Video: મુઝફ્ફરપુરમાં નીતીશ કુમારનો વિરોધ, લોકોએ લગાવ્યા ‘હાય-હાય’ના નારા

લાંબા સમયથી નીતીશ કુમારના મુઝફ્ફરપુર ના પહોંચવાના કારણે રાજકારણ થઇ રહ્યું છે. ત્યાંના લોકોમાં આ વાતને લઇને આક્રોશ હતો અને આજે જ્યારે નીતીશ કુમાર હોસ્પિટલ પહોંયા તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

Video: મુઝફ્ફરપુરમાં નીતીશ કુમારનો વિરોધ, લોકોએ લગાવ્યા ‘હાય-હાય’ના નારા

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ (એઇએસ)ના કારણે 127થી વધુ બાળકોના મોત થયા છે. ત્યારે પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા માટે સીએમ નીતીશ કુમાર જાતે મુઝફ્ફરપુર સ્થિત એસકેએમસીએચ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ હોસ્પિટલમાં લોકોએ નીતીશ કુમારનો ભારે વિરોધ કર્યો હતો.

ત્યાં હાજર લોકોએ સીએમ પાછા જાઓના નારા લગાવી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, લાંબા સમયથી નીતીશ કુમારના મુઝફ્ફરપુર ના પહોંચવાના કારણે રાજકારણ થઇ રહ્યું છે. ત્યાંના લોકોમાં આ વાતને લઇને આક્રોશ હતો અને આજે જ્યારે નીતીશ કુમાર હોસ્પિટલ પહોંયા તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હસ્પિટલ પરિસરમાં હાજર પરિવારજનોની માગ છે કે, તેમણે નીતીશ કુમારથી મલવા દેવામાં આવે. લોકોનો આરોપ છે કે, સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી.

— ANI (@ANI) June 18, 2019

સકેએમસીએચમાં જ્યારે કોઇ મંત્રી પહોંચે છે, ત્યારે ત્યાં ભારે હંગામો થયો છે. તમને જણાવી દઇએ કે, હોસ્પિટલની અંદર મીડિયા પર પ્રતિબંધ છે. લોકોનું કહેવું છે કે, હોસ્પિટલની વ્યવસ્થા ખરાબ છે અને સરકારની તરફથી કોઇ દવા આપવામાં આવી રહી નથી. મોટી સંખ્યામાં પરિવારજનો હાજર છે અને બધા નીતીશ કુમાર પાછા જાઓ, અને હાય-હાયના નારા લગાવી રહ્યાં છે. એસકેએમસીએચના પરિસરમાં સુરક્ષાની ઉચ્ચતમ વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકોને હજુ પણ આશા છે કે નીતીશ કુમારના આવવાથી સ્થિતિ પહેલા કરતા વધારે સારી બની શકે છે. લોકોનું માનવું છે કે, જો નીતીશ કુમાર પહેલા આવ્યા હોત તો સ્થિતિ સારી હોતી. તમને જણાવી દઇએ કે, મુઝફ્ફરપુરમાં હાલમાં મગજના તાવથી પીડિત બાળકોથી આખી હોસ્પિટલમાં ક્યાંય જગ્યા ખાલી રહી નથી. ત્યાં, બાળકોની લાશ પણ જોવા મળી રહી છે. હવે આ પ્રકોપ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રીને જવાબદાર ગણાવવામાં આવી રહ્યાં છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news