સુરક્ષાદળો વિરુદ્ધ નક્સલવાદીઓનું નવુ હથિયાર રેમ્બો તીર
નક્સલવાદીઓએ પરંપરાગત્ત યુદ્ધને હવે આધુનિકતાનો ઓપ આપીને વધારે ઘાતક હથિયાર વિકસાવ્યું છે
Trending Photos
રાંચી : નક્સલવાદીઓએ પરંપરાગત તીર ધનુને ઘાતક સ્વરૂપ આપતા તેને મારક હથિયારમાં પરિવર્તીત કરી દીધું છે. જંગલોની અંદર સુરક્ષાદળોને નુકસાન પહોંચાડવા માટે નક્સલવાદીઓએ એક સસ્તા વિકલ્પ શોધી કાઢ્યો છે. નક્સલવાદીઓ હવે રેમ્બો તીરની મદદ લઇને સુરક્ષાદળોને નિશાન બનાવી રહ્યા છે. ખાસ વાત છે કે આ તીરને બનાવવા માટે કોઇ ખાસ પ્રકારનાં મહારથની જરૂર નથી.
તીરની અણી પર વિસ્ફોટક બાંધીને તેને ચલાવવામાં આવે છે. જાણકારો અનુસાર આ ખુબ જ ઘાતક સાબિત થઇ શકે છે. નક્સલવાદીઓ દેસી બંદુકોનાં બદલે હવે આ તીરોનો જ ઉપયોગ કરે છે. આ તીરની મદદથી જ નક્સલવાદીઓ સુરક્ષાદળોને નુકસાન પહોંચાડે છે. તેમાં બંદુકથી ગોળી નહી પરંતુ વિસ્ફોટક તીર બાંધીને ચલાવવામાં આવે છે. જેને સીમિત સ્થળ પર ઘણુ મોટુ નુકસાન પહોંચાડી શકાય છે. હાલમાં જ સુરક્ષા દળોએ ઝારખંડનાં ચાઇબાસા જિલ્લાનાં નક્સલી સ્થળો પરથી તેને જપ્ત કર્યા છે.
આ પ્રકારનાં હથિયારો છત્તીસગઢમાં પણ ઉપયોગ કરવામાં આવ્યા છે. જેમાં તીરની ટોચ પર પ્લાસ્ટિક વિસ્ફોટક બાંધવામાં આવે છે જે નિશાન સાથે અથડાતાની સાથે જ ફાટી જાય છે અને વ્યાપક નુકસાન પહોંચાડે છે. નક્સલવાદીઓ દ્વારા લેંડ માઇન અને બુબી ટ્રેપ બાદ હવે આ તીરનો નવો પડકાર ઉભો કર્યો છે. જેનાં કારણે સુરભા દળો માટે મોટી મુસીબત ઉભી થઇ છુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે