું ચર્ચાનો વિષય, ટ્વીટર પર હજુ પણ બિહાર કોંગ્રેસના પ્રભારી

કોંગ્રેસમાં રાજીનામાને લઈને હાહાકાર મચેલો છે, તેમાં હવે એક નવું નામ ગુજરાતના શક્તિસિંહ ગોહિલનું પણ ઉમેરાયું છે, તેમણે લોકસભા ચૂંટણીમાં બિહારમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈને રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા છે, પરંતુ હજુ હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારાયું ન હોય એવું ચર્ચાઈ રહ્યું છે 

Jun 18, 2019, 07:50 PM IST