સિવિલ સર્વિસમાં જનરલ માટેની ઉંમર 32થી ઘટાડીને 27 થાય: નીતિ પંચ
નીતિ પંચે સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા @75માં સિવિલ સર્વિસનાં વિદ્યાર્થીઓ માટેની મહત્તમ ઉંમર ઘટાડવા માટેની ભલામણ કરી છે
Trending Photos
નવી દિલ્હી : નીતિ પંચે ન્યૂ ઇન્ડિયા માટે એક વ્યાપક રાષ્ટ્રીય રણનીતિ તૈયાર કરી છે. તેમાં સિવિલ સર્વિસની પરીક્ષા મુદ્દે માળખાગત્ત પરિવર્તનો કરવા માટેની ભલામણ કરી છે. સાથે જ નીતિ પંચે સિવિલ સર્વિસનાં વિદ્યાર્થીઓની મહત્તમ ઉંમર ઘટાડવા માટેની ભલામણ કરી છે. પંચનું કહેવું છે કે સિવિલ સર્વિસિઝની પરીક્ષાઓમાં ભાગ લેનારા સામાન્ય વર્ગ (બિન અનામત)નાં ઉમેદવારની હાલની મહત્તમ ઉંમર 32 વર્ષ છે જે ઘટાડીને 27 વર્ષ કરી દેવામાં આવવી જોઇએ. સાથે જ પંચે તમામ પરિવર્તનો 2022-23 સુધીમાં લાગુ કરવા માટેની ભલામણ કરી છે. નીતિપંચનાં રિપોર્ટ સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા @75માં ભલામણ કરી છે કે તમામ સેવાઓ માટે માત્ર એક જ પરિક્ષા લેવામાં આવવી જોઇએ.
સિવિલ સર્વિસની સંખ્યા ઘટે
નીતિ પંચે કહ્યું કે, કેન્દ્રીય અને રાજ્ય સ્તર પર હાલનાં સમયમાં 60થી વધારે અલગ અલગ સિવિલ સર્વિસ સેવાઓની પરિક્ષાઓ લેવાય છે જેને ઘટાડવાની જરૂર છે. સાથે જ ભર્તીઓ સેન્ટ્રલ ટેલેન્ટ પુલના આધારે થવી જોઇએ. બીજી તરફ તમામ રાજ્યોને પણ કેન્દ્રનાં આધારે જ પ્રક્રિયા પુર્ણ કરવી જોઇએ.
લેટરલ એન્ટ્રીને ઉત્તેજન મળે
નીતિ પંચે સલાહ આપી કે સરકાર ઉચ્ચ પદો પર નિષ્ણાંતોને સમાવેશ થવાથી ગુણવત્તા પ્રાપ્ત થશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ઉદ્દેશ્ય એવો છે કે અધિકારીઓને તેમના શિ7ણ અને સ્કિલનાં આધારે નિષ્ણાંત બનાવવામાં આવે. જ્યાં પણ જરૂર હોય તો લાંબા સમય માટે અધિકારીઓની નિપુણતાનાં આધારે પોસ્ટિંગ કરવામાં આવે.
પંચે કહ્યું કે, વિશેષ રીતે તૈયાર એક એપ્ટીટ્યૂડ તપાસ 9માં ધોરણમાં ફરજીયાત કરવામાં આવે અને તેની 10માં ધોરણમાં ફરીથી તપાસ કરવામાં આવે. તેનાં આધારે વિદ્યાર્થીઓનું નિમિત ટ્રેક બનાવવામાં આવે અને એડવાન્સ ટ્રેક વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે. આ બંન્ને ટ્રેકમાં આકરી પરિક્ષા અને વિષયોની પસંદગી મુદ્દે એક બીજાથી અલગ હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે