Navratri 2022: નવરાત્રિમાં કેમ હોય છે ઘટસ્થાપનાનું વિશેષ મહત્ત્વ? શુભ યોગ અને પૂજા-મુહૂર્ત વિશે જાણો

Navratri 2022: હિન્દુ કેલેન્ડર મુજબ, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી નવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે નવરાત્રીનો મહાપર્વ સોમવાર, 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર, બુધવાર સુધી ઉજવાશે. આજે અમે તમને નવરાત્રીના મહત્વ વિશે જણાવીશું. ખાસ કરીને નવરાત્રિમાં શું હોય છે ઘટસ્થાપનાનું મહત્ત્વ? નવરાત્રિના શુભ યોગ અને પૂજાવિધિનું મુહૂર્ત પણ જાણો.

Navratri 2022: નવરાત્રિમાં કેમ હોય છે ઘટસ્થાપનાનું વિશેષ મહત્ત્વ? શુભ યોગ અને પૂજા-મુહૂર્ત વિશે જાણો

નવી દિલ્લીઃ નવરાત્રિ- નવ એટલે 9 અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને 10 દિવસ દરમ્યાન માં શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારત અને દુનિયાનાં ઘણાં દેશોમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રી એ હિન્દુઓનો વિશેષ તહેવાર છે. આ શુભ તહેવાર પર મા આદ્યશક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેથી આ તહેવારને 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. વેદ અને પુરાણોમાં મા આદ્યશક્તિને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે આ જગતને રાક્ષસોથી રક્ષણ આપે છે. નવરાત્રિ દરમિયાન, માના ભક્તો તેમના સુખી જીવન અને સમૃદ્ધિની કામના કરે છે. જેથી નવરાત્રિના પ્રારંભે જ ઘટસ્થાપના કરીને માતાજીને ભક્તિભાવથી બોલાવવામાં આવે છે. તેમની સ્થાપના કરવામાં આવે છે. તેમની પાસે સર્વેની મંગળકામના કરાય છે.

નવરાત્રિ દરમિયાન, માતાજીના ભક્તો સમગ્ર ભારતમાં માતાના શક્તિપીઠોના દર્શન કરવા જાય છે. આ નવરાત્રીને શારદીય નવરાત્રી પણ કહેવાય છે. હિંદુ કેલેન્ડર મુજબ, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી નવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે નવરાત્રીનો મહાપર્વ સોમવાર, 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર, બુધવાર સુધી ઉજવાશે. મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આપણે જેને જવારા કહીએ છીએ એની પણ વાવણી કરવામાં આવે છે. અગિયાર જાતનાં ધાન્યનો ઉપયોગ કરી માટીમાં આ ધાન્ય વાવવામાં આવે છે. અંતે દસમાં દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે.

નવરાત્રિના પહેલા દિવસે માતાજીના સ્થાપન માટે લાલ રંગના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા માટે માટીનું વાસણ, કળશ, નાળિયેર, શુદ્ધ માટી, ગંગાજળ, પિત્તળ કે તાંબાનો કળશ, અત્તર, સોપારી, સિક્કો, અશોક કે કેરીના પાંચ-પાંચ પાંદડા, અક્ષત અને ફૂલ-માળા જેવી સામગ્રી રાખવી જરૂરી છે. નવરાત્રી ઉત્સવ મુખ્યત્વે ભારતના ઉત્તરીય રાજ્યો, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે માતાના ભક્તો તેમના આશીર્વાદ મેળવવા માટે નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. આ દરમિયાન દારૂ, માંસ, ડુંગળી, લસણ વગેરે ટાળવામાં આવે છે. નવ દિવસ પછી દસમા દિવસે ઉપવાસ તોડવામાં આવે છે. નવરાત્રિનો દસમો દિવસ વિજયાદશમી અથવા દશેરા તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને લંકા પર વિજય મેળવ્યો હતો. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઘટસ્થાપન કર્યા પછી ભક્તો નવ દિવસ સુધી માતાની પૂજા કરે છે. માતાના આશીર્વાદ મેળવવા ભક્તો દ્વારા ભજન કીર્તન કરે છે. નવ દિવસ સુધી માતાની વિવિધ સ્વરૂપોમાં પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિનો શુભ યોગ મુહૂર્ત-
અશ્વિન નવરાત્રી સોમવાર, 26 સપ્ટેમ્બર, 2022
પ્રતિપદા તિથિનો પ્રારંભ - 26 સપ્ટેમ્બર, 2022 સવારે 03.23 કલાકે
પ્રતિપદા તિથિ સમાપ્તિ - 27 સપ્ટેમ્બર, 2022 સવારે 03:08 કલાકે

નવરાત્રિ ઘટસ્થાપન મુહૂર્ત-
સોમવાર, 26 સપ્ટેમ્બર, 2022ના રોજ અશ્વિન ઘટસ્થાપન

ઘટસ્થાપન મુહૂર્ત - સવારે 06.28થી 08.01.00 સુધી

સમયગાળો - 01 કલાક 33 મિનિટ

ઘટસ્થાપન અભિજીત મુહૂર્ત - બપોરે 12:06થી 12:54 સુધી

નવરાત્રિ તારીખ-
પ્રતિપદા (મા શૈલપુત્રી) - 26 સપ્ટેમ્બર 2022
દ્વિતિયા (મા બ્રહ્મચારિણી) - 27 સપ્ટેમ્બર 2022
તૃતીયા (મા ચંદ્રઘંટા) - 28 સપ્ટેમ્બર 2022
ચતુર્થી (મા કુષ્માંડા) - 29 સપ્ટેમ્બર 2022
પંચમી (મા સ્કંદમાતા) - 30 સપ્ટેમ્બર 2022
ષષ્ઠી (મા કાત્યાયની) - 01 ઓક્ટોબર 2022
સપ્તમી (મા કાલરાત્રી) - 02 ઓક્ટોબર 2022
અષ્ટમી (મા મહાગૌરી) - 03 ઓક્ટોબર 2022
નવમી (મા સિદ્ધિદાત્રી) - 04 ઓક્ટોબર 2022
દશમી (મા દુર્ગા મૂર્તિનું વિસર્જન) - 5 ઓક્ટોબર 2022

નવરાત્રિ માટે પૂજા સામગ્રી-
મા આદ્યશક્તિની પ્રતિમા અથવા ચિત્ર, લાલ ચુંદડી, આંબાના પાન, ચોખા, આદ્ય સપ્તશતી પુસ્તક, લાલ કલાવા, ગંગાજળ, ચંદન, નારિયેળ, કપૂર, જવ, માટીનું વાસણ, ગુલાલ, સોપારી, લવિંગ, એલચી.

નવરાત્રિ પૂજા વિધિ-
સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ઉપરોક્ત પૂજા સામગ્રી એકત્રિત કરવી પૂજા સ્થળને શણગારો. મા આદ્યની મૂર્તિને લાલ કપડામાં રાખવી જોઈએ. માટીના વાસણમાં જવના બીજ વાવી અને નવમી સુધી દરરોજ પાણી છાંટવું. સંપૂર્ણ પદ્ધતિ અનુસાર શુભ મુહૂર્તમાં કલશની સ્થાપના કરવી જોઈએ. આમાં સૌથી પહેલા કળશને ગંગાજળથી ભરી દો, તેના ચહેરા પર કેરીના પાન લગાવો અને ઉપર નારિયેળ મૂકો. કળશને લાલ કપડાથી લપેટીને કલવથી બાંધો. હવે તેને માટીના વાસણ પાસે રાખો. પંચોપચાર પૂજા ફૂલ, કપૂર, અગરબત્તી, જ્યોતથી કરો. નવ દિવસ સુધી મા આદ્ય સાથે સંબંધિત મંત્રનો જાપ કરો અને માતાનું સ્વાગત કરો અને તેમના સુખ અને સમૃદ્ધિની કામના કરો. અષ્ટમી અથવા નવમી પર દુર્ગા પૂજા પછી, નવ કન્યાઓની પૂજા કરો અને તેમને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન(પુરી, ચણા, હલવો) અર્પણ કરો. અંતિમ દિવસે, દુર્ગાની પૂજા પછી, ઘટ વિસર્જન કરો, માતાની આરતી ગાઓ, તેમને ફૂલ, ચોખા ચઢાવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news