Magh Purnima 2024 Upay: માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાની સુવર્ણ તક છે મહા માસની પૂનમ, આ ઉપાય દુર થશે ગરીબી
Magh Purnima 2024 Upay: હિન્દુ ધર્મમાં પૂનમની તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જો તમે મહા માસની પૂનમના દિવસે કેટલાક સરળ ઉપાય કરી લ્યો છો તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં ધનનો પ્રવાહ વધે છે.
Trending Photos
Magh Purnima 2024 Upay: હિન્દુ ધર્મમાં પૂનમની તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પૂનમના દિવસે સ્નાન, દાન, જપ અને તપ કરવું શુભ ગણાય છે. પરંતુ સૌથી વધુ મહત્વ મહા માસમાં આવતી પૂર્ણિમાનું હોય છે. 24 ફેબ્રુઆરી અને શનિવારે મહા માસની પૂર્ણિમા છે. આ પૂનમની તિથિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે પૂનમના શુભ મહુર્તમાં કેટલાક સરળ ઉપાય કરવાના હોય છે.
પૂનમના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ધન સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી ચંદ્ર દોષથી પણ મુક્તિ મળે છે. જો તમે મહા માસની પૂનમના દિવસે કેટલાક સરળ ઉપાય કરી લ્યો છો તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં ધનનો પ્રવાહ વધે છે.
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય
- ધન સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે મહા માસની પૂનમની તિથિ પર સાંજના સમયે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો. માતા લક્ષ્મી ને ખીરનો ભોગ ધરાવો. પૂજામાં તેમને ગુલાબ અથવા તો કમળનું ફૂલ અર્પણ કરો. પૂનમના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાની સાથે શ્રી સૂક્ત, કનકધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરો. આમ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.
- માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમની સામે 11 પીળી કોડી રાખવી. જો પીળી કોડી ન મળે તો 11 સફેદ કોડીને હળદરથી પીળી કરવી અને પછી પૂજામાં રાખો. લક્ષ્મીજીની પૂજા કર્યા પછી આ કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. તેનાથી ઘરમાં ધનની આવક વધે છે.
- પીપળાના ઝાડમાં ત્રણેય દેવતાનો વાસ હોય છે. પૂનમની તિથિ હોય ત્યારે પીપળાના ઝાડની પણ પૂજા કરવી. પૂનમની તિથિ પર સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આ ઉપાય કરવો. તેના માટે એક તાંબાના લોટામાં પાણી ભરી તેમાં થોડું કાચું દૂધ ઉમેરવું. ત્યારબાદ આ જળને પીપળાના ઝાડમાં અર્પણ કરો. ત્યારબાદ ઘીનો દીવો કરી 3 પ્રદક્ષિણા ફરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે