New Rules Of Surrogacy: હવે એકલી મહિલા પણ માતા બની શકશે, કેન્દ્ર સરકારે સરોગસીના નિયમોમાં કર્યા ફેરફાર
New Rules Of Surrogacy: કેન્દ્ર સરકાર દ્વારા સરોગેસીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ઘણા લોકોના ચહેરા પર ખુશી આવવાની છે. કેન્દ્ર સરકારે સરોગેસી (રેગુલેશન) રૂલ્સ2022માં સંશોધન કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ New Rules Of Surrogacy: કેન્દ્ર સરકારે તાજેતરમાં ભાડાની કોખ એટલે કે સરોગેસી (Surrogacy Rules) સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર કર્યાં છે. આ નિયમોમાં ફેરફારથી દેશના લાખો એવા કપલ્સને રાહત મળશે, જે પોતાના ઘરમાં બાળકનું આગમન ઈચ્છે છે.
કેન્દ્ર સરકારે સરોગેસી (રેગુલેશન) રૂલ્સ 2022માં સંશોધન કર્યું છે. જે અનુસાર હવે સરોગેસી પ્રક્રિયામાં યુગ્મક (Gametes)બાળક ઈચ્છનારે દંપત્તિના રૂપમાં હોવું જરૂરી નથી.
કેન્દ્ર સરકારે કેમ નિયમોમાં કર્યો ફેરફાર
જાણીતા Infertility Specialist પ્રમાણે Gametes મનુષ્યની પ્રજનન કોશિકા છે. તેમાં મહિલા યુગ્મકને Ova કે Egg Cells કહેવામાં આવે છે, તો પુરૂષોના Gametes ને Sperm કહેવામાં આવે છે.
સરોગેસી કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યાર સુધી બનેલા કાયદા અનુસાર સ્પર્મ અને એગ સેલ્સ પતિ-પત્નીના હોવા જોઈએ, પરંતુ કેન્દ્ર સરકારે આ નિયમમાં સંશોધન કરી દીધુ છે.
સરકારનો નિર્ણય દંપત્તિઓ માટે લાવ્યો ખુશીના સમાચાર
ઘણીવાર ટીવી જેવી બીમારીઓને કારણે મહિલાઓનું યૂટરસ કે ઓવરી પણ ડેમેજ થઈ જાય છે. તેવામાં સંતાન સુખ મેળવવા માટે મહિલાઓને એગ ડોનેશનની જરૂરીયાત હોય છે. આ સિવાય 35થી 40 વર્ષની ઉંમરમાં મહિલાઓને ઓવરીમાં ઘણી સમસ્યા આવવા લાગે છે. તેવામાં મહિલાઓએ સરોગેસીની સાથે-સાથે એગ ડોનેશનની પણ જરૂરીયાત હોય છે. ઠીક આ સ્થિતિ પુરૂષો માટે પણ બની શકે છે. તેવામાં કેન્દ્ર સરકારનો આ નિર્ણય ઘણા દંપત્તિઓ માટે ખુશીના સમાચાર લઈને આવશે.
ઘણી મહિલાઓએ સુપ્રીમમાં દાખલ કરી હતી અરજી
વર્ષ 2023 મેયર-રોકિતાંસ્કી-કુસ્ટર-હોસર (MRKH) સિન્ડ્રોમથી પીડિત એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેના શરીરમાં એગ્સ બની રહ્યાં નથી. સરોગેસી અધિનિયમ હેઠળ બનાવવામાં આવેલા નિયમ-7ને લઈને ઘણી પીડિતાઓએ રાહત માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મહિલાઓને ડોનર એગ્સના ઉપયોગને મંજૂરી આપી હતી.
અધિસૂચનામાં શું કહેવામાં આવ્યું?
અધિસૂચનામાં કહેવામાં આવ્યું કે જો જિલ્લા મેડિકલ બોર્ડ તે પ્રમાણિત કરે છે કે ઇચ્છુત કપલમાંથી કોઈ પણ પતિ કે પત્ની એવી મેડિકલ સ્થિતિથી પસાર થઈ રહ્યો છે જેના માટે ડોનર Gametes ની જરૂરીયાત હોય છે તો ડોનર Gametes નો ઉપયોગ કરવા સેરોગેસીથી મંજૂરી આપવામાં આવે છે.
સરકારના નિર્ણયનું સ્વાગત
સ્વાસ્થ્ય સાથે જોડાયેલા નિષ્ણાંતોએ કેન્દ્ર સરકાર દ્વારા સરોગેસીના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારનું સ્વાગત કર્યું છે. ઘણીવાર સરોગેસીથી જોડાયેલી મહિલાઓ વધુ ઉંમરની હોવાને કારણે એગની સંખ્યા અને ક્વોલિટીમાં કમી આવે છે. તો IVF નિષ્ણાંતોએ કહ્યું કે આ એક સકારાત્મક નિર્ણય છે.
વિધવા કે છુટાછેડા લીધેલી મહિલાઓ માટે શું કહે છે નિયમ?
સરોગેસીના નિયમોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોથી સિંગલ મહિલાઓ માટે ખુશીની વાત છે. સરોગેસીની પ્રક્રિયાથી પસાર થનારી સિંગલ મહિલા (વિધવા કે છુટાછેડા) એ સરોગેસી પ્રક્રિયાનો લાભ ઉઠાવવા માટે સ્વયંના એગ અને દાદાના શુક્રાણુનો ઉપયોગ કરવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે