દલિત, ઓબીસી કે મહિલા... આમાંથી કોઈ બની શકે ભાજપના આગામી અધ્યક્ષ, RSSના આશીર્વાદ પણ જરૂરી

New BJP President 2024: ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા કેન્દ્ર સરકારમાં મંત્રી બની ગયા છે. તેવામાં આગામી નવા અધ્યક્ષની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચર્ચા છે કે ભાજપ દલિત, ઓબીસી કે કોઈ મહિલાને આગામી અધ્યક્ષ બનાવી શકે છે.
 

દલિત, ઓબીસી કે મહિલા... આમાંથી કોઈ બની શકે ભાજપના આગામી અધ્યક્ષ, RSSના આશીર્વાદ પણ જરૂરી

Next BJP Chief: ભારતીય જનતા પાર્ટીના આગામી અધ્યક્ષ કોણ બનશે? વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રીનું પદ સંભાળી લીધું છે. ભાજપમાં એક વ્યક્તિ, એક પદની પરંપરા છે. તેવામાં હવે નડ્ડાના ઉત્તરાધિકારીની શોધ કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ખરાબ પ્રદર્શન કર્યું છે. આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં નવા અધ્યક્ષની સામે પદ સંભાળતા જ બંને રાજ્યોમાં સત્તા બચાવવાનો પડકાર હશે. 

નડ્ડાએ પાર્ટી પ્રમુખના રૂપમાં પોતાનો કાર્યકાળ પૂરો કરી લીધો છે. આગામી થોડા દિવસમાં ભાજપના નવા અધ્યક્ષ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યાં સુધી નવા પૂર્ણલાકિન અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. પરંતુ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર હજુ સુધી પાર્ટી હાઈ કમાન્ડે આ વિશે કોઈ નિર્ણય કર્યો નથી. 

ભાજપના આગામી અધ્યક્ષ કોણ? સૌથી મહત્વનું છે RSS ફેક્ટર
પાર્ટીની પાસે આગામી અધ્યક્ષ માટે દાવેદારોની કમી નથી. એવા ઘણા મોટા નેતા છે, જેણે સંગઠનમાં ખુબ કામ કર્યું છે, સરકારોમાં રહ્યાં છે. TOI ના રિપોર્ટ અનુસાર ભાજપનો મૂડ જમીન સાથે જોડાયેલા કોઈ નેતાને આગામી અધ્યક્ષ બનાવવાનો છે. ભાવી અધ્યક્ષની પસંદગીમાં સૌથી મહત્વનું હશે તેનો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાવ. રિપોર્ટ અનુસાર પાર્ટી મજબૂત RSS બેકગ્રાઉન્ડવાળા કોઈ દલિત, ઓબીસી કે મહિલા નેતાને આગામી અધ્યક્ષ બનાવી શકે છે.  

ભાજપ પર હંમેશાથી સંઘની મજબૂત પકડ રહી, પરંતુ તાજેતરના દિવસોમાં પાર્ટી  RSS ની છાટામાંથી નિકળવાના પ્રયાસમાં જોવા મળી. સંઘને આ પસંદ આવ્યું નથી. નડ્ડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે- ભાજપ એટલી શક્તિશાળી થઈ ગઈ છે કે તેને આરએસએસના સમર્થનની જરૂર નથી. આ નિવેદનથી પણ સંઘ નારાજ થયું હતું. તેવામાં સંઘ એવા ચહેરાને ઈચ્છે છે જે ભાજપ પર તેની પકડ ઢીલી ન પડવા દે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂરો થઈ ગયો હતો. લોકસભા ચૂંટણી જોતા તેમને છ મહિનાનો વિસ્તાર આપવામાં આવ્યો હતો. તે આગામી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પૂરી થવા સુધી પાર્ટી ચીફ રહેશે. કોઈ વ્યક્તિના સરકાર અને પાર્ટી સંગઠનમાં એક સાથે રહેવા પર કોઈ કાયદાકીય પ્રતિબંધ નથી. પરંતુ ભાજપમાં એક વ્યક્તિ, એક પદની પરંપરા છે. 

ચર્ચા તે પણ છે કે ભાજપ કોઈ મહિલાને અધ્યક્ષ પદની જવાબદારી સોંપી શકે છે. તેની પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તે નિવેદન છે જેમાં તેમણે સતત ત્રણવાર જીતમાં મહિલાઓની મહત્વની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. અત્યાર સુધી ભાજપમાં કોઈ મહિલા અધ્યક્ષ રહી નથી. 

કઈ રીતે ભાજપમાં અધ્યક્ષની થાય છે ચૂંટણી?
ભાજપનું બંધારણ કહે છે કે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદોના સભ્યોથી મળી બનેલી ઈલેક્ટોરલ કોલેજ કરે છે. કોઈ રાજ્યની ઈલેક્ટોરલ કોલેજના કોઈપણ 20 સભ્ય એવા કોઈ વ્યક્તિનો પ્રસ્તાવ કરી શકે છે જે ચાર કાર્યકાળ સુધી સક્રિય સભ્ય રહ્યો હોય અને જેનું સભ્યપદ 15 વર્ષથીહોય. પરંતુ સંયુક્ત પ્રસ્તાવ ઓછામાં ઓછા પાંચ રાજ્યોથી આવવો જોઈએ, જ્યાં રાષ્ટ્રીય પરિષદ માટે ચૂંટણી થઈ ગઈ હોય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news