BIMSTEC શિખર સંમેલનમાં ભાગ લેવા માટે PM મોદી કાઠમંડૂ પહોંચ્યા, આ મુદ્દા પર ચર્ચા કરશે 7 દેશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નેપાળમાં થનારી બિમ્સ્ટેક શિખર સંમેલનની બેઠકમાં ભાગ લેવા માટે નેપાળ રવાના થયા. હતાં. તેમની આ યાત્રા ભારતના પાડોશને ઉચ્ચ પ્રાથમિકતા આપવા તથા દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારિત પાડોશમાં પોતાના સંબંધોને ગાઢ બનાવવાનું પ્રતિક છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નેપાળમાં થનારી બિમ્સ્ટેક શિખર સંમેલનની બેઠકમાં ભાગ લેવા માટે નેપાળના કાઠમંંડૂ પહોંચી ગયા છે. વડાપ્રધાન સવારે લગભગ સાડા આઠ વાગે કાઠમંડૂ પહોંચ્યાં. તેમની આ યાત્રા ભારતના પાડોશને ઉચ્ચ પ્રાથમિકતા આપવા તથા દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારિત પાડોશમાં પોતાના સંબંધોને ગાઢ બનાવવાનું પ્રતિક છે.
Nepal: PM Narendra Modi in Kathmandu for Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (#BIMSTEC) summit pic.twitter.com/kYEJRkg55F
— ANI (@ANI) August 30, 2018
યાત્રા પર રવાના થતા પહેલા પોતાની ફેસબુક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે "શિખર સંમેલન દરમિયાન બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનીકી તથા આર્થિક સહયોગ પહલ (બિમ્સ્ટેક) દેશોના નેતાઓ સાથે ક્ષેત્રીય સહયોગ મજબુત બનાવવા માટે, કારોબારી સંબંધોને ગાઢ બનાવવા અને શાંતિપૂર્ણ તથા સમૃદ્ધ બંગાળની ખાડી ક્ષેત્રના નિર્માણમાં સામૂહિક પ્રયત્નોને આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે શિખર સંમેલનનો વિષય 'શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સતત બંગાળની ખાડી' છે. અને આ અમારા બધાની જોઈન્ટ આકાંક્ષાઓ અને પડકારોના સંબંધે સામૂહિક પ્રતિક્રિયામાં મદદગાર થશે."
Delhi: Prime Minister Narendra Modi leaves for a two-day visit to Nepal. He will participate in 4th BIMSTEC Summit in Kathmandu. pic.twitter.com/cpiqaPDtUt
— ANI (@ANI) August 30, 2018
વડાપ્રધાને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે અત્યાર સુધી આ સમૂહ હેઠળ થયેલી પ્રગતિને આ ચોથુ બિમ્સ્ટેક શિખર સંમેલન આગળ વધારશે અને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બંગાળની ખાડીના નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરશે. તેમણે કહ્યું કે બિમ્સ્ટેક શિખર સંમેલન ઉપરાંત તેમને બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, ભૂટાન અને થાઈલેન્ડના નેતાઓની સાથે વાતચીત કરવાની તક મળશે. વડાપ્રધાને કહ્યું કે હું નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી સાથે બેઠક માટે આશાવાદી છું. આ દરમિયાન મે 2018માં પોતાના નેપાળ પ્રવાસ બાદથી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરીશ. તેમણે કહ્યું કે વડાપ્રધાન ઓલી અને તેમને પશુપતિનાથ મંદિર પરિસરમાં નેપાળ ભારત મૈત્રી ધર્મશાળાનું ઉદ્ધાટન કરવાની તક મળશે.
કહેવાય છે કે આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આતંકવાદ સહિત સુરક્ષાના વિવિધ ધોરણો, માદક પદાર્થોની તસ્કરી, સાઈબર અપરાધો, આફતો ઉપરાંત કારોબર અને સંપર્ક સંબંધિત વિષયો પર ચર્ચા થશે અને આપસી સહયોગ મજબુત બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
સાત સમૂહોના આ દેશમાં દક્ષેસના પાંચ દેશ બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ અને શ્રીલંકા સામેલ છે. આ ઉપરાંત આસિયાનના બે દેશ મ્યાંમાર અને થાઈલેન્ડ પણ તેના સભ્ય છે. બિમ્સ્ટેક શિખર બેઠક 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. જેમાં સમૂહના નેતાઓ સંયુક્ત બેઠક કરશે. બપોરે પૂર્ણ સત્ર હશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ડીનર રહેશે. બીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ સભ્ય દેશોના નેતાઓની મુલાકાતની એક બેઠક થશે. બપોર બાદ બિમ્સ્ટેકનુ સમાપન સત્ર હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે