જામનગરમાં ઝડપાઈ 'કામલીલા' : મસાજ પાર્લરના નામ હેઠળ થતું હતું ગંદુ કામ

જામનગરમાં એલસીબી પોલીસે દરોડો પાડીને કુટણખાનું ઝડપી પાડ્યું છે

જામનગરમાં ઝડપાઈ 'કામલીલા' : મસાજ પાર્લરના નામ હેઠળ થતું હતું ગંદુ કામ

જામનગર : જામનગરમાં એલસીબી પોલીસે દરોડો પાડીને કુટણખાનું ઝડપી પાડ્યું છે. મળતી માહિતી પ્રમાણે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારની બિલ્ડિંગમાં એલસીબી પોલીસે દરોડો પાડીને મસાજ પાર્લરના ઓઠા તળે ચાલતુ કુટણખાનુ મળી આવ્યું છે. આ દરોડામાં પોલીસને 6 જેટલી પરપ્રાંતીય યુવતીઓ પણ મળી આવી છે. પોલીસે આ મામલામાં તેના સંચાલક અને બે પુરૂષની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

શું હતો મામલો?
જામનગરના ખોડીયાર કોલોની રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક આવેલા એક બિલ્ડિંગમાં બહારથી યુવતિઓ બોલાવીને દેહ વિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમી એલસીબીને મળી હતી. આ માહિતીના આધારે એલસીબી પોલીસે માધવ કોમ્પલેક્ષમાં આવેલા લોટસ-સ્પામાં દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન અંદરથી પોલીસને છ યુવતિઓ અને સંચાલક ઉપરાંત બે પુરૂષો મળી આવ્યા હતા.

ચાલતી હતી વેશ્યાવૃત્તિ
પોલીસની પ્રાથમિક તપાસમાં મસાજ પાર્લરના બહાના તળે બહારના રાજ્યોમાંથી યુવતીઓને બહારથી બોલાવીને વેશ્યાવૃત્તિ ચાલતી હોવાની ખબર પડી હતી.  આ મામલામાં પોલીસે સંચાલક જયદિપ લક્ષ્મણભાઇ ગોજીયા અને અન્ય બે  રાજેશ જીવરાજભાઇ ચાવડા અને કિશોર પાલાભાઇની અટકાયત કરીને કુલ રૂા. 14 હજારની રોકડ રકમ અને કોન્ડમ, મોબાઇલ ફોન વગેરે કબજે કરી ધોરણસર ગુન્હો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news