કઈ તારીખે આવી રહી છે નિર્જલા એકાદશી? આખા વર્ષની 24 એકાદશી કરવા જેટલું મળે છે પુણ્ય, જાણો શુભ મુહૂર્ત અને પૂજા-વિધિ?

Nirjala Ekadashi Vrat 2022: નિર્જલા એકાદશી આગામી 10 જૂન 2022 અને શુક્રવારે મનાવવામાં આવશે. એકાદશી તારીખ 10 જૂનથી સવારે 07.25 વાગ્યાથી શરૂ થશે અને 11 જૂનના સવારે 05.45 વાગે પુરી થશે. વ્રતના પારણા 11 જૂન સવારે 05.49 વાગ્યાથી 08.29 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે.

કઈ તારીખે આવી રહી છે નિર્જલા એકાદશી? આખા વર્ષની 24 એકાદશી કરવા જેટલું મળે છે પુણ્ય, જાણો શુભ મુહૂર્ત અને પૂજા-વિધિ?

Nirjala Ekadashi 2022 Date Shubh Muhurat and do's don'ts: ભારત અનેક ધર્મોનો દેશ કહેવામાં આવે છે અને દરેક ધર્મના લોકો રહે છે અને વિવિધતામાં એકતા છે. ત્યારે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખુબ જ મહત્વ છે અને તેમાં પણ નિર્જલા એકાદશી આવતી હોય એટલે પત્યું. એવું કહેવાય છે કે આખા વર્ષની એકાદશીઓનું પુણ્ય માત્ર એક નિર્જલા એકાદશી કરવાથી મળે છે. હવે તમને થશે કે તો પછી નિર્જલા એકાદશી ક્યારે આવે છે. તો અમે તમને જણાવી દઈએ કે તે જ્યેષ્ઠા નક્ષત્રના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષની તમામ 24 એકાદશીમાંથી નિર્જલા એકાદશી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે તમને થશે કે નિર્જલા એકાદશી તરીકે કેમ ઓળખાય છે. તો અમે તમને જણાવી દઈએ કે આ વ્રતમાં પાણી પીવું પણ વર્જિત માનવામાં આવે છે. માન્યતા એવી છે કે નિર્જલા એકદશીનું વ્રત કરવાથી 24 એકાદશી વ્રત જેટલું પુણ્ય મળે છે. એટલે જો તમારે કરવાની હોય તો આગામી 10 જૂન, 2022ના રોજ નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

શુભ મુહૂર્ત-પારણા સમય
નિર્જલા એકાદશી આગામી 10 જૂન 2022 અને શુક્રવારે મનાવવામાં આવશે. એકાદશી તારીખ 10 જૂનથી સવારે 07.25 વાગ્યાથી શરૂ થશે અને 11 જૂનના સવારે 05.45 વાગે પુરી થશે. વ્રતના પારણા 11 જૂન સવારે 05.49 વાગ્યાથી 08.29 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે.

કેવી રીતે કરશો નિર્જલા એકાદશીનું વ્રત?
એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. બની શકે તો પીળા રંગના કપડાં પહેરો, સૂર્યની પુજા કરો. પછી ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પુજા કરો. ભગવાનને પીળા ફૂલ, હળદર, ચંદન, પંચામૃત, તુલસી પત્તા અર્પિત કરો. આખા દિવસ નિર્જળા રહો. એટલે કે પાણી પણ પીવું નહીં, ભલે આ દિવસે વ્રતીને પાણી પીવું પણ વર્જિત હોય છે, પરંતુ તેણા દ્વારા જળનું દાન કરવું પુણ્યદાયી માનવામાં આવે છે. જ્યારે જે લોકો નિર્જલા વ્રત રાખી શકે તેમ ના હોય તેઓ મીઠા વગરનું લીંબું પાણી, ફળફળાદિ લઈ શકે. આ દિવસે બની શકે એટલી વાર ભગવાન વિષ્ણું અને માતા લક્ષ્મીના મંત્રોનું જાપ કરો. તેનાથી તમારા જીવનમાં અપાર સુખ-સમૃદ્ધિ આવશે.

કંઈ વસ્તુઓનું દાન કરશો?
નિર્જલા એકાદશીના દિવસે દાન કરવાનો મોટો મહિમા છે. એવું કહેવાય છે કે આ વ્રત દાન કર્યા વગર અધુરું છે. તો તમારા માટે સારું રહેશે કે નિર્જલા એકાદશીના દિવસે જળથી ભરેલા પાત્રનું દાન કરો. તેના સિવાય અનાજ, કપડા, જૂતા, છત્રી, રસદાર ફળ, કાકડી વગેરે જેવી ચીજોનું દાન પણ કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news