ગરમી

રાજ્યમાં હિટવેવની આગાહી, 43 થી 45 ડિગ્રીએ તાપમાન પહોંચશે

ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. હાલ લોકડાઉનને કારણે ભલે લોકો ઘરમા પૂરાઈ રહ્યા હોય પરંતુ ઘરમાં જ અકળામણ અનુભવાઈ રહી છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પશ્ચિમી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગરમીમાં શેકાવાનું છે. અમદાવાદમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. 24 કલાક રાજ્યમાં તાપમાન યથાવત રહશે. આગામી 24 કલાક બાદ 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

May 21, 2020, 03:13 PM IST

અમદાવાદમાં ગરમી વધશે, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

જો બુધવારની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. 

Apr 30, 2020, 04:05 PM IST

શું AC ચાલુ કરતાં કોરોના વાયરસનો વધશે ખતરો? જાણો આ પ્રશ્નનો જવાબ

હવામાન વિભાગના અનુસાર જલદી જ પારો 40 ડિગ્રીને પાર કરી શકે છે. એવામાં લોકોને એર કંડીશનરની જરૂર પડશે. સીએસઇએ પોતાના એક સ્ટડીમાં દાવો કર્યો છે કે મોટી-મોટી બિલ્ડીંગો અથવા ઓફિસોમાં ચાલનાર સેંટ્રલાઇઝ્ડ એર કંડીશનર કોરોના વાયરસને જોતાં ખતરનાક થઇ શકે છે. 

Apr 20, 2020, 11:34 PM IST

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું, કંડલા સૌથી વધુ ગરમ, આગામી 48 કલાકમાં હિટવેવની આગાહી

રાજ્યમાં ધીમે ધીમે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. આજે અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. 

Apr 13, 2020, 01:20 PM IST

શું ગરમી વધવાથી અંત થશે કોરોનાના આતંકનો ? જવાબ છે કે...

કોરોના વાયરસ (Coronavirus)થી આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. આ વાયરસની શરૂઆત શિયાળામાં થઈ હતી એટલે લોકોને આશા છે કે ગરમીમાં એનો પ્રભાવ ઓછો થઈ જશે

Mar 27, 2020, 05:38 PM IST
weather department says summer will start from 21st february  PT19M39S

હવામાન વિભાગની આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગરમીની શરૂઆત થશે

21 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ગરમીની શરૂઆત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યનું તાપમાન 35 ટકાથી વધુ થાય તેવી સંભાવના છે. ગયા વર્ષે માર્ચના પહેલા અઠવાડિયામાં ગરમી શરૂ થઈ હતી. ત્યારે ગરમીની શરૂઆત સાથે 21 ફેબ્રુઆરીએ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે તેવુ વિભાગનું કહેવું છે.

Feb 16, 2020, 10:30 AM IST

'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ, છવાઇ ગયો વરૂણ-નોરાનો LOOK

વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ગત અઠવાડિયે ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફિલ્મનું 'મુકાબલા' સોન્ગ પણ ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.

Dec 25, 2019, 05:17 PM IST

મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમાં 4 ઇંચ ખાબક્યો

રાજ્યભર (Gujarat)માં હાલ માતે મેઘો મંડરાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે. તે વચ્ચે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજા (Heavy Rain) નું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન ઉના, કોડીનાર, તલાલા, સુત્રાપાડા જેવા તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે લોકો પણ આવા ધમાકેદાર વરસાદથી ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 

Sep 27, 2019, 10:22 AM IST

અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા

અમદાવાદ (Ahmedabad) શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલની વચ્ચે ગુરુવારે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ગત મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એકથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. તો માત્ર સરખેજ (Sarkhej) વિસ્તારમાં જ એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધારાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. 

Sep 27, 2019, 07:46 AM IST

મોડી રાત્રે અમદાવાદમાં મેધરાજાની જોરદાર બેટીંગ, અનેક વિસ્તારોમાં વરસાદ

શહેરમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો રહ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે ધોધમારા વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના(Ahmedabad) વરસાદ(Rain) સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો.

Sep 26, 2019, 11:13 PM IST

Photos : ગરીબોને સસ્તામાં ‘દેશી ફ્રિજ’ બનાવીને આપવાનું શ્રેય આ ગુજરાતીને જાય છે

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં મોંઘા ઈલેક્ટ્રોનિક ફ્રિજ ઘરમાં વસાવી શકતા નથી. જોકે, મોરબી જીલ્લા વાંકાનેર શહેરમાં રહેતા મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા દેશી માટીનો ઉપયોગ કરીને ફ્રીઝ બનાવવામાં આવ્યું છે. જે હાલમાં દેશભરમાં મીટ્ટી કૂલના નામથી જાણીતું છે અને તેઓના આ દેશી ફ્રિજનું દેશના દરેક રાજ્યમાં વેચાણ થઇ રહ્યું છે. 

Jun 28, 2019, 09:51 AM IST

અહો આશ્ચર્યમ...યુરોપમાં હીટવેવની આગાહી, આ અઠવાડિયે દિલ્હી કરતાં પણ વધુ ગરમ હશે પેરીસ

પેરિસમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરે તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, સાથે જ જર્મની, સ્વિટ્ઝરલેન્ડ અને બેલ્જિયમમાં પણ આ અઠવાડિયા દરમિયાન કાળઝાળ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે 
 

Jun 24, 2019, 06:03 PM IST

Video: મુઝફ્ફરપુરમાં નીતીશ કુમારનો વિરોધ, લોકોએ લગાવ્યા ‘હાય-હાય’ના નારા

લાંબા સમયથી નીતીશ કુમારના મુઝફ્ફરપુર ના પહોંચવાના કારણે રાજકારણ થઇ રહ્યું છે. ત્યાંના લોકોમાં આ વાતને લઇને આક્રોશ હતો અને આજે જ્યારે નીતીશ કુમાર હોસ્પિટલ પહોંયા તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

Jun 18, 2019, 01:14 PM IST

મગજના તાવથી બિહારમાં 127 બાળકોના મોત, સીએમ નીતીશ કુમારે ધારણ કર્યું મૌન

નીતીશ કુમારે દિલ્હીથી પરત આવતા જ એઇએસ અને ગરમી બંનેને લઇને મીટિંગ કરી હતી. નીતીશ કુમારે ટુક સમયમાં જ મુઝફ્ફરપુરમાં એસકેએમસીએચ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. ત્યારે, પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો તો તેમણે કોઇ જવાબ આપ્યો નહીં અને તેમના આવસ તરફ રવાના થઇ ગયા.

Jun 18, 2019, 11:46 AM IST

પ્રચંડ ગરમીના કારણે બિહારના ગયામાં ધારા 144 લાગુ, જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ

જિલ્લા કલેક્ટરે આદેશ બહાર પાડ્યો છે કે, સવારે 11.00 કલાકથી બપોરે 4.00 કલાક સુધી લોકોએ ઘરમાં જ રહેવું, સાથે જ તમામ સરકારી અને બિનસરકારી નિર્માણકાર્ય પણ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રાખવાની સુચના આપવામાં આવી છે 
 

Jun 17, 2019, 05:18 PM IST

દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું આગમન, નવસારી અને ડાંગમાં પવન સાથે વરસાદ

રાજ્યમાં એક તરફ ‘વાયુ’ વાવાઝોડાને કારણે રાજ્ય પર સંકટના વાદળો છવાઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ નવાસારી અને ડાંગ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. નવસારીના વાંસદા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પાકને લઇને ચિંતા વધી ગઇ છે. તો બીજી તરફ લોકોને ગરમીથી રાહત મળી હતી.

Jun 11, 2019, 06:27 PM IST

ભીષણ ગરમીઃ કેરળ એક્સપ્રેસમાં 4 મુસાફરોના ઝાંસી નજીક મોત

પ્રાપ્ત અહેવાલો અનુસાર કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા લોકોએ સાંજે ભારે અકળામણની ફરિયાદ કરી હતી અને ટ્રેઈન ઝાંસી પહોંચે એ પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું 
 

Jun 11, 2019, 03:40 PM IST

Weather Report : દિલ્હી-NCRમાં તોફાની પવનથી ગરમીમાં રાહત, ગુજરાતમાં બંદરો પર રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને વિદર્ભમાં ગરમીની સ્થિતિ વધુ ગંભીર થવાની સંભાવના છે 
 

Jun 11, 2019, 12:25 PM IST