વર્કિંગ વુમનને અડધી કિંમતે મળશે દ્વિચક્રી વાહન, PM મોદી આજે લોન્ચ કરશે યોજના

આ યોજના હેઠળ વર્કિંગ મહિલાઓને દ્વિચક્રી વાહનોની ખરીદી પર 50 ટકા સબસિડી આપવામાં આવશે.

વર્કિંગ વુમનને અડધી કિંમતે મળશે દ્વિચક્રી વાહન, PM મોદી આજે લોન્ચ કરશે યોજના

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તામિલનાડુમાં સ્વર્ગીય જે.જયલલિતાના જન્મદિવસ પર એઆઈએડીએમકે સરકારની 'અમ્મા સ્કૂટર યોજના'નું ઉદ્ઘાટન કરશે. આ યોજના હેઠળ વર્કિંગ મહિલાઓને દ્વિચક્રી વાહનોની ખરીદી પર 50 ટકા સબસિડી આપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત તેમના જન્મદિવસથી થઈ રહી છે.

વડાપ્રધાન તામિલનાડુ ઉપરાંત આગામી દિવસ દમણ, ગુજરાત, પુડ્ડુચેરીનો કરશે પ્રવાસ
સમાચાર એજન્સી ભાષા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુ ઉપરાંત આગામી બે દિવસમાં દમણ, ગુજરાત અને પુડ્ડુચેરીનો પ્રવાસ કરશે. આજે તેઓ સૌપ્રથમ દમણ પહોંચશે અને ત્યાં અનેક વિકાસલક્ષી પરિયોજનાઓની શરૂઆત કરશે. તેઓ અનેક સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ આપશે અને સાથે સાથે એક જનસભાનું આયોજન પણ કરશે. ત્યારબાદ પીએમ તામિલનાડુનો પ્રવાસ કરશે. તેઓ ચેન્નાઈમાં દ્વિચક્કી વાહન યોજનાના ઉદ્ધાટન સમારોહમાં સામેલ થશે.

પુડ્ડુચેરીમાં એક જનસભાને સંબોધિત પણ કરશે પીએમ
ત્યારબાદ તેઓ રવિવારે પુડ્ડુચેરી પહોંચશે. અહીં તેઓ અરબિંદો આશ્રમમાં શ્રી અરબિંદોને પુષ્પાંજલિ અર્પિત કરશે અને શ્રી અરબિંદો ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ વડાપ્રધાન ઓરોવિલ જશે અને આ શહેરના સુવર્ણજયંતી સમારોહના અવસરે એક સ્મારક પોસ્ટ ટિકિટ જારી કરશે. પુડ્ડુચેરીમાં એક જનસભાને સંબોધિત પણ કરશે. વડાપ્રધાન મોદી રવિવારે સાંજે સૂરતમાં રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.
 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news