Mann Ki Baat: PM Modi એ કહ્યું -સ્વતંત્રતા સંગ્રામમાં બુંદેલખંડનું મહત્વપૂર્ણ યોગદાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્રારા દેશની જનતાને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો સંબોધન છે. આજે આ કાર્યક્રમમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો.

Updated By: Nov 28, 2021, 02:02 PM IST
Mann Ki Baat: PM Modi એ કહ્યું -સ્વતંત્રતા સંગ્રામમાં બુંદેલખંડનું મહત્વપૂર્ણ યોગદાન

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્રારા દેશની જનતાને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો સંબોધન છે. આજે આ કાર્યક્રમમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અમૃત મહોત્સવથી પ્રેરણા મળી છે. તેમણે કહ્યું કે પંચાયતથી માંડીને સંસદ સુધી અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 

પીએમ મોદીએ કહ્યું 'ડિસેમ્બર મહીનામાં નેવી ડે (Navy Day) અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે (Armed Forces Flag Day) પણ દેશ ઉજવે છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બર 1971 ના યુદ્ધની સ્વર્ણિત જયંતિ વર્ષ દેશ ઉજવી રહ્યો છે. હું આ તમામ અવસરો પર દેશના સુરક્ષાબળોનું સ્મરણ કરું છું, આપણા વીરોનું સ્મરણ કરું છું. 

મન કી બાત કાર્યક્રમમાં પીએમએ કહ્યું 'અમૃત મહોત્સવ સીખવાની સાથે જ આપણે દેશ માટે કંઇક કરવાની પણ પ્રેરણા આપે છે. હવે તો દેશભરમાં સામાન્ય લોકો અથવા સરકારો, પંચાયતથી માંડીને parliament સુધી, અમૃત મહોત્સવની ગૂંજ છે અને સતત આ મહોત્સવ સાથે જોડાયેલા કાર્યક્રમો સિલસિલો ચાલી રહ્યો છે.  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવો જ એક રોચક પ્રોગ્રામ ગત થોડા દિવસો પહેલાં દિલ્હીમાં થયો. આઝાદીની કહાની બચ્ચો કી જુબાની' કાર્યક્રમમાં બાળકોને સ્વાધીનતા સંગ્રામ સાથે જોડાયેલી ગાથાઓને મનોભાવથી પ્રસ્તુત કર્યું. ખાસ વાત એ પણ રહી કે તેમાં ભારત સાથે જ નેપાલ, મોરીશસ, તંજાનિયા, ન્યૂઝીલેંડ અને ફિજીના સ્ટૂડેન્ટ પણ સામેલ થયા. 

પીએમ મોદીએ કહ્યું કે એક કમાલનું કામ હિમાચાલ પ્રદેશમાં ઉનાના Miniature Writer રામ કુમાર જોશીએ પણ કર્યું છે. રામ કુમાર જોશીએ Postage Stamps પર જ એટલે કે આટલા નાના Postage Stamp પર નેતજી સુભાષ ચંદ્ર બોસ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના અનોખા Sketch બનાવ્યાઅ છે. હિંદીમાં લખ્યું 'રામ' શબ્દ પર તેમણે Sketch તૈયાર કર્યા, જેમાં સંક્ષેપમાં બંને મહાપુરૂષોની જીવનીને પણ ઉતારવામાં આવી છે. 

તેમણે કહ્યું કે વૃંદાવન વિશે કહેવામાં આવે છે કે આ ભગવાનના પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આપણા સંતોએ પણ કહ્યું છે આસા ધરિ ચિત્તમાં કહ્ત જથા મતિ મોર, વૃંદાવન સુખ રંગ કૌ, કાહુ ન પાયૌ ઔર. વૃંદાવન દુનિયાભરના લોકો પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. તેની છાપ તમારે દુનિયાના ખૂણે ખૂણે મળી જશે. પર્થમાં ‘Sacred India Gallery’ નામથી એક Gallery છે. આ Gallery Swan Valley આ એક સુંદર ક્ષેત્રમાં બનાવવામાં આવી છે અને આ ઓસ્ટ્રેલિયાની એક નિવાસી જગત તારિણી દાસીના પ્રયાસોનું પરિણામ છે. 

પીએમ મોદીએ કહ્યું હતું કે આ પણ એક રસપ્રદ ઇતિહાસ છે કે ઓસ્ટ્રેલિયાનો આ એક સંબંધ આપણા બુંદેલખંડના ઝાંસીથી છે. જોકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ જ્યારે ઇસ્ટ ઇન્ડીયા કંપનીના વિરૂદ્ધ કાનૂની લડાઇ લડી રહી હતી તો તેમના વકીલ ઝોન લૈંગ હતા તે મૂળરૂપ ઓસ્ટ્રેલિયાની રહેવાસી હતી. ભારતમાં રહીને તેમણે રાણી લક્ષ્મીબાઇનો કેસ લડ્યો હતો. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસી અને બુંદેલખંડનું મોટું યોગદાન છે, આ આપણે બધા જાણીએ છીએ. અહીં રાણી લક્ષ્મીબાઇ અને ઝલકારી બાઇ જેવી વીરાંગનાઓ પણ થઇ અને મેજર ધ્યાનચંદ જેવા ખેલ રત્ન પણ આ ક્ષેત્રને આપવામાં આવ્યા છે. 

સાથીઓ, પ્રકૃતિથી આપણા માટે ખતરો ત્યારે જ ઉભો થાય છે જ્યારે આપણે તેના સંતુલનને બગાડીએ છીએ અથવા તેની પવિત્રતા નષ્ટ કરીએ છીએ. પ્રકૃતિ માં ની જેમ આપણું પાલન પણ કરે છે અને આપણી દુનિયામાં નવા નવા રંગ પણ ભરે છે.

હમણાં હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો હતો, મેઘાલયમાં એક ફ્લાઈંગ બોટનો ફોટો ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. પહેલી જ નજરમાં આ ફોટો આપણને આકર્ષિત કરે છે. તમારામાંથી પણ મોટાભાગના લોકોએ તેને ઓનલાઈન જરૂર જોયો હશે. હવામાં તરતી આ હોડીને જ્યારે આપણે નજીકથી જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ નદી તો પાણીમાં ચાલી રહી છે. નદીનું પાણી એટલું સાફ છે કે આપણને તેની સપાટી દેખાતી જ નથી અને હોડી હવામાં તરતી હોય તેવું લાગી રહ્યું હોય છે. આપણા દેશમાં અનેક રાજ્ય છે, અને ક્ષેત્રો છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાના રંગોને સંભાળીને રાખ્યા છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને રહેવાની જીવનશૈલી આજે પણ જીવંત રાખી છે. આ આપણા બધા માટે પણ પ્રેરણા છે. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધનો છે, આપણે તેને બચાવીએ, તેમને ફરીથી તેમનું અસલી રૂપ પરત કરીએ. તેમાં જ આપણું હિત છે, જગતનું હિત છે.

મારા પ્રિય દેશવાસીઓ, સરકાર જ્યારે યોજનાઓ બનાવે છે, બજેટ ખર્ચ કરે છે, સમય પર યોજનાઓને પૂરી કરે છે તો લોકોને લાગે છે કે તે કામ કરી રહી છે. પરંતુ સરકારના અનેક કાર્યોમાં વિકાસની અનેક યોજનાઓ વચ્ચે માનવીય સંવેદનાઓથી જોડાયેલી વાતો હંમેશા એક અલગ સુખ આપે છે. સરકારના પ્રયત્નોથી, સરકારની યોજનાઓથી કેવી રીતે કોઈ જીવન બદલાયું, એ બદલાયેલા જીવનનો અનુભવ શું છે ? જ્યારે એ સાંભળીએ છીએ તો આપણે પણ સંવેદનાઓથી ભરાઈ જઈએ છીએ. તે મનને સંતોષ પણ આપે છે અને તે યોજનાને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા પણ આપે છે. એક પ્રકારે આ સ્વાન્તઃ સુખાય, તો છે અને તેથી આજે મન કી બાત માં આપણી સાથે બે એવા જ સાથી પણ જોડાઈ રહ્યા છે જે પોતાના ઈરાદાઓથી એક નવું જીવન જીતીને આવ્યા છે. તેમણે આયુષ્યમાન ભારત યોજનાની મદદથી પોતાનો ઈલાજ કરાવ્યો અને એક નવી જિંદગીની શરૂઆત કરી છે. આપણા પહેલા સાથી છે, રાજેશ કુમાર પ્રજાપતિ. જેમને હ્રદય રોગની બિમારી, હાર્ટની સમસ્યા હતી.

યુવાનોથી સમૃદ્ધ દરેક દેશમાં ત્રણ વસ્તુ ઘણું મહત્વ ધરાવે છે. અને તે જ ક્યારેક તો યુવાનોની સાચી ઓળખ બની જાય છે. પહેલી ચીજ છે – આઈડીયાઝ અને ઈનોવેશન. બીજી છે – જોખમ લેવાનો જુસ્સો અને ત્રીજી છે – કેન ડૂ સ્પિરીટ એટલે કે કોઈપણ કામને પૂર્ણ કરવાની જીદ, પછી પરિસ્થિતી કેટલી પણ વિપરિત ન હોય – જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકબીજામાં મળી જાય તો અદભૂત પરિણામ મળે છે. ચમત્કાર થાય છે. આજકાલ આપણે ચારેય તરફ સાંભળીએ છીએ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ. સાચી વાત છે. આ સ્ટાર્ટ-અપનો યુગ છે અને એ પણ સાચું છે કે સ્ટાર્ટ-અપની દુનિયામાં આજે ભારત વિશ્વમાં એક પ્રકારનું નેતૃત્વ કરી રહ્યું છે. વર્ષે વર્ષે સ્ટાર્ટ-અપને રેકોર્ડ રોકાણ મળી રહ્યું છે. આ ક્ષેત્ર બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને ત્યાં સુધી કે દેશના નાનાં-નાનાં શહેરોમાં પણ સ્ટાર્ટ-અપની પહોંચ વધી ગઈ છે. આજકાલ યુનિકોર્ન શબ્દ ખૂબ ચર્ચામાં છે. તમે બધાએ તેના વિશે સાંભળ્યું હશે. યુનિકોર્ન એક એવું સ્ટાર્ટ-અપ હોય છે જેનું વેલ્યુએશન ઓછામાં ઓછું એક બિલિયન ડોલર થાય છે એટલે કે લગભગ સાત હજાર કરોડથી પણ વધારે.

વર્ષ 2015 સુધી દેશમાં ઘણી મુશ્કેલીથી 9 કે 10 યુનિકોર્ન થતા હતા. તમને એ જાણીને ખૂબ જ આનંદ થશે કે યુનિકોર્નની દુનિયામાં ભારતે ખૂબ ઝડપી ઉડાન ભરી છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષમાં એક મોટો બદલાવ આવ્યો છે. માત્ર 10 મહિનામાં જ ભારતમાં દર 10 દિવસમાં એક યુનિકોર્ન બને છે. તે એટલા માટે પણ મોટી વાત છે કારણ કે આપણા યુવાનો એ આ સફળતા કોરોના મહામારીની વચ્ચે મેળવી છે. આજે ભારતમાં 70 થી વધારે યુનિકોર્ન બની ચૂક્યા છે. એટલે કે 70થી વધારે સ્ટાર્ટ-અપ એવા છે જે 1 બિલિયનથી વધારે વેલ્યુએશન પાર કરી ગયા છે. સાથીઓ, સ્ટાર્ટ-અપની આ સફળતાનું કારણે બધાનું તેના તરફ ધ્યાન ગયું છે અને જે પ્રકારે દેશમાંથી, વિદેશમાંથી, રોકાણકારો તરફથી તેને સમર્થન મળી રહ્યું છે. કદાચ થોડા વર્ષો પહેલાં તેની કલ્પના પણ કોઈ નહોતું કરી શકતું.

સાથીઓ, સ્ટાર્ટ-અપના માધ્યમથી ભારતીય યુવાનો ગ્લોબલ પ્રોબ્લેમ્સના સમાધાનમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે આપણે એક યુવક મયૂર પાટિલ સાથે વાત કરીશું, તેમણે પોતાના દોસ્તો સાથે મળીને પ્રદૂષણના પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો

 

તમને જણાવી દઇએ કે આ પહેલાં 24 ઓક્ટોબરના રોજ પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્વચ્છતા ભારત અભિયાન અને જમીનનું ડિજિટાઇજેશનને લઇને જોર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જે ડ્રોનની મદદથી પોતાના ગામડાંઓમાં  જમીનનું ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube