Monsoon Session: સંસદ સંવાદનું સક્ષમ માધ્યમ, જ્યાં ખુલ્લા મનથી સંવાદ થવો જોઈએ- PM મોદી

PM Narendra Modi Address Before Monsoon Session: આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું.

Monsoon Session: સંસદ સંવાદનું સક્ષમ માધ્યમ, જ્યાં ખુલ્લા મનથી સંવાદ થવો જોઈએ- PM મોદી

PM Narendra Modi Address Before Monsoon Session: આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ગૃહની બહાર તો ગરમી છે, ગૃહમાં ગરમી ઓછી હશે કે નહીં તે જોઈશું. તેમણે તમામને સદનની ગરિમા જાળવી રાખવાની અપીલ કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સત્ર એટલા માટે પણ મહત્વનું છે કારણ કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે. આ ચોમાસુ સત્રમાં નવા રાષ્ટ્રપતિ અને નવા ઉપરાષ્ટ્રપતિનું માર્ગદર્શન મળશે. સદનમાં ખુલ્લા મને ચર્ચા થવી જોઈએ. સદન સંવાદનું એક માધ્યમ છે. જ્યાં જરૂર પડ્યે વાદ વિવાદ પણ થવો જોઈએ. 

સંસદમાં ખુલ્લા મને વાતચીત થવી જોઈએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે હંમેશા સંદનને સંવાદનું સક્ષમ માધ્યમ માનીએ છીએ. જ્યાં ખુલ્લા મનથી સંવાદ થાય, ખુલ્લા મનથી વાદ-વિવાદ થાય. આલોચના પણ થાય અને ઉત્તમ પ્રકારથી વિશેલેષણ થાય જેથી કરીને નીતિઓ અને નિર્ણયમાં ખુબ જ સકારાત્મક યોગદાન થઈ શકે. હું તમામ સાંસદોને ઊંડાણપૂર્વક વિચાર કરવા અને ચર્ચા કરવાનો આગ્રહ કરું છું. 

— ANI_HindiNews (@AHindinews) July 18, 2022

પીએમ મોદીએ ક હ્યું કે આ સમસય ખુબ મહત્વપૂર્ણ છે. તે આઝાદીના અમૃત મહોત્સવનો દોર છે. 15 ઓગસ્ટ અને આવનારા 25 વર્ષનું એક વિશેષ મહત્વ છે. જ્યારે રાષ્ટ્ર સ્વતંત્રતાના 100 વર્ષ ઉજવશે તે અમારી યાત્રા નક્કી કરવા માટે સંકલ્પ કરવાનો સમય હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news