Fact Check: 21 વર્ષના યુવકે પ્રોઢ ઉંમરની મહિલા સાથે કરી લીધા લગ્ન? જાણો વાયરલ વીડિયોની સચ્ચાઈ

Fake Video: આ મહિલાના નાની ઉંમરના યુવક સાથેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. હવે આ મહિલા વિશે જે પણ માહિતી સામે આવી છે તે ખુબ ચોંકાવનારી છે. વધુ વિગતો અને વાયરલ વીડિયોઝ માટે વાંચો અહેવાલ. 

Fact Check: 21 વર્ષના યુવકે પ્રોઢ ઉંમરની મહિલા સાથે કરી લીધા લગ્ન? જાણો વાયરલ વીડિયોની સચ્ચાઈ

Old Woman Doing Fake Weddings: તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરાયો હતો કે એક 52 વર્ષની મહિલાએ 21 વર્ષના યુવક સાથે  લગ્ન કર્યા. ત્યારબાદ આ કથિત લવ સ્ટોરી ખુબ વાયરલ થઈ અને લોકો તેને શેર પણ કરવા લાગ્યા હતા અને આ ઘટના સમાચારમાં પણ ચમકી હતી. પરંતુ ત્યારબાદ આ મહિલા વિશે જે જાણકારી સામે આવી તે ચોંકાવનારી હતી. 

મહિલાએ કર્યા ખોટા લગ્ન?
વાત જાણે એમ છે કે ઈન્સ્ટાગ્રામ પર ટેક પરેશ (techparesh)એ આ વીડિયો શેર કર્યો હતો. જેમાં મહિલા પોતે કહે છે કે લગ્ન કરીને અમે બંને ખુશ છીએ. મને મારા કરતા પણ વધુ તેમના પર ભરોસો છે. કારણ કે મે ત્રણ વર્ષ જોયું છે. જેના પર યુવકે કહ્યું કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, બસ દિલ જોવાય છે. માણસ સારો તો બધુ સારું છે. 

અલગ અલગ લગ્નના વીડિયો
જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો કે તરત વાયરલ થઈ ગયો હતો અને લોકો તેને સાચા લગ્ન ગણી રહ્યા હતા. ત્યારબાદ આ જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી તે મહિલા એક અન્ય યુવક સાથે  પણ લગ્ન કરતી જોવા મળી. પહેલા તો લોકોને ખબર ન પડી પરંતુ જ્યારે કેટલાક લોકોને શક ગયો તો તેઓ ચોંકી ગયા કારણ કે આ મહિલા તો વારંવાર લગ્ન કરી રહી હતી. 

વીડિયો ફક્ત વાયરલ કરાવવાનો જ હેતુ
અસલમાં એક ફેક્ટ ચેક કરનારી વેબસાઈટે મહિલાનું જૂઠ્ઠાણું પકડતા તેના ચોંકાવનારા વીડિયો પોસ્ટ કર્યા. ત્યારે એવી જાણકારી સામ આવી કે વીડિયોને ફક્ત વાયરલ કરવાના હેતુથી જ તેને લગ્નનો વીડિયો બનાવીને વાયરલ કરાયો. બીજી બાજુ એજ ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી વીડિયો પોસ્ટ કરાયો અને આ હેન્ડલ પણ આ કરતૂતમાં સામેલ છે. હાલ જુઓ કેટલાક વીડિયો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news