ગણેશ ગોંડલના કાંડ મામલે જયરાજસિંહ જાડેજાએ મૌન તોડ્યું; જાણો ભીસ વધતાં શું આપ્યું નિવેદન?

ગુજરાત છેલ્લા કેટલાક સમયથી આંદોલનોનું જાણે હબ બની ગયું છે. હજુ તો થોડા સમય પહેલા જ ક્ષત્રિય આંદોલન શાંત થયું ત્યાં ફરી એક આંદોલનની શરૂઆત થઈ છે. જો કે આ આંદોલન કોઈ સમાજ કે સરકારના વિરોધમાં નહીં પણ જેની સામે દમન કરવાનો આક્ષેપ લાગ્યો છે તે ગણેશ જાડેજાના વિરોધમાં છે.

ગણેશ ગોંડલના કાંડ મામલે જયરાજસિંહ જાડેજાએ મૌન તોડ્યું; જાણો ભીસ વધતાં શું આપ્યું નિવેદન?

બ્યુરો/રાજકોટ: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જૂનાગઢ કોંગ્રસના નેતા રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરી માર મારવાની ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અનુસુચિત જાતિ સમાજના જૂનાગઢના પ્રમુખ રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરી મારવાનો ગુનો ગણેશ જાડેજા પર નોંધાયો છે. ગણેશ જાડેજા હાલ જેલમાં છે. પરંતુ દલિત સમાજે ગણેશ પર ગાળિયો વધુ કસવા માટે એક મહારેલીનું આયોજન કર્યું હતું. જૂનાગઢથી નીકળેલી આ રેલી ગોંડલ પહોંચી જનસભામાં ફેરવાઈ હતી બીજી તરફ ગણેશના સમર્થનમાં પણ ગોંડલના અનેક લોકો આવ્યા, શું બની આ સમગ્ર ઘટના?

ગુજરાત છેલ્લા કેટલાક સમયથી આંદોલનોનું જાણે હબ બની ગયું છે. હજુ તો થોડા સમય પહેલા જ ક્ષત્રિય આંદોલન શાંત થયું ત્યાં ફરી એક આંદોલનની શરૂઆત થઈ છે. જો કે આ આંદોલન કોઈ સમાજ કે સરકારના વિરોધમાં નહીં પણ જેની સામે દમન કરવાનો આક્ષેપ લાગ્યો છે તે ગણેશ જાડેજાના વિરોધમાં છે. પહેલા દ્રશ્યો દલિત સમાજની મહારેલીના. જૂનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પુત્રને માર મારવાની ઘટનામાં દલિત સમાજે જૂનાગઢથી ગોંડલથી બાઈક રેલી યોજી તો બીજા દ્રશ્યો ગોંડલાના છે, જ્યાં ગણેશ જાડેજાના સમર્થનમાં APMC બંધ રાખવામાં આવી, અનેક ગ્રામ્ય વિસ્તારોએ પણ બંધ પાડી રાજુ સોલંકીનો વિરોધ કર્યો.

જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની બાઈક રેલી અલગ અલગ શહેરોમાં ફરી ગોંડલ પહોંચી હતી. આ મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જય ભીમના નારા સાથે ગણેશ જાડેજા સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જો કે આપને જણાવી દઈએ કે ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને હાલ ગણેશ જાડેજા જેલમાં છે. પરંતુ દલિત સમાજે ગણેશ જાડેજા વિરુદ્ધ વધુ કેટલીક કલમો ઉમેરવાની માગ કરી છે. 

દલિત સમાજની મહારેલી ગોંડલમાં પ્રવેશ્યા બાદ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્ટેજ પરથી તમામ લોકોએ એક જ સ્વરમાં ગણેશ જાડેજા સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. સાથે જ ચેલેન્જ પણ આપી હતી તો એ પણ સ્પષ્ટતા કરી હતી કે અમારી લડાઈ કે સમાજ કે સરકાર સામે નથી. અમારી લડાઈ માત્રને માત્ર ગણેશ જાડેજા સામે જ છે. ગણેશ સામે ફરિયાદ નોંધવનાર રાજુ સોલંકીએ ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી. 

એક તરફ દલિત સમાજે ગણેશ અને જયરાજસિંહ જાડેજા સામે ઉગ્ર આંદોલન કર્યું. તો ગોંડલમાં અનેક જગ્યાએ જયરાજસિંહના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું હતું. અનેક જગ્યાએ ગણેશ જાડેજાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા હતા. તો સૌથી મોટી ગોંડલ APMC પણ બંધ રહી હતી.

તો આખી ઘટના પર જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે લોકોએ સ્વયંભૂ બંધ પાડીને અમારુ સમર્થન કર્યું છે. તો ગણેશ પર જે આક્ષેપ લાગ્યા તેને જયરાજસિંહે આકસ્મિક ઘટના ગણાવી હતી. 30 એપ્રિલે રાત્રે 3 વાગ્યે જૂનાગઢ જિલ્લા અનુસુચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો. જેના આક્ષેપ ગોંડલના ગણેશ જાડેજા સામે લાગ્યા હતા. જો કે પોલીસે ગણેશની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે. કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે, ત્યારે આગળ આ ઘટનામાં શું થાય છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news